ડંકાની ચોટ પર આ તારીખથી ગુજરાતમાં આવશે મોટું સંક્ટ, અંબાલાલ કરતાં પણ ખતરનાક આગાહી !

Sat, 14 Dec 2024-6:57 pm,

જો 16 ડિસેમ્બરથી આ પવનની સ્પીડમાં ઘટાડો થઈ શકે છે અને ઠંડીમાં ત્રણ દિવસ આંશિક રાહત મળશે. જો કે 18 ડિસેમ્બરથી ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે. ઉતર તરફના પાડોશી દેશમાં બરફ વર્ષાને લીધે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ મજબૂત બનશે અને ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં તો ઠંડી રીતસરના ધ્રુજાવી દેશે.

આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી એવી છે કે ડિસેમ્બરના અંતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીમાં વધારો થશે. તાપમાન 12 ડિગ્રીથી નીચું જાય તેવી શક્યતા છે. 14-18 ડિસેમ્બરે બાંગાળના ઉપસગારમાં લો પ્રેશર બનતા ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા છે. તો 23 ડિસેમ્બરથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ગાત્રો થીજવતી ઠંડીની શક્યતા છે. 

અંબાલાલ પટેલે ડિસેમ્બરમાં ફેંગલ સિવાય વધુ એક વાવાઝોડાની આગાહી કરી છે. વાવાઝોડાના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય વધવા છતાં પણ ઠંડીની અસર જણાશે. 14થી 18 ડિસેમ્બરના બંગાળના ઉપાસાગરમાં બીજું એક લો પ્રેશર બનવાની શક્યતા રહે. જેની દક્ષિણ પૂર્વ તટ પર રહેશે. ગુજરાતનું વાતાવરણ ફરી બગડવાનું છે. ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ થવા જઈ રહી છે. જેની અસર જગતના તાત ખેડૂતો પર થશે. 

હવામાનના આ અપડેટથી રાજ્યના ખેડૂતોએ સાવધાન રહેવાની જરૂર છે. રાજ્યના ખેડૂતોને અસર કરતી મોટી ખબર આવી છે. ખેડૂતોનો પાક બરબાદ કરવા મોટું માવઠું આવી રહ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તેની આગાહી કરી છે. અંબાલાલ પટેલે શું આગાહી કરી છે તેના પર એક નજર કરીએ. 

તેમણે કહ્યું કે, ડિસેમ્બર મહિનામાં પણ હવામાનમાં પલટો આવશે. આગામી 48 કલાક સુધી ઠંડી રહેશે, પરંતુ 17 ડિસેમ્બર બાદ લઘુત્તમ તાપમાન ધીમે-ધીમે વધવા લાગશે. જો કે ઉત્તર ગુજરાત અને પંચમહાલના ભાગોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેશે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય વધીને 18 થી 20 ડિગ્રી સુધી જઈ શકે છે. 

અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, 16 થી 22 ડિસેમ્બર ગુજરાત તરફ વાદળો આવી શકે છે. જેનાથી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તેની અસરના ભાગરૂપે આગામી 17 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થશે. રાજ્યમાં તાપમાનમાં વધારો થઈ શકે છે. જોકે, સવારના સમયે ઠંડી યથાવત રહેશે.

ડિસેમ્બરમાં કમોસમી વરસાદની આગાહી કરતા તેમણે જણાવ્યું કે, આગામી 26 ડિસેમ્બર બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ બનવા જઈ રહી છે. જેને કારણે 26 થી 4 જાન્યુઆરી સુધી માવઠું આવી શકે છે. 4 જાન્યુઆરી બાદ ઠંડીમાં વધારો થઈ શકે છે. ઉત્તરાયણ આસપાસ પશ્ચિમ વિક્ષેપ આવતા ઠંડી વધશે. કેટલાક વિસ્તારોમાં માવઠું આવી શકે છે. જાન્યુઆરી માસ ઠંડો રહી શકે છે. એટલે કે આ મહિનામાં કાતિલ ઠંડી પડશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link