Elon Musk ની લવ સ્ટોરી છે અનોખી, ટ્વિટર પર પ્રથમવાર ગર્લફ્રેન્ડ સાથે થઈ હતી વાત

એલન મસ્ક અને ગ્રાઇમ્સને એક પુત્ર છે. મસ્કની પ્રથમ પત્નીની સાથે છ બાળકો છે. તેની પ્રથમ પત્ની કેનેડિયન લેખિકા જસ્ટિન વિલ્સન હતી. 

Jun 21, 2021, 11:32 PM IST
1/5

એલન મસ્કની ગર્લફ્રેન્ડ

એલન મસ્કની ગર્લફ્રેન્ડ

એલન મસ્કની લવ સ્ટોરી ખુબ અલગ રહી છે. તેની ગર્લફ્રેન્ડ ગ્રાઇમ્સની સાથે તેણે ટ્વિટર પર પ્રથમવાર વાત કરી હતી, તે પણ એક જોક્સને લઈને. આજે અમે તમને તેની લાઇફની સૌથી મહત્વની વ્યક્તિ ગ્રાઇમ્સ વિશે જણાવીશું. 

2/5

કેડેનાની છે ગ્રાઇમ્સ

કેડેનાની છે ગ્રાઇમ્સ

એલન મસ્કની ગર્લફ્રેન્ડ ગ્રાઇમ્સનું અસલી નામ ક્લેયર એલાઇસ બાઉચર છે. તે કેનેડાની મ્યૂઝીશિયન, સિંગર, સોંગ રાઇટર અને રેકોર્ડ પ્રોડ્યૂસર છે. ગ્રાઇમ્સ અત્યાર સુધી 5 સ્ટૂડિયો આલબમ, 11 સિંગલ્સ અને 4 પ્રોમોશનલ સિંગલ્સ રિલીઝ કરી ચુકી છે.   

3/5

એલન મસ્ક અને ગ્રાઇમ્સની લવ સ્ટોરી

એલન મસ્ક અને ગ્રાઇમ્સની લવ સ્ટોરી

એલન મસ્ક અને ગ્રાઇમ્સ છેલ્લા ત્રણ વર્ષથી સાથે છે. બન્ને એક જોકને લઈને સોશિયલ મીડિયામાં સંપર્કમાં આવ્યા હતા. ગ્રાઇમ્સે કહ્યુ કે, આ જોક્સને છેલ્લા ત્રણ વર્ષમાં સમજનાર મસ્ક પ્રથમ વ્યક્તિ હતા. બન્ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લઈને જોક ક્રેક કરતા હતા. 

4/5

વર્ષ 2018માં પ્રથમવાર સાથે જોવા મળ્યા

વર્ષ 2018માં પ્રથમવાર સાથે જોવા મળ્યા

એલન મસ્ક અને ગ્રાઇમ્સ વર્ષ 2018માં પ્રથમવાર સાથે જોવા મળ્યા હતા. ત્યારે બન્ને પ્રથમવાર જાહેરમાં જોવા મળ્યા હતા. ટેસ્લાના સીઈઓ એલન મસ્ક અને તેની સિંગર ગર્લફ્રેન્ડે પોતાના પ્રથમ બાળકનું નામ X AE A-12 થી બદલીને X AE A-Xii કરી દીધું. નામના માત્ર ન્યૂમેરિક ભાગમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેમાં 12ને હટાવીને રોમનમાં Xii કરી દેવામાં આવ્યું છે. આ નામને લઈને સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા જોવા મળી હતી. 

5/5

એલન મસ્કના કેટલા બાળકો?

એલન મસ્કના કેટલા બાળકો?

એલન મસ્ક અને ગ્રાઇમ્સને એક પુત્ર છે. મસ્કના પ્રથમ પત્ની સાથે છ બાળકો છે. તેની પ્રથમ પત્ની કેનેડિયન લેખિકા જસ્ટિન વિલ્સન હતી. પરંતુ તેમાંથી એક બાળકનું જન્મના 10 સપ્તાહ બાદ મોત થઈ ગયું હતું. બન્નેએ 2000માં લગ્ન કર્યા હતા અને 2008માં છૂટાછેડા થઈ ગયા હતા.