દિવાળીના તહેવારોમાં માવઠું રંગમાં પાડશે ભંગ! આગામી 7 દિવસ આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Gujarat Weather Forecast: વરસાદે નવરાત્રિના કેટલાક નોરતા તો બગાડ્યા છે. હવે દિવાળી પણ બગડવાની છે. આગામી દિવાળી, બેસતું વર્ષ, ભાઈબીજ જેવા તહેવારોમાં કમોસમી વરસાદ ખાબકે તેવી શકયતા સેવાઈ રહી છે. દિવાળીના તહેવારોમાં વરસાદ રંગમાં ભંગ પાડશે! હજી ગત અઠવાડિયા સુધી વરસાદ ગુજરાતમાં વરસીને સત્તાવાર રીતે વિદાય લઈ ચુક્યો છે. ત્યારે હવે ફરીથી માવઠાના સ્વરૂપે વરસીને લોકોનાં તહેવારની મજા બગાડવા આવી રહ્યો છે. માવઠું થશે તો ખેડૂતોને ખૂબ નુકસાન થશે તેમાં નવાઈ નહીં. હવામાન વિભાગે દિવાળીના તહેવારોમાં કમોસમી વરસાદથી તહેવાર ટાણે રંગમાં ભંગ પાડે તેવી શકયતા વ્યક્ત કરી છે.

1/5
image

દિવાળી અને નવા વર્ષના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે હવે નવરાત્રિના કેટલાક નોરતા તો બગાડ્યા બાગ દિવાળી પણ બગડવા માટે વરસાદ ફરીથી માવઠાના સ્વરૂપે વરસીને લોકોનાં તહેવારની મજા બગાડવા આવી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં સાત દિવસમાંથી કેટલાક દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આ સાથે બે દિવસ બાદ લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીના વધારાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે.

2/5
image

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, 16 ઓક્ટોબરના રોજ નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદ પડી શકે છે. આ જગ્યાઓ પર છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે. આ ઉપરાંતના તમામ વિસ્તારોમાં શુષ્ક હવામાન રહેશે. 17મી ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની આગાહી છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદની આગાહી કરાઈ છે. આ જગ્યાઓ પર છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે. આ ઉપરાંતના તમામ વિસ્તારોમાં શુષ્ક હવામાન રહેશે.

3/5
image

18 ઓક્ટોબરના રોજ અમરેલી, ગીર સોમનાથ, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી કરાઈ છે. આ જગ્યાઓ પર છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે. આ ઉપરાંતના તમામ વિસ્તારોમાં શુષ્ક હવામાન રહેશે. 19મી ઓક્ટોબરના રોજ ગીર સોમનાથ, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી કરાઈ છે. આ જગ્યાઓ પર છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે. આ ઉપરાંતના તમામ વિસ્તારોમાં શુષ્ક હવામાન રહેશે.

4/5
image

અંબાલાલ પટેલની નવી આગાહી કહી છે કે, દિવાળીના તહેવારોના સમયમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સાથે કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે છે. 18 થી 30 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બની શકે છે. જેને કારણે દિવાળીના દિવસે વાદળછાયા વાતાવરણ સાથે પવન ફૂંકાશે. બેસતા વર્ષના દિવસે પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. નવેમ્બર ની શરૂઆતમાં ગુજરાતમાં માવઠું થઈ શકે છે. 

5/5
image

બેસાતા વર્ષ હવામાન બગડે શક્યતા રહે છે. નવેમ્બરની શરૂઆતમાં દેશના ઉત્તર પર્વતીય હિમ વર્ષાની શક્યતા જોવા મળી રહી છે. જેના બાદ 23 ઓક્ટોબરથી ઠંડા પવન ફુકાશે. નવેમ્બરની શરૂઆતમાં દેશના દક્ષિણ ભારતમાં ભારતથી અતિભારે વરસાદ થતાં ગુજરાતમાં વાદછાયુ વાતાવરણ રહેશે. આ દિવસોમાં માવઠું થવાની શક્યતા છે.