close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

હાર્દિક પટેલને જન આક્રોશ સભામાં પડ્યો તમાચો, જુઓ તસવીરો

સુરેન્દ્રનગરના વઢવાણના બલદાણામાં હાર્દિક પટેલ સાથે લાફાવાળી થઈ છે. સ્ટેજ પર સંબોધન કરી રહેલા હાર્દિક પટેલને એક અજાણ્યા વ્યક્તિએ ઝીંકી લાફો ઝીંકી દીધો છે.

કેતન પંચાલ | Apr 19, 2019, 11:49 AM IST

સુરેન્દ્રનગર: જ્યારથી હાર્દિક પટેલે કોંગ્રેસનો હાથ પકડ્યો છે, ત્યારથી તેને અનેક જગ્યાએ પાટીદારોના રોષનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણના બલદાણામાં હાર્દિક પટેલ સાથે લાફાવાળી થઈ છે. સ્ટેજ પર સંબોધન કરી રહેલા હાર્દિક પટેલને એક અજાણ્યા વ્યક્તિએ ઝીંકી લાફો ઝીંકી દીધો છે.

1/7

ત્યારબાદ સભામાં છૂટ્ટાહાથની મારામારી થઈ હતી. આ ઘટના બાદ કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે, આ બધુ ભાજપના ઈશારે થયું છે. ભાજપના ઈશારે કોંગ્રેસ પર હુમલો કરાયો છે. ત્યારે હાર્દિક પટેલને લાફો મારનાર યુવકનું નામ પણ સામે આવ્યુ છે. કડીના જેસલપુરના રહેવાસી યુવક તરુણ મિસ્ત્રીએ હાર્દિક પટેલને તમાચો માર્યો છે.

2/7

હાલ હાર્દિક પટેલ કોંગ્રેસનો સ્ટાર પ્રચારક બન્યો છે. એક જ દિવસમાં ચારથી પાંચ સભાઓ સંબોધીને હાલ કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યો છે, અને કોંગ્રેસે આ માટે તેને ચાર્ટર્ડ પ્લેન ફાળવ્યું છે. ત્યારે હાર્દિક પટેલને કોંગ્રેસમાં જોડાયા બાદ ડગલેને પગલે લોકોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

3/7

ગઈકાલે લુણાવાડામાં ખેડૂતોએ વિરોધ કરીને હાર્દિકના હેલિકોપ્ટરને ઉતરવાની પરમિશન આપી ન હતી. ત્યારે આજે સુરેન્દ્રનગરના વઢવાણમાં હાર્દિકની સભા યોજાઈ હતી. જેમાં અચાનક એક યુવક સ્ટેજ પર ધસી આવ્યો હતો, અને તેણે હાર્દિકને લાફો ઝીંકી દીધો હતો. જેના બાદ તે યુવકે હાર્દિક પટેલ સાથે મારામારી પણ કરી હતી.

4/7

આ ઘટના સભામા હાજર લોકોએ યુવકને પકડીને તેની ધોલાઈ કરી હતી. જોકે, આ યુવકે શા માટે હાર્દિક પર હુમલો કર્યો તે અંગેનુ કારણ હજી બહાર આવ્યું નથી. પાસ કન્વીનર મનોજ પનારાએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો કે, હાર્દિક પટેલની હત્યા કરાવવાનું કાવતરુ કરવામાં આવી રહ્યું છે. તપાસમાં આ શખ્સ ભાજપનો જ નીકળશે.

5/7

અમે જલ્દીમાં જલ્દી માંગ કરીએ છીએ કે, હાર્દિકને સુરક્ષા આપવામાં આવે. તેના પર જીવનું જોખમ છે. પણ, સરકાર તેને સુરક્ષા કે કમાન્ડો નથી આપતી. જો હાર્દિક ભાજપમાં જોડાયો હોત તો ભાજપે તેનું હાર પહેરાવીને સ્વાગત કર્યું હોત, પણ તે કોંગ્રેસમાં જોડાયો છે તેથી તેના પર આવુ કરવામાં આવી રહ્યું છે. આ એક હુમલા પ્રચકારની રાજનીતિ ગુજરાતમાં થઈ રહી છે.

6/7

પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ કહ્યું કે, કોંગ્રેસ એક પાર્ટી છે હવે હાર્દિક પટેલે રાજકીય પાર્ટીનો હાથ પકડ્યો છે અને હવે એ સામાજિક આંદોલનનો ભાગ નથી રહ્યો.

7/7

હવે એ રાજકીય પાર્ટીનો ભાગ છે એટલે કોઇ રાજકીય પાર્ટીનો પ્રચાર કરવો એ સ્વાભાવિક છે. પ્રચાર વખતે એમાં અડચણ કરવી એ ખોટું છે. જે કંઇ પણ એ ખોટું છે.