ગુજરાતથી બસ આટલા કલાક દૂર છે ચોમાસું, પહેલા વરસાદની રાહ જોનારાઓ માટે ખુશીના સમાચાર

ગુજરાતીઓ માટે મોટા રાહતના અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત હવે સાવ નજીક છે. ચોમાસાની એન્ટ્રી થતા જ આવતા સપ્તાહથી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ આવી ગઈ છે. 

Gujarat Monsoon Update : ગુજરાતીઓ માટે મોટા રાહતના અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત હવે સાવ નજીક છે. ચોમાસાની એન્ટ્રી થતા જ આવતા સપ્તાહથી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ આવી ગઈ છે. 
 

ચાર પાંચ દિવસમાં ગુજરાત આવી જશે ચોમાસું 

1/4
image

લેટેસ્ટ અપડેટ અનુસારના અહેવાલ મુજબ ગુજરાતમાં ચોમાસું ચારથી પાંચ દિવસમાં શરૂ થવાની શક્યતા છે. ગુજરાતમાં 15મી જૂનથી વરસાદનું જોર વધશે. 14થી 17 જૂન દરમિયાન થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગના તાજેતરના અહેવાલ મુજબ, ગુજરાતમાં ચોમાસું ચારથી પાંચ દિવસમાં પ્રવેશ કરશે. 

ચોમાસાની સિસ્ટમ એક્ટિવ થઈ 

2/4
image

ચોમાસાના આગમનની સાથે જ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી સપ્તાહથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદની સંભાવના છે, જેના કારણે પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. રાજ્યમાં આગામી સપ્તાહથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

3/4
image

આ વરસાદનું કારણ બંગાળની ખાડીમાંથી આવતી હવાની સિસ્ટમ છે, જે ઝારખંડ, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધી રહી છે. આ સિસ્ટમ અરબી સમુદ્રમાં પહોંચશે ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ તેની અસર જોવા મળશે.  

ગુજરાતમાં ક્યા ક્યા ભારેથી અતિભારે વરસાદની છે આગાહી

4/4
image

અગાઉના અહેવાલો અનુસાર, ગુજરાતના અમદાવાદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ખેડા, આણંદ, સુરત, ભરૂચ, તાપી, ડાંગ, વલસાડ અને નવસારી જેવા વિસ્તારોમાં વાદળોનું આગમન થઈ ચૂક્યું છે, જે ભારે વરસાદનો સંકેત આપે છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, ભાવનગર, બોટાદ અને રાજકોટમાં પણ વાદળોની હાજરી નોંધાઈ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વરસાદના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.