Travel Tips: દિવાળીની રજાઓમાં ફરવા જઈ શકાય એવી બેસ્ટ જગ્યા, વિદેશી હિલ સ્ટેશન પણ આ જગ્યા સામે લાગશે ફિક્કા

Travel Tips:દિવાળીના તહેવાર સમયે આવતી રજાઓમાં ઘણા લોકો ફરવા જવાનું વિચારતા હોય છે. જો તમે પણ આ વર્ષે દિવાળી પર ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો તો તમને આજે એક જોરદાર જગ્યા વિશે જણાવીએ. 
 

કુદરતી સૌંદર્ય

1/6
image

ઉત્તર પ્રદેશ તેના ઐતિહાસિક ધાર્મિક અને કુદરતી સૌંદર્ય માટે દુનિયાભરમાં ફેમસ છે. રામમંદિર, શ્રીકૃષ્ણની જન્મભુમી અને કાશીમાં બિરાજમાન મહાદેવ આ ભુમિની આધ્યાત્મિક ઓળખ છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા પહોંચે છે.   

એડવેન્ચરનો અનુભવ

2/6
image

જો કે યૂપીમાં ધાર્મિક સ્થળોની સાથે કેટલીક રત્ન સમાન છુપાયેલી જગ્યાઓ પણ છે. જેની સુંદરતા તમને મંત્રમુગ્ધ કરી દેશે. અહીં સોનભદ્ર તેની હરિયાળી અને સુંદર નજારા માટે જાણીતું છે. અહીંની શાંતિ, ઝરણા, પર્વત મનને શાંતિ, એડવેન્ચરનો અનુભવ એકસાથે કરાવે છે.   

લાકડાના હટ્સ

3/6
image

પીલીભીતમાં ચૂકા બીચ આવેલું છે. જે શારદા સાગર ડેમ કિનારે વસેલું અદ્ભુત પર્યટન સ્થળ છે. પીલીભીત ટાઈગર રિઝર્વ પાસે હોવાના કારણે અહીંનું વાતાવરણ પણ હરિયાળું અને શાંત છે. અહીં બ્લુ તળાવ, રેતી અને લાકડાના હટ્સ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે.   

મિની માલદીવ

4/6
image

ચૂકા બીચની સુંદરતા જોઈ તેને ભારતનું મિની માલદીવ કહેવામાં આવે છે. અહીંની સફેદ રેતી, ઝાડની છાંયા અને લાકડાના ઘર તમને ફિલ્મી નજારો લાગશે. આ જગ્યા કપલ્સ માટે બેસ્ટ છે. અહીં મિત્રો અને પરિવાર સાથે પણ વેકેશનમાં ફરવા આવી શકાય છે.   

ચુકા બીચ

5/6
image

સોશિયલ મીડિયા પર આ જગ્યાની તસવીરો અને વીડિયો વાયરલ થયા પછી મોટી સંખ્યામાં લોકો આ જગ્યાને એક્સપ્લોર કરવા પહોંચી રહ્યા છે. જો તમે પણ દિવાળીની રજાઓમાં કોઈ નવી જગ્યાની મુલાકાત તેવા માંગો છો તો આ જગ્યાએ વિશે વિચારી શકો છો.  

6/6
image