જન્માષ્ટમી પર બની રહ્યા છે ઘણા શુભ યોગ, આ 3 રાશિઓ પર શ્રીકૃષ્ણની રહેશે વિશેષ કૃપા; દરેક કામમાં મળશે સફળતા!

Written ByDIPAK CHAVDA
Published: Aug 11, 2025, 09:08 PM IST|Updated: Aug 11, 2025, 09:08 PM IST

Janmashtami Lucky Rashi: જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર આ વર્ષે 16 ઓગસ્ટ 2025 શનિવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે બુધાદિત્ય યોગ હશે. આ ઉપરાંત વૃદ્ધિ અને ધ્રુવ યોગ પણ હશે. કોઈપણ કાર્ય શરૂ કરવા માટે આ યોગોને અત્યંત શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ શુભ યોગથી ભરેલો જન્માષ્ટમીનો તહેવાર ત્રણ રાશિઓ માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે.

1/6

જન્માષ્ટમીનો તહેવાર દરેક કૃષ્ણ ભક્ત માટે ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે લોકો શુભ મુહૂર્તમાં ઉપવાસ રાખે છે અને ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરે છે. આ વર્ષે જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર 16 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે.   

2/6

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે બપોરે 2 વાગ્યા સુધી બુધાદિત્ય યોગ કર્ક રાશિમાં રહેશે. આ ઉપરાંત આ દિવસે સવારે 11:43 વાગ્યે ચંદ્ર દેવ પોતાની ઉચ્ચ રાશિ વૃષભમાં પ્રવેશ કરશે, જ્યારે સૂર્ય દેવ બપોરે 2 વાગ્યે પોતાની રાશિમાં આવશે. આ ઉપરાંત વૃદ્ધી યોગ સવારે 7:21 વાગ્યા સુધી રહેશે અને ત્યાર બાદ ધ્રુવ યોગ શરૂ થશે. જાણો આ શુભ યોગને કારણે કઈ રાશિઓ ભાગ્યશાળી રહેશે.

કન્યા રાશિ: આ જન્માષ્ટમી ખાસ રહેશે3/6

કન્યા રાશિ: આ જન્માષ્ટમી ખાસ રહેશે

કન્યા રાશિના જાતકો માટે આ જન્માષ્ટમી ખૂબ જ ખાસ રહેશે. ભગવાન શ્રીકૃષ્ણ તમારા પર વિશેષ કૃપા વરસાવશે. આ દિવસે તમને કોઈ મોટી સફળતા મળી શકે છે. બિઝનેસમાં પણ ખૂબ જ પ્રગતિ કરશો. પ્રેમ જીવન સારું રહેશે. અચાનક ધન પ્રાપ્તિનો યોગ બનશે.

ધન રાશિ: કરિયરમાં મળશે સુવર્ણ સફળતા4/6

ધન રાશિ: કરિયરમાં મળશે સુવર્ણ સફળતા

ધન રાશિના જાતકોને કરિયરમાં સુવર્ણ સફળતા મળશે. લાંબા સમયથી જે પણ કામ અટકેલું હતું તે પૂર્ણ થવા લાગશે. જૂના રોકાણોમાંથી તમને સારો નફો મળશે. સંપત્તિમાં વધારો થવાની શક્યતા છે. તમને નવી નોકરી મળી શકે છે. સમાજમાં માન-સન્માન વધશે.

કુંભ રાશિ: નોકરીમાં સફળતાનો યોગ5/6

કુંભ રાશિ: નોકરીમાં સફળતાનો યોગ

કુંભ રાશિના જાતકોને નોકરીમાં સફળતા મળશે. ઇચ્છિત નોકરી મળવાનો શુભ યોહ બની રહ્યો છે. તમે નવું કાર્ય પણ શરૂ કરી શકો છો. પ્રમોશનની શક્યતાઓ છે. બિઝનેસમાં કોઈ મોટી ડીલ થઈ શકે છે. એકંદરે આ જન્માષ્ટમી તમારા માટે ખાસ રહેશે.

6/6

(Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવા માટે લખવામાં આવ્યા છે. અમે આ લખવામાં સામાન્ય માહિતીની મદદ લીધી છે. Z 24 કલાક આની પુષ્ટિ કરતું નથી.)