લવ મેરેજનો કરુણ અંજામ, પતિના 15 ટુકડા, ડ્રમમાં નાખીને ઉપર સીમેન્ટ નાખ્યો, તસવીરો જોઈને કાળજું કંપી જશે

મેરઠમાં લંડનથી પાછા ફરેલા પતિની પત્નીએ પ્રેમી સાથે મળીને મોતને ઘાટ ઉતારી દીધો. આરોપીઓએ લાશના 15 ટુકડા કરી ડ્રમમાં નાખીને ઉપર સિમેન્ટ પાથરી દીધો. જાણો કઈ રીતે ઘટનાને અંજામ આપ્યો. 

1/13
image

Meerut News: મેરઠમાં મહિલાએ પ્રેમની સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતારી દીધો. પછી મૃતદેહના ટુકડા કર્યા અને ડ્રમમાં નાખી દીધા. ડ્રમનું મોઢું સિમેન્ટથી બંધ કરી દીધુ. પછી બેવફા પત્નીએ પ્રેમી સાથે સિમલા જઈને મોજમસ્તી કરી. 

પ્રેમી સાથે મોજમસ્તી

2/13
image

પ્રેમી સાથે મોજમસ્તી કરીને પાછી આવી તો પત્નીએ જ પતિની હત્યા કર્યાની જાણકારી પરિવારને આપી. પોલીસે આરોપી પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી છે. પતિની લાશના ટુકડાં પોલીસે જપ્ત કર્યા છે. પોલીસે આ ટુકડાને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. આ મામલો મેરઠના બ્રહ્મપુરીના ઈન્દિરાનગર માસ્ટર કોલોનીનો છે. 

મૃતદેહના 15 ટુકડાં

3/13
image

મળતી માહિતી મુજબ સૌરભ કુમાર (29)ની તેમની પત્ની મુસ્કાન રસ્તોગીએ પ્રેમી સાહિલ શુકલા સાથે મળીને 4 માર્ચના રોજ હત્યા કરી દીધી. આરોપીઓએ મૃતદેહના 15 ટુકડાં કરીને ડ્રમમાં નાખી દીધા અને ઉપર સીમેન્ટથી ચણતર કરી નાખ્યું. મુસ્કાન તેની 5 વર્ષની પુત્રીને પિયરે મૂકીને પછી પ્રેમી સાથે સિમલા ફરવા જતી રહી. 

સૌરભની હત્યા

4/13
image

પાછી ફરીને મુસ્કાને ઘરે સૌરભની હત્યા કરી હોવાની જાણ કરી. મંગળવારે પ્રમોદકુમાર અને મુસ્કાન સાથે બ્રહ્મપુરી પોલીસ મથક પહોંચ્યા અને પોલીસને ઘટનાની જાણ કરી. પોલીસે મહિલા અને તેના પ્રેમીની ધરપકડ કરીને લાશ જપ્ત કરી. 

લંડનથી પાછો ફર્યો હતો પતિ

5/13
image

24 ફેબ્રુઆરીના રોજ લંડનથી સૌરભકુમાર તેના ઘરે પાછા ફર્યા હતા. 25 ફેબ્રુઆરીએ તેમની પત્ની મુસ્કાનનો જન્મદિવસ હતો. જેને સેલિબ્રેટ કરવા માટે તે પાછા આવ્યા હતા. આ સાથે જ 28 ફેબ્રુઆરીના રોજ પુત્રી પીહુનો જન્મદિવસ હતો. બંને જન્મદિવસ ખુબ ધામધૂમથી ઉજવ્યા. 

બદલાઈ ગઈ કહાની

6/13
image

4 માર્ચના રોજ આખી કહાની બદલાઈ ગઈ. પત્નીએ રાતના સમયે ખાવામાં કોઈ નશીલી વસ્તુ ભેળવીને સૌરભને બેહોશ કરી દીધો. ત્યારબાદ પાડોશમાં રહેતા જ પ્રેમી સાહિલ શુક્લા (28)ને ઘરે બોલાવ્યો અને ચાકૂના ઘા ઝીંકીને સૌરભની હત્યા કરી નાખી. 

કેવી રીતે વારદાતને અંજામ આપ્યો

7/13
image

ધારદાર હથિયારથી મૃતદેહને બાથરૂમમાં લઈ જઈને 15 ટુકડાં કર્યા અને પ્લાસ્ટિકના ડ્રમમાં ટુકડાં નાખીને ડસ્ટ અને સિમેન્ટનો ઘોળ તૈયાર કરીને ઢાંકણું સિલ કરી દીધુ. મૃતદેહ સિમેન્ટમાં એ રીતે ફસાયેલો હતો કે પોસ્ટમોર્ટમ માટે આખું ડ્રમ જ મોર્ચરી મોકલવું પડ્યું. પોલીસે ડ્રમ તોડીને મૃતદેહ બહાર કાઢ્યો જેમાં માથું, બે હાથ, પગના પંજા અલગ અલગ મળ્યા. 

2016માં પ્રેમ લગ્ન

8/13
image

સૌરભ કુમાર મર્ચન્ટ નેવીમાં કામ કરતા હતા. તે હંમેશા વિદેશ જતા આવતા રહેતા હતા. 2020માં લંડનના એક મોલમાં નોકરી કરવા લાગ્યા હતા. 2016માં સૌરભના મુસ્કાન સાથે લવ મેરેજ થયા હતા. સૌરભ પત્ની અને પુત્રી સાથે ઈન્દિરાનગરમાં ઓમપાલના મકાનમાં 3 વર્ષથી ભાડે રહેતા હતા. 

ઘરમાં હતી પીહૂ

9/13
image

પિતા મુન્નાલાલ, ભાઈ બબલુ, અને માતા રેનુ બ્રહ્મપુરીમાં જ અલગ રહેતા હતા. મુસ્કાનનો પરિવાર પણ એ જ મોહલ્લામાં રહે છે. તે તેની પુત્રીને અવારનવાર પિયર મૂકતી હતી. જો કે ઘટનાના દિવસે પીહૂ ઘરમાં જ હતી અને બરાબર બાજુના રૂમમાં સૂતી હતી. હત્યાનો આરોપી સાહિત શુકલા સીએ છે અને પાડોશમાં રહે છે. 

પતિ પત્ની વચ્ચે વિવાદ

10/13
image

નોકરીના કારણે સૌરભ અનેક મહિનાઓ બાદ આવતો હતો. જેના કારણે સાહિલ શુકલા અને મુસ્કાન વચ્ચે નીકટતા વધી ગઈ. સૌરભને પત્ની મુસ્કાનના સાહિત સાથેના સંબંધો અંગે જાણ થઈ. આ કારણે પતિ અને પત્ની વચ્ચે ઘણા દિવસથી વિવાદ ચાલતો હતો. આ વિવાદમાં 4 માર્ચના રોજ રાતે મુસ્કાને સૌરભના ભોજનમાં નશીલી દવા ભેળવીને બેહોશ કરી દીધો. ત્યારબાદ ઘટનાને અંજામ આપ્યો. 

લગ્ન કરવાની જીદ

11/13
image

17 માર્ચે પાછા ફર્યા બાદ તેના પરિજનોએ જમાઈ સૌરભ વિશે પૂછ્યું તો મુસ્કાને બધુ જણાવી દીધુ. મળતી માહિતી મુજબ લગભગ બે વર્ષ પહેલા 2023માં મુસ્કાન અને સાહિલની ફોન પર ચેટિંગ સૌરભે જોઈ લીધી હતી. જેને લઈને દંપત્તિમાં હંમેશા વિવાદ થતો હતો. બીજી બાજુ તેની જાણકારી થતા સાહિલ પણ મુસ્કાન સાથે લગ્નની જીદ કરવા લાગ્યો હતો. 

ન આપ્યા ડિવોર્સ

12/13
image

સૌરભે પત્નીને ડિવોર્સ આપ્યા નહીં અને લંડનમાં નોકરી કરતો રહ્યો. પોલીસે ડ્રમમાં સિમેન્ટ અને ડસ્ટનો ઘોળ સૂકાઈ જતા તેમાં મૃતદેહના ટુકડાં ફસાયેલા હોવાના કારણે પહેલા મજૂરોને બોલાવીને ડ્રમ તોડવાની કોશિશ કરી પરંતુ ત્યારબાદ આખુ ડ્રમ જ મોર્ચરી મોકલી દીધુ. 

સૌરભનો ફોન મળ્યો

13/13
image

હત્યા બાદ સૌરભનો મોબાઈલ લઈને મુસ્કાન અને સાહિલ સિમલા, કસૌલ સહિત હિમાચલમાં અનેક જગ્યાએ ફરતા રહ્યા. સૌરભના મોબાઈલ ફોનથી સોશિયલ મીડિયા પર હિલ સ્ટેશનના ફોટા પણ અપલોડ કર્યા. જેથી કરીને દેખાડી શકાય કે સૌરભ ફરવા માટે આવ્યો છે. પોલીસે મુસ્કાનની ધરપકડ બાદ સોરભનો ફોન જપ્ત કર્યો છે.