દિવાળી ટાણે વરસાદનું વિઘ્ન! આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

Gujarat Weather Forecast: દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યાં ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં આગામી સાત દિવસ એટલે કે 17મી ઓક્ટોબરથી 23મી ઓક્ટોબર દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. 

1/5
image

ગુજરાતમાં દિવાળીના તહેવારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે આગામી 20 ઓક્ટોબરથી 22 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા સ્થળોએ વરસાદને લઈને આગાહી કરી છે. રાજ્યમાં ચોમાસાની વિદાય સમયે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે વરસાદ વરસ્યો છે. જેમાં સુરતના જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા માંડવી સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ થયો છે. 

2/5
image

18 ઓક્ટોબર 2025ના રોજ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને કેરળ-કર્ણાટક કિનારે લક્ષદ્વીપ પર નીચા દબાણ સર્જાઈ શકે છે. જે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે, ત્યારે આગામી 48 કલાકમાં ડિપ્રેશનમાં તીવ્ર બનવાની સંભાવના છે.  

3/5
image

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 20, 21 અને 22 ઓક્ટોબર 2025 એટલે કે, દિવાળી અને બેસતું વર્ષના દિવસે દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ વરસાદની સંભાવના છે. જેમાં નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 

4/5
image

બીજી તરફ આગાહીકાર અંબાલાલ પટેલની ખુબ જ ડરામણી આગાહી સામે આવી છે. અંબાલાલનુ અનુમાન છે કે 26 ઓક્ટોબર બાદ બંગાળની ખાડીમાં ભારે ચક્રવાત સર્જાશે. ચક્રવાતની અસરને પગલે હવામાનમાં પલટો આવશે. 30 ઓકટોબર સુધીમાં માવઠું થવાની શક્યતા છે. 

5/5
image

અંબાલાલ પટેલની આગાહી અનુસાર દિવાળી બાદ ગુજરાત પર ફરી ચક્રવાતનો ખતરો જોવા મળી શકે છે. અંબાલાલ પટેલે ઓકટોબરના અંતમાં ચક્રવાતની આગાહી કરવામાં આવી છે. 26 ઓકટોબર બાદ બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાશે. ચક્રવાતની અસરને પગલે હવામાનમાં પલટો આવશે. 30 ઓકટોબર સુધીમાં માવઠું થવાની શક્યતા છે. આ ઉપરાંત રાજ્યમાં 23 ઓકટોબરથી ઠંડા પવન ફૂંકાવવાની પણ શક્યતા છે.