30 વર્ષ બાદ શનિ બનાવશે અત્યંત ઘાતક અને વિનાશકારી યોગ, પરંતુ આ 3 રાશિવાળા રહેશે નસીબના બળિયા, બંપર લાભ ખાટી જશે, ખુબ પ્રગતિ થશે

વૈદિક જ્યોતિષ મુજબ કર્મફળ દાતા શનિ હાલ મીન રાશિમાં છે. જ્યારે મંગળ 7 જૂનના રોજ સવારે 2.28 વાગે સિંહ રાશિમાં પ્રવેશ કરશે. 28 જુલાઈ સુધી ત્યાં રહેશે. ત્યારબાદ કન્યા રાશિમાં ગોચર કરશે. આવામાં 7 જૂનથી 28 જુલાઈ સુધી ષડાષ્ટક રાજયોગ બની રહ્યો છે. અત્રે જણાવવાનું કે જ્યારે બે ગ્રહો એક બીજાથી છઠ્ઠા કે આઠમાં ભાવમાં હોય છે ત્યારે આ યોગનું નિર્માણ થાય છે. આવામાં મંગળ સિંહ રાશિમાં આઠમાં અને શનિ મીન રાશિમાં છઠ્ઠા ભાવમાં બિરાજમાન થશે. જેનાથી ષડાષ્ટક યોગ બનશે. મંગળ અને શનિનો ષડાષ્ટક યોગ કઈ રાશિઓ માટે લકી બની શકે છે તે ખાસ જાણો. 
 

1/5
image

વૈદિક જ્યોતિષમાં મંગળને ભૂમિપુત્રની સાથે સાથે ગ્રહોના સેનાપતિ પણ કહે છે. જે એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે. હાલ મંગળ  પોતાની નીચ રાશિ કર્કમાં બિરાજમાન છે. જ્યારે 7 જૂનના રોજ કર્કમાંથી નીકળીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. મંગળના સિંહ  રાશિમાં પ્રવેશતા જ મીન રાશિમાં રહેલા શનિ સાથે શક્તિશાળી ષડાષ્ટક યોગનું નિર્માણ કરશે. આ યોગ અત્યંત ખતરનાક અને વિનાશકારી ગણાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં ષડાષ્ટક યોગ અશુભ ગણાય છે. તેના પ્રભાવથી જાતકોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આથી કેટલીક રાશિના જાતકોએ સંભાળીને રહેવાની જરૂર છે પરંતુ કેટલાક રાશિવાળા માટે ફાયદો કરાવી શકે તેમ છે. જાણો તે લકી રાશિઓ વિશે...

મીન રાશિ

2/5
image

મીન રાશિમાં શનિ લગ્ન અને મંગળ છઠ્ઠા ભાવમાં રહેશે. આવામાં આ રાશિના જાતકો માટે ષડાષ્ટક યોગ લકી સાબિત થઈ શકે છે. લાંબા  સમય સુધી અટવાયેલા કામો ફરી એકવાર શરૂ થઈ શકે છે. ભાઈ બહેનો વચ્ચે પ્રેમ વધશે. લગ્નજીવનમાં ચાલી રહેલા ઉતાર ચડાવ હવે દૂર થઈ શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે. વેપારમાં તમને લાભ થઈ શકે છે. પ્રતિસ્પર્ધીઓને ટક્કર આપશો. આર્થિક સ્થિતિ અનુકૂળ રહેશે. પૂરતા પ્રમાણમાં ધન કમાવવામાં સફળ રહેશો. 

વૃશ્ચિક રાશિ

3/5
image

વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ ષડાષ્ટક યોગ લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ રાશિના જાતકોને અપાર સફળતા મળી શકે છે. તમે તમારી યોગ્યતા અને કૌશલના દમ પર સારી એવી તકો મેળવી શકો છો. કરિયરની રીતે પણ તમે ખુબ પ્રગતિ કરી શકો છો. પ્રમોશનની સાથે સાથે પગાર વધારો થઈ શકે છે. સરકારી ક્ષેત્રો માટે તૈયારી કરી રહેલા જાતકોને લાભ થઈ શકે છે. બિઝનેસમાં સારો નફો થઈ શકે છે. ક્લાયન્ટને તેમની ગુણવત્તા મુજબ સર્વિસ દેવામાં સફળ રહેશો. આવનારા સમયમાં સારો એવો લાભ થઈ શકે છે.   

મિથુન રાશિ

4/5
image

મિથુન રાશિના જાતકો માટે પણ આ યોગ લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ રાશિના જાતકોને તેમની મહેનતનું ફળ મળી શકે છે. કાર્યક્ષેત્રમાં તમે સારું પ્રદર્શન કરી શકો છો. વ્યક્તિત્વમાં વિકાસ જોવા મળી શકે છે. અનેક મુસાફરીઓ કરી શકો છો. તેનાથી તમને લાભ થઈ શકે છે. નોકરીમાં પ્રગતિની સાથે નવી તકો મળી શકે છે. વિદેશમાં નોકરી કરવાનું સપનું પૂરૂ  થઈ શકે છે. બિઝનેસમાં સારી ડીલ થઈ શકે છે. આઉટસોર્સિંગના વેપારમાં લાભ થઈ શકે છે. આર્થિક સ્થિતિ મુદ્દે ભાગ્યનો સાથ મળી શકે છે. જેનાથી સારા એવા પૈસા કમાવાની સાથે સાથે ધનની બચત કરવામાં પણ સફળ થશો. એકથી વધુ આવકના સ્ત્રોત ઊભા થઈ શકે છે. 

Disclaimer:

5/5
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.