ભૂમિપુત્ર મંગળ કરશે ગોચર, જૂન મહિનામાં આ 5 રાશિના જાતકો પર થશે પૈસાનો વરસાદ, કરિયર-બિઝનેસમાં મળશે સફળતા
Mangal Gochar 2025: ભૂમિપુત્ર મંગળ જૂનના પ્રથમ સપ્તાહમાં ગોચર કરી સૂર્યની રાશિ સિંહમાં પ્રવેશ કરશે. મંગળનું સિંહમાં ગોચર 5 રાશિના જાતકોના સાહસ અને ઉર્જામાં વધારો કરશે. જેનાથી તે પોતાના લક્ષ્યો હાસિલ કરી શકશે.
Mars Transit in Leo 2025: જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ ગ્રહને સાહસ, વીરતા, પરાક્રમ, ભૂમિ અને લગ્નનો કારક માનવામાં આવે છે. મંગળ ગ્રહ જાતકને ઉર્જા આપે છે. 7 જૂન 2025ના મંગળ ગોચર કરી સિંહ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય દેવની રાશિ સિંહમાં મંગળના ગોચરની અસર દરેક 12 જાતકો પર પડશે. તો પાંચ જાતકોને મંગળ ગોચરથી વિશેષ લાભ મળવાનો છે. આ જાતકોની ધન-સંપત્તિમાં વધારો થશે. જાણો આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.
સિંહ રાશિઃ
મંગળ ગોચર કરી સિંહની રાશિમાં પ્રવેશ કરશે. જેથી આ રાશિના જાતકોને લાભ મળશે. કરિયરમાં સમસ્યા દૂર થશે. સ્વાસ્થ્યમાં સુધાર થશે. લગ્ન કરવા ઈચ્છો છો તો સંબંધ પાક્કો થઈ શકે છે. પરિણીત લોકોના જીવનમાં ખુશીઓ આવશે.
કન્યા રાશિઃ
કન્યા રાશિના જાતકોને મંગળ ગોચર કામકાજની મુશ્કેલીમાં રાહત અપાવશે. જે ડીલ્સ કે પ્રોજેક્ટની તમે રાહ જોતા હતા, તે હવે ખતમ થશે. અટવાયેલા કામ થશે. ધન લાભ થશે. લગ્ન જીવનમાં ખુશીઓ રહેશે.
તુલા રાશિઃ
તુલા રાશિના જાતકોને મંગળ ગોચર ધનલાભ કરાવશે. કારોબારમાં નફો વધશે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે, જેનાથી તમે દરેક મુશ્કેલીનો સામનો કરી શકશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા દૂર થશે.
વૃશ્ચિક રાશિઃ
વૃશ્ચિક રાશિના સ્વામી મંગળ ગ્રહ છે અને આ જાતકોને લાભ થશે. પરંતુ તમારે ધૈર્ય અને શાંતિથી કામ લેવું પડશે, બાકી સમસ્યા આવી શકે છે. સમાજમાં સન્માન મળશે. સરકારી કામોમાં નિયમોનું પાલન કરો.
મીન રાશિઃ
મંગળનું ગોચર મીન રાશિના જાતકોને શત્રુઓ પર જીત અપાવશે. સોનું-તાંબાનો કારોબાર કરનારને બમ્પર લાભ મળી શકે છે. સ્વાસ્થ્ય સારૂ રહેશે. જૂની બીમારીઓ દૂર થશે. માન-સન્માન વધશે. લક્ષ્યો પૂરા કરવામાં સફળ રહેશો.
ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
Trending Photos