Scorpion King: મોહમંદ હામ્દી વિંછીઓ વડે બન્યો અમીર, 7 લાખમાં વેચે છે એક ગ્રામ ઝેર

આ વિચિત્ર શોક એક દિવસ તેમને આટલા અમીર અને સફળ બનાવી દેશે, તે વિશે તેમણે પોતે પણ વિચાર્યું ન હતું. એક ગ્રામ ઝેરના બદલામાં તેમને લગભગ 7 લાખ રૂપિયા મળે છે.  

ઇજિપ્ત: અજીબોગરીબ પેશનાને ફોલો કરીને પૈસા કમાનારની દુનિયામાં કોઇ કમી નથી. 25 વર્ષના મોહમંદ હામ્દી બોશ્તા  (Mohamed hamdy boshta) પણ એવા લોકોમાં સામેલ છે. ઇજિપ્તના રહેવાસી મોહમંદ હામ્દી બોશ્તા વિંછીનું ઝેર (scorpion venom) વેચે છે. આ વિચિત્ર શોક એક દિવસ તેમને આટલા અમીર અને સફળ બનાવી દેશે, તે વિશે તેમણે પોતે પણ વિચાર્યું ન હતું. એક ગ્રામ ઝેરના બદલામાં તેમને લગભગ 7 લાખ રૂપિયા મળે છે.  

શું કામમાં આવે છે ઝેર

1/7
image

ઇજિપ્તના રણ અને તટીય વિસ્તારોમાંથી વિછીં પકડવાના શોખના લીધે થોડા વર્ષો પહેલાં જ મોહમંદ હામ્દીએ આર્કિયોલોજીમાં ડિગ્રીનો અભ્યાસ છોડી દીધો હતો. તે વિછીંના ઝેર નિકાળે છે, જેનો ઉપયોગ દવાઓ બનાવવામાં થાય છે. 

મોટી કંપનીના માલિક

2/7
image

ફક્ત 25 વર્ષની ઉંમરમાં મોહમંદ હામ્દી 'કાયરો વેનોમ કંપની'ના માલિક બની ગયા છે. આ એક એવો પ્રોજેક્ટ છે જ્યાં અલગ-અલગ પ્રજાતિના 80,000 હજારથી વધુ વિંછી અને સાપ રાખવામાં આવે છે. આ સાપન અને વિંછીઓનું ઝેર કાઢીને દવા બનાવનાર કંપનીઓને વેચવામાં આવે છે. 

કેવી રીતે નિકાળવામાં આવે છે ઝેર

3/7
image

યૂવી લાઇટ (અલ્ટ્રાવોલેટ લાઇત)ની મદદથી પકડવામાં આવેલા વિંછીઓના ઝેરને કાઢવા માટે સામાન્ય ઇલેક્ટ્રિક શોક આપવામાં આવે છે. ઇલેક્ટ્રિક શોક લાગતાં જ વિંછીઓનું ઝેર બહાર આવી જાય છે અને તેને સ્ટોર કરી લેવામાં આવે છે. 

કેટલું કામનું છે એક ગ્રામ ઝેર

4/7
image

રોયટર્સના એક રિપોર્ટ અનુસાર વિંછીના એક ઝેરથી લગભગ 20,000 થી 50,000 સુધી એંટીવેનોમ ડોઝ બનાવવામાં આવી શકે છે. એંટીવેનોમ ડ્રગ તૈયાર કરતી વખતે વિંછીના ઝેરની કોન્ટેટીમાં એકદમ સાવધાની વર્તવામાં આવે છે. 

ક્યાં થાય છે ઝેરની સપ્લાઇ

5/7
image

મોહમંદ હામ્દી બોશ્તા વિંછીઓનું ઝેર યૂરોપ અને અમેરિકામાં સપ્લાય કરે છે, જ્યાં તેનો ઉપયોગ એંટીવેનમ ડોઝ અને હાઇપરટેંશન જેવી તમામ બિમારીઓની દવા બનાવવામાં કરવામાં આવે છે. વિછીંનું એક ગ્રામ ઝેર વેચતાં તેમને 10 હજાર યૂએસ ડોલર એટલે કે લગભગ 7 લાખ રૂપિયા મળે છે. 

કેમ મોંઘુ છે એંટીવેનોમ ડ્રગ

6/7
image

સેંટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેશનના રિપોર્ટ અનુસાર અમેરિકામાં દર વર્ષે લગભગ 80,000 લોકોને ઝેરી સાપ અને વિંછી કરડે છે. આ ઝેરી જીવો દ્વારા કરડતાં માણસને તાત્કાલિક સારવારની જરૂર પડે છે. પરંતુ દુર્ભાગ્યવશ એંટીવેનમ ડ્રગનું બજાર ખૂબ જ નાનું છે. કદાચ એટલા માટે આ દવાઓના ભાવ વધુ હોય છે. 

ઝેરી ડંખથી કેવી રીતે થાય છે મોત

7/7
image

ઝેરી જીવોના ઝેર માણસની બોડીમાં હાજર ટીશૂઝને ઝડપથી ડેમેજ કરે છે. તેમાં હેમરેજ અથવા રેસ્પિરેટરી અરેસ્ટની સમસ્યા વધી જાય છે. આ ઝેર એટલું દર્દનાક અને જીવલેણ હોય છે કે પળવારમાં માણસનું મોત નિપજે છે.