મોદી સરકારનો મોટો નિર્ણય, બેંકોમાં વધુ સુરક્ષિત રહેશે તમારા પૈસા, ખાસ વાંચો અહેવાલ

Aug 9, 2018, 01:58 PM IST

જો કોઈ એવો કાયદો બનાવવામાં આવે, જેનાથી બેંકોમાં રાખવામાં આવેલા તમારા રૂપિયા પર તમારો અધિકાર જ ન હોય તો શું થાય. આવું જ એક બિલ છે FRDI બિલ, જેના લાગુ થવાથી બેંકોમાં જમા રૂપિયા પર તમારો હક ખતમ થઈ શકે છે. 

1/7

જો કોઈ એવો કાયદો બનાવવામાં આવે, જેનાથી બેંકોમાં રાખવામાં આવેલા તમારા રૂપિયા પર તમારો અધિકાર જ ન હોય તો શું થાય. આવું જ એક બિલ છે FRDI બિલ, જેના લાગુ થવાથી બેંકોમાં જમા રૂપિયા પર તમારો હક ખતમ થઈ શકે છે. પરંતુ હવે મોદી સરકારે આ બિલને ફગાવી દીધુ છે. તેનાથી તમારા રૂપિયા બેંકોમાં સુરક્ષિત રહેશે અને તેના પર હક પણ તમારો જ રહેશે. હકીકતમાં મોદી સરકારે એક વિશેષ કાયદામાં ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે. હવે તમારા પૈસા વધુ સુરક્ષિત રહેશે. કારણ કે સરકાર બેંકોમાં જમા તમારા પૈસાની ગેરંટર છે. કાયદા મુજબ બેંક અને સરકાર બંને તમારા પૈસાની સુરક્ષા માટે બાધ્ય છે. 

2/7

શું છે સમગ્ર મામલો: વાસ્તવમાં સરકારે ફાઈનાન્શિયલ રેઝોલ્યુશન એન્ડ ડિપોઝિટ ઈન્શ્યોરન્સ (FRDI) બિલ 2017ને ટાળવાનો ફેસલો લીધો છે. આ એ જ બિલ છે જેને લઈને છેલ્લા કેટલાક દિવસોથી અનેક પ્રકારના અહેવાલો મીડિયામાં હતાં. મીડિયા રિપોર્ટ્સ મુજબ, જો આ બિલ પાસ થઈ જાય તો સરકારની બેંકોના ગેરેન્ટર તરીકેની જવાબદારી સંપૂર્ણપણે ખતમ થઈ જાત. અત્રે જણાવવાનું કે આ બિલથી બેંકોની ફાઈનાન્શિયલ હાલત ખરાબ હોવાના સંજોગોમાં બેંકોને ગ્રાહકોને પૈસા પાછા આપવાની ના પાડવાનો અધિકાર મળી જાત. આ સાથે જ બેંક તેના બદલે શેર કે બોન્ડ ઓફર કરી શકતી હતી. 

3/7

કેટલા સુરક્ષિત છે બેંકોમાં પૈસા: હાલના સમયમાં બેંકોમાં જમા સુરક્ષા ડિપોઝિટ ઈન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. બેંકોના મામલામાં DICGC એક ગ્રાહકના વધુમાં વધુ ફક્ત એક લાખ રૂપિયાની જ ગેરંટી આપે છે. આ નિયમ બેંકોની દરેક બ્રાન્ચ માટે લાગુ છે. 

4/7

ફક્ત મૂળ મૂડી સુરક્ષિત નહીં: બેંકોમાં કોઈ પણ એકાઉન્ટ હોલ્ડરની ફક્ત એક લાખ રૂપિયાની જમા પૂંજી સુરક્ષિત હોય છે. જેમાં મૂળ મૂડી અને વ્યાજ બંનેને સામેલ કરવામાં આવે છે. આ રીતે સમજી શકાય છે કે જો તમારી મૂળ મૂડી અને વ્યાજ ભેગુ મળીને એક લાખ રૂપિયા છે ત્યાં સુધી તો આ રકમ સુરક્ષિત છે પરંતુ જો ફક્ત મૂળ મૂડી જ એક લાખ રૂપિયા કરતા વધુ છે તો તે સુરક્ષિત નથી. 

5/7

અલગ અલગ બેંકોમાં રાખો પૈસા: જો તમે તમારા પૈસા સુરક્ષિત રાખવા માંગતા હોવ તો બેંકોમાં જમા કરાવતા પહેલા નક્કી કરો કે કેટલી અમાઉન્ટ જમા કરાવવાની છે. કારણ કે એક લાખથી ઉપરની રકમ સુરક્ષિત હોતી નથી. એટલે કે જો તમે તમારા પૈસા સુરક્ષિત રાખવા માંગતા હોવ તો અલગ અલગ બેંકોમાં પૈસા જમા કરાવવા જોઈએ. કોઈ એક બેંકમાં એક લાખ રૂપિયાથી વધુ અમાઉન્ટ ન રાખો. દરેક એકાઉન્ટમાં 90 હજાર કે 99000 રૂપિયા રોકાણ કરવાનો ફાયદો એ છે કે તમારી પૂરેપૂરી રકમ સુરક્ષિત રહેશે. 

6/7

શું છે FRDI બિલ: સરકારે આ બિલ બેંકોને ડિફોલ્ટ કરવાની સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર કર્યુ હતું. જે મુજબ જ્યારે બેંક ડિફોલ્ટ થાય તો તે સ્થિતિમાં બેંકમાં જમા પૈસા પર તમારાથી વધુ બેંકનો અધિકાર બની જાય છે. તે પોતાની સ્થિતિ સુધરે ત્યા સુધી તમારા રૂપિયા ચૂકવવાનો ઈન્કાર કરી શકત. આ સાથે જ પૈસાના બદલે તમને બોન્ડ, સિક્યોરિટીઝ કે શેર આપી શકત. બિલમાં 'બેલ ઈન' પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. બેલ ઈનનો અર્થ છે કે પોતાના નુકસાનની ભરપાઈ ઋણ લેનારાઓ કે જમાકર્તાઓના રૂપિયાથી કરવામાં આવે. બિલમાં બેલ ઈનથી બેંકોને આ અધિકાર પણ મળી જાત.

7/7

કેમ બિલ ઉડી ગયું: મીડિયા રિપોર્ટ્સ મુજબ સરકારે આ ફેસલો એટલા માટે લીધો છે કારણ કે દેશભરમાં બિલ પ્રત્યે લોકોમાં ગેરસમજ ફેલાઈ રહી હતી. લોકોને એવું લાગી રહ્યું હતું કે બિલ પાસ થઈને જો કાયદો બનશે તો બેંકોને ડિફોલ્ટ કરવા પર તેમના જમા પૈસા ડૂબી જશે. રિપોર્ટ મુજબ બિલને લઈને બેંક યુનિયનો અને પીએસયુ વિમા કંપનીઓએ પણ વિરોધ કર્યો હતો.