ચોમાસાની વિદાય પહેલા ગુજરાત થશે પાણી-પાણી! ચક્રવાતના કારણે આ તારીખ સુધી વરસાદની આગાહી
Gujarat Rain Forecast: હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે. બે દિવસ બાદ વરસાદની તીવ્રતામાં ઘટાડો જોવા મળશે. હાલ ગુજરાતના તાપમાનમાં પણ કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની શક્યતા દેખાઈ રહી છે. આગામી ત્રણથી ચાર દિવસમાં રાજ્યના અન્ય જિલ્લામાંથી પણ ચોમાસું વિદાય લઈ શકે છે. દરિયાકાંઠે DC-1 સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

અરબ સાગરમાં સક્રિય શક્તિ વાવાઝોડું હવે નબળું પડ્યું છે. ચક્રવાત શક્તિ દ્વારકા-નલિયાથી 900 કિમી દૂર છે. ચક્રવાતમાંથી આજે ડિપ્રેશનમાં પરિવર્તિત થશે, આ ચક્રવાતની અસરથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર- કચ્છમાં હળવા વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આ ચક્રવાતના કારણે 10 ઓક્ટોબર સુધી વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. વાવાઝોડાની અસર ગુજરાતમાં ઓછી થઈ શકે છે. અરબ સાગરમાં સક્રિય થયેલું 'શક્તિ' વાવાઝોડું હવે ધીમું પડીને નબળું થઈ રહ્યું છે અને ટૂંક સમયમાં જ તે ડીપ ડિપ્રેશનમાં રૂપાંતરિત થઈ જશે. પૂર્વીય અને ઉત્તરપૂર્વીય ભારતમાં પણ સિસ્ટમ એક્ટિવ થઇ છે. પૂર્વીય ઉત્તર પ્રદેશ, ઉત્તરપૂર્વીય બિહાર અને આસામમાં ઉપરના હવાના જથ્થામાં ચક્રવાતી પરિભ્રમણ હાજર છે. આને કારણે, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 8 ઓક્ટોબર સુધી વરસાદ પડશે.

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળ ઉપસાગરના ભેજ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. ચોમાસાની વિદાય વચ્ચે રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહીના પગેલ મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં આજે સવારથી વરસાદી ઝાપટા પડ્યા છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરી છે.

આજે અમદાવાદમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સાવધાનીના પગલાં રૂપે દરિયાકાંઠે 40 થી 50 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી એલર્ટ છે અને તેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

7 અને પરમ દિવસે 8 તારીખ એમ બે દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. ખાસ કરીને આની અસર કચ્છના દરિયાકાંઠાના તાલુકાઓ (કંડલા, માંડવી, મુંદ્રા, ગાંધીધામ, નલિયા) અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો (દ્વારકા, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ) માં વધુ જોવા મળી શકે છે. આ વિસ્તારોમાં મધ્યમથી ભારે ઝાપટાં પડવાની સંભાવના છે. આ ઉપરાંત, મધ્યપ્રદેશની બોર્ડર ને લાગુ અમુક વિસ્તારો અને ઉત્તર ગુજરાતમાં પણ છૂટાછવાયા ઝાપટા પડી શકે છે.
Trending Photos




