PHOTOS: મંગળ પર ઘર લેવાનુું સપનું છે? જુઓ આવા શાનદાર હશે મંગળ ગ્રહ પરના મકાનો, તસવીર જોશો તો જોતા જ રહેશો

ઝી બ્યૂરો, અમદાવાદઃ મંગળ ગ્રહ (Mars) પર વસ્તી વસાવવાથી લઈને સતત ગોઠવણ ચાલી રહી છે. નાસા (NASA) પોતાના સૌથી મહત્વકાંક્ષી પ્રોજેક્ટ 'મિશન મંગળ' માટે લાલ ગ્રહ પર પોતાના રોવર પણ ઉતારી ચુક્યું છે. આ રોવર મંગળ પર જીવનના પ્રમાણ શોધશે. લાલ ગ્રહ પર ઘર કેવી રીતે બનાવાશે અને અઢી લાખ લોકોની સંખ્યા ત્યાં કેવી રીતે રહેશે તેને બતાવવામાં આવ્યું છે. અમેરિકી આર્કિટેક્ચર સ્ટૂડિયો ABIBOOએ મંગળ પર વસ્તી વસાવવા પોતાની ખાસ ડિઝાઈનને બહાર પાડી. જુઓ આ ઘરોના ફોટા.

 

મંગળ પર પોતાનું એક ઘર હોય

1/5
image

અમેરિકી કંપની ABIBOOએ સોશિયલ મીડિયા પર મંગળ (Mars) પર બનાવવામાં આવનાર ઘરોના ફોટા જાહેર કર્યા છે. ABIBOOનું કહેવું છે કે મંગળ પર રહેલો કાર્બનડાયોક્સાઈડ અને પાણીના વપરાશથી ત્યાં ઘર બનાવી શકાય છે. કંપનીનું કહેવું છે કે મંગળ પર વર્ટીકલ રીતે ઘરો હશે જેથી વાયુમંડલીય દબાળ અને રેડિયેશનથી બચી શકાય.

મંગળ પર જીવનની શક્યતા

2/5
image

મંગળ ગ્રહ પર 2054 પહેલા કંસ્ટ્રક્શન શરૂ થવું સંભવ નથી. સન્ 2100 પછી લોકો મંગળ પર રહેવાનું શરૂ કરી શકે છે. જો કે મંગળ ગ્રહ પર  સસ્ટેનેબલ શહેર વસાવવા માટે અલગ અલગ નિષ્ણાતો  કેટલાય વર્ષોથી કામ કરી રહ્યા છે. મંગળ પર જીવનને લઈને વૈજ્ઞાનિકોની સાથે - સાથે સામાન્ય લોકોને પણ ઉત્સુક્તા છે.

મંગળ પર સંસાધનોની શોધ

3/5
image

ABIBOOએ પોતાની ડિઝાઈનમાં બતાવ્યું છે કે નુવા માર્સ (Nüwa Mars First City) મુખ્ય શહેર હશે. આ શહેરોને પર્વતોના કિનારે વસાવવામાં આવશે. કંપની મંગળ પર રહેલા સંસાધનોથી જ સ્ટીલ તૈયાર કરશે જેનાથી મંગળ પર મજબૂત ઘર બનાવી શકાય.

સુંદર ડિઝાઈન

4/5
image

આ ફોટો જોઈ તમને લાગતું હશે કે આ ફોટો ધરતી પરનું કોઈ શહેર છે. આ મંગલ પરનો ફોટો છે. મંગળ ગ્રહ પર ઘર, ઓફિસ અને જિનિન સ્પેસ હશે. ABIBOOએ કહ્યું કે  દ માર્સ સોસાયટી (Mars Society) અને SONet નેટવર્ક તરફથી કરવામાં આવેલા રિસર્ચના આધાર પર તેમને ડિઝાન તૈયાર કરી છે.

નાસાનો સૈથી મહત્વકાંક્ષી પ્રોજેક્ટ

5/5
image

મંગળ પર જીવન એ નાસાનો સૌથી મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. આ માટે નાસા (NASA)એ પોતાના માર્સ રોવર લાલ ગ્રહના સૌથી ખતરનાખ ક્ષેત્ર જેઝેરો  ક્રેટર પર ઉતાર્યો છે. આ રોવર મંગળ પર જીવનના પ્રમાણઅને પાનીની શોધ પણ કરશે. અમેરિકી આર્કિટેક્ચર સ્ટૂડિયો ABIBOOએ મંગળ પર વસ્તી વસાવવા માટે આ ઘરોના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા.