ગજબ ભાગ્યશાળી આ 3 રાશિવાળા, અત્યંત વિનાશકારી યોગ પણ તમને કરાવશે જબરદસ્ત ધનલાભ! બગડેલા કામ પૂરા થશે

વૈદિક જ્યોતિષ મુજબ મંગળને ભૂમિપુત્રની સાથે સાથે ગ્રહોના સેનાપતિ પણ કહે છે. જે એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે. અત્રે જણાવવાનું કે હાલ મંગળ પોતાની નીચ રાશિ કર્કમાં બિરાજમાન છે. 7 જૂનના રોજ તે કર્કમાંથી નીકળીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. મંગળના સિંહ રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ મીન રાશિમાં રહેલા શનિ સાથે શક્તિશાળી ષડાષ્ટક યોગનું નિર્માણ થશે. આ યોગ આમ તો ખતરનાક ગણાય છે. પરંતુ કેટલીક રાશિઓ માટે સારું પરિણામ લાવી શકે છે. મંગળ અને શનિનો ષડાષ્ટક યોગ કઈ રાશિના જાતકો માટે ફળદાયી રહી શકે છે તે ખાસ જાણો. 
 

1/5
image

વૈદિક જ્યોતિષ મુજબ કર્મફળના દાતા શનિ હાલ મીન રાશિમાં છે. મંગળ 7 જૂનના રોજ સવારે 2.28 વાગે સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને 28 જુલાઈ સુધી આ રાશિમાં રહેશે. ત્યારબાદ કન્યા રાશિમાં જશે. આવામાં 7 જૂનથી 28 જુલાઈ સુધી ષડાષ્ટક રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. અત્રે જણાવવાનું કે બે ગ્રહો એક-બીજાથી છઠ્ઠા કે આઠમા ભાવમાં રહે ત્યારે આ યોગનું નિર્માણ થાય છે. આવામાં શનિ મીન રાશિમાં આઠમા અને મંગળ સિંહ રાશિમાં છઠ્ઠા ભાવમાં બિરાજમાન થશે. જેનાથી ષડાષ્ટક યોગનું નિર્માણ થશે.   

મીન રાશિ

2/5
image

મીન રાશિમાં શનિ લગ્ન અને મંગળ છઠ્ઠા ભાવમાં રહેશે. આવામાં આ રાશિના જાતકો માટે ષડાષ્ટક યોગ લકી સાબિત થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા કામો એકવાર ફરીથી શરૂ થઈ શકે છે. ભાઈ બહેનો વચ્ચે પ્રેમ વધશે. લગ્ન જીવનમાં ચાલી રહેલા ઉતાર ચડાવ હવે દૂર થઈ શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે. વેપારમાં તમને ઘણો લાભ થઈ શકે છે. તમે તમારા હરિફોને જબરદસ્ત ટક્કર આપશો. આ સાથે આર્થિક સ્થિતિ અનુકૂળ રહેશે. પૂરતા પ્રમાણમાં ઘન કમાવવામાં સફળ થઈ શકો છો.   

વૃશ્ચિક રાશિ

3/5
image

વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ ષડાષ્ટક યોગ લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ રાશિના જાતકોને અપાર સફળતા મળી શકે છે. તમે તમારી યોગ્યતા અને કૌશલના આધારે ઘણી તકો મેળવી શકશો. કરિયરની રીતે પણ ખુબ પ્રગતિ કરી શકો છો. પ્રમોશનની સાથે સાથે પગાર વધારો થઈ શકે છે. સરકારી ક્ષેત્રો માટે તૈયારી કરી રહેલા જાતકોને લાભ મળી શકે છે. બિઝનેસમાં સારો એવો નફો  થઈ શકે છે. તમે તમારા ક્લાયન્ટને તેમની ગુણવત્તા મુજબ સેવા આપવામાં સફળ થશો. આવનારા સમયમાં ઘણો લાભ થઈ શકે છે.   

મિથુન રાશિ

4/5
image

મિથુન રાશિના જાતકો માટે ષડાષ્ટક યોગ ખુબ લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ રાશિના જાતકોને તેમના દ્વારા કરાયેલા મહેનતનું ફળ મળી શકે છે. કાર્યક્ષેત્રમાં તમે સારું પ્રદર્શન કરી શકો છો. વ્યક્તિત્વમાં વિકાસ જોવા મળી શકે છે. અનેક મુસાફરી કરી શકો છો. તેનાથી તમને લાભ મળી શકે છે. નોકરીમાં પ્રગતિ સાથે અનેક નવી તકો મળી શકે છે. વિદેશમાં નોકરી કરવાનું સપનું પૂરું થઈ શકે છે. બિઝનેસમાં તમને સારી ડીલ થઈ શકે છે. આર્થિક  સ્થિતિ પર ભાગ્યનો સાથ મળી શકે છે. સારા એવા પૈસા કમાવવાની સાથે સાથે ધનની બચત પણ કરી શકો છો. આવકના નવા સ્ત્રોત  ખુલશે. 

Disclaimer:

5/5
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.