ગુજરાતમાં વાજતે-ગાજતે ચોમાસાની અન્ટ્રી, આગામી 5 દિવસ આ જિલ્લામાં કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી

Gujarat Monsoon 2025: ગુજરાતમાં ચોમાસાનો સત્તાવાર પ્રારંભ થઈ ગયો છે તેવી હવામાન વિભાગે માહિતી આપી છે. હવામાન વિભાગે સત્તાવાર ચોમાસાની જાહેરાત કરી છે. ગુજરાતમાં આગામી 24 કલાકમાં ચોમાસું સક્રિય થઈ જશે તેવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. સાથે જ તેમણે કયા કયા જિલ્લાઓમાં વરસાદ આવશે તેની પણ આગાહી કરી છે. આ સાથે જ અમદાવાદમાં પણ વરસાદનું આગમન થયું છે. 

ગુજરાતમાં ચોમાસાની થઈ એન્ટ્રી

1/7
image

હવામાન વિભાગે ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની જાહેરાત કરી છે. વિભાગના ડાયરેક્ટર એકે દાસે માહિતી આપતા કહ્યું કે, ગુજરાતમાં ચોમાસાંનું આગમન થયું છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનમાં કારણે વરસાદની આગાહી છે. 24 કલાકમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશ લો પ્રેશર બનશે. લો પ્રેશર વૉલમાર્ટ લો પ્રેશરમાં પરિવર્તિત થશે. 

હવામાન વિભાગની ક્યાં ક્યાં વરસાદની આગાહી

2/7
image

વેરાવળ, ભાવનગર અને વડોદરાથી ચોમાસાનું આગમન થયું છે. રાજ્યમાં આજથી 17 જૂન સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં આજે કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી છે. આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. સુરત, નવસારી, વલસાડ, અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદનું રેડ અલર્ટ અપાયું છે. સુરેન્દ્રનગર, પોરબંદર, જામનગર, ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે. આણંદ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે. 

અમદાવાદમાં વરસાદની આગાહી

3/7
image

હવામાન વિભાગે કહ્યું કે, આવતીકાલે મંગળવારે કચ્છ, ગીર સોમનાથ અને જૂનાગઢમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. 18 થી 22 જૂન રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. પવનની ગતિ 25/35 કિમી પ્રતિ કલાકની રહેશે. તો અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

આગામી 24 કલાકમાં ચોમાસું સક્રિય થશે

4/7
image

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, આગામી 24 કલાકમાં ચોમાસું ગુજરાતમાં સક્રિય થઈ જશે. આગામી 17 થી 19 જૂન દરમિયાન ભારે વરસાદ થઈ શકે છે. તેમણે કહ્યું કે, વિશ્વા વસુ નામનું સંવત્સર હોવાથી વાતાવરણમાં ગાજવીજ વધારે રહેશે. તેમજ કેટલાક ભાગોમાં વીજ પ્રપાત રહી શકે છે.  

આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

5/7
image

આગામી 24 કલાકમા પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ થઈ શકે છે. તો ખંભાત, વડોદરા કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. પંચમહાલના દાહોદ અને લીમખેડામાં વરસાદ આવશે. મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, પાલનપુર, થરાદ, વાવ, પાટણ, સાંતલપુર વગેરે ભાગોમાં વરસાદ થશે. અરવલ્લીમાં વરસાદ આવી શકે છે. 

આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી

6/7
image

અતિભારે વરસાદની આગાહીનું લિસ્ટ પણ અંબાલાલ પટેલે આપ્યું છે. તેમણે કહ્યું કે, 26 થી 30 માં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. ગુજરાતના કેટલાક ભાગોમાં નદીઓમાં પૂર આવશે. આહવા, ડાંગ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થશે. નવસારી, સુરતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જૂનાગઢ અને તેની આસપાસ ભારે વરસાદ થઈ શકે છે. તો રાજકોટમાં પણ ધોધમાર વરસાદ થઈ શકે છે. 

પરેશ ગોસ્વામીની આગાહી

7/7
image

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની ચોમાસાને લઇને આગાહી આવી છે. તેમણે કહ્યું કે, ઘણા સમયથી ચોમાસું નિષ્ક્રિય હતું તે ફરી સક્રિય થયું છે. ગુજરાતમાં નૈરૂત્યના ચોમાસાની શરૂઆત થઈ છે. અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા આવનારા 5 દિવસ રાજ્યમાં વારસાદની આગાહી આટલા જિલ્લામાં અતિભારે વરસાદ પડશે.