બુધ-શનિએ બનાવ્યો જીવન ખેદાનમેદાન કરી નાખે તેવો યોગ, આ 3 રાશિવાળાને માથે ઘાત! આ ઉપાય કરો
5 ઓક્ટોબર 2025થી બુધ અને શનિએ ષડાષ્ટક યોગ બનાવ્યો છે. વૈદિક જ્યોતિષમાં આ યોગને સામાન્ય રીતે અશુભ ગણવામાં આવે છે. 3 રાશિવાળાએ ખુબ સાવધાન રહેવું જરૂરી છે. આ યોગથી ગ્રહો વચ્ચે ઉર્જાનું સંતુલન બગડી જાય છે. જેનાથી માનસિક, શારીરિક કે ભૌતિક જીવનમાં ઘર્ષણ, તણાવ અને અસ્થિરતાની સ્થિતિ પેદા થઈ શકે છે. આવું એટલા માટે કારણ કે ગ્રહ એકબીજાથી છઠ્ઠા અને આઠમા ભવમાં રહે છે. જે કુંડળીના સૌથી અશુભ ભાવ છે.

રવિવારે 5 ઓક્ટોબર 2025ન રોજ વહેલી સવારે 5 વાગ્યાથી બુધ અને શનિ ગ્રહ એક બીજાથી 150°ની સ્થિતિનું નિર્માણ કરી રહ્યા છે. વૈદિક જ્યોતિષમાં આ સ્થિતિને બુધ અને શનિનો ષડાષ્ટક યોગ કહે છે. બુધ અને શનિ આમ તો મોટાભાગની રાશિઓ માટે પ્રતિકૂળ રહી શકે છે પરંતુ 3 રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે. જાણો તે રાશિઓ કઈ કઈ છે.
મિથુન રાશિ

મિથુન રાશિવાળાએ આ સમય દરમિયાન સતર્કતા વર્તવી જોઈએ. આ ષડાષ્ટક યોગની સ્થિતિમાં તમારી સોચ અને નિર્ણય પ્રભાવિત થઈ શકે છે. વિવાદ, ગેરસમજ થઈ શકે છે. આર્થિક મામલાઓમાં આકસ્મિક ખર્ચા, બાધાઓ આવી શકે છે. સ્વાસ્થ્યમાં તણાવ, પાચન સંબંધિત સમસ્યા કે માથાનો દુખાવો થઈ શકે છે.
ઉપાય- બુધના મંત્ર ‘ॐ बुं बुधाय नमः’ નો જાપ કરો. જો કુંડળીમાં બુધ પહેલેથી જ પીડિત હોય તો પન્નો ધારણ કરો. બુધવારે દાન, ખાસ કરીને લીલા શાકભાજીનું દાન કરો. ‘ॐ ह्रीं शं शनैश्चराय नमः’ મંત્રનો પણ જાપ કરો.
કન્યા રાશિ

કન્યા રાશિના જાતકોને આ યોગના કારણે વર્ક પ્લેસ, ફેમિલી અને હેલ્થના મોરચે પડકારો જોવા મળી શકે છે. કામ સમયસર પૂરા ન પણ થાય. સહયોગીઓ કે સહકર્મીઓ સાથે મતભેદ થઈ શકે. ઘર પર અસમંજસ અને તણાવ વધી શકે. માનસિક રીતે બેચેની અને અનિન્દ્રાની સમસ્યા થઈ શકે.
ઉપાય- ગાયને લીલો ચારો નાખો ખાસ કરીને બુધવારે. ભોજનમાં લીલા રંગના શાકભાજી સામેલ કરો. શનિ મંત્ર ‘ॐ शं शनैश्चराय नमः’ ના જાપ કરો.
કુંભ રાશિ

કુંભ રાશિવાળાને પણ આ સમય દરમિયાન ભાવનાત્મક, અનિશ્ચિતતા અને આર્થિક બાધાઓનો સામનો કરવો પડી શકે છે. યોજનાઓ ખોરવાઈ શકે છે. ભાગીદારી અને કરારમાં ગૂંચવણ આવી શકે છે. સ્વાસ્થાયના દ્રષ્ટિકોણથી થાક અને પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
ઉપાય- બુધવારે સવારે ન્હાઈને લીલા વસ્ત્રો ધારણ કરો. ભગવાન વિષ્ણુ સમક્ષ બેસીને મંત્ર જાપ કરો. (મંત્રોનો જાપ રુદ્રાક્ષની માળાથી કરો). શનિવારે કાળા તલ અને લાલ વસ્ત્રો તથા લોઢાની વસ્તુઓનું દાન કરો.
Disclaimer:

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos




