આ દિવસે જ ગુજરાતમાં વરસાદ કરશે ધમાકેદાર એન્ટ્રી! વલસાડના કપરાડામાં આજે મેઘો ધોધમાર, વહેલા ચોમાસાના સંકેત!

Gujarat Monsoon arrival Date: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વધુ સમયથી વરસાગ વરસી રહ્યો છે. આ બાદ સૌરાષ્ટ્ર પર પણ સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુંલેશના કારણે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. આજે વલસાડના કપરાડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી થયા છે. કમોસમી વરસાદના કારણે વિસ્તારના ખેડૂતો મુશ્કેલીઓ મુકાયા છે. બીજી બાજુ સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે. કપરાડાના સુથારપાડા, વિરક્ષેત્ર, માલઘર અને મહારાષ્ટ્રના બોર્ડર વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.

1/9
image

હવામાન વિભાગે આજે અને આવતીકાલે રાજ્યમાં છૂટાછવાયાં સ્થળે વરસાદની આગાહી કરી છે. ભારે પવન સાથે પડી શકે છે કમોસમી વરસાદ. વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર-હવેલીમાં છૂટાછવાયાં સ્થળોએ વરસાદ થવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ, જેમ કે રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.

2/9
image

રાજ્યમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે. અનેક જિલ્લાઓમાં તારાજી સર્જાઈ છે. ખાસ કરીને ઉનાળામાં આવેલા વરસાદે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. તેવામાં રાજકોટમાં પણ કમોસમી વરસાદથી તલ,મગ,બાજરી અડદ અને જુવાર જેવા પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. પશુપાલકોને ઘાસચારામાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું. ત્યારે જિલ્લા પંચાયત વિરોધ પક્ષના સદસ્ય મનસુખભાઈ સાકરીયાએ પત્ર લખીને તાત્કાલિક જિલ્લામાં સર્વે કરીને વળતર આપવાની માંગ કરી છે..30 ટકાથી ઓછું નુકસાન થયું હશે તો સર્વે નહીં કરવાનો અધિકારી પર આરોપ પણ લગાવ્યો છે..   

3/9
image

ભરઉનાળે વરસેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉનાળુ પાકમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે..જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં નુકસાન પહોંચ્યું છે. ભાવનગરમાં મીની વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકાતા ખેડૂતોના બાગાયતી પાકમાં સૌથી વધારે નુકસાન પહોંચ્યું છે. વાવાઝોડાના કારણે કેળના વૃક્ષોનો શૉથ વળી ગયો છે. ભારે પવન ફૂંકાવાના કારણે કેળના સેંકડો વૃક્ષો જમીન ઉપર ઢળી પડતા ખેડૂતોના મૉમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ખેડૂતો મહા મહેનતે દેવું કરીને વાવેતર કરતા હોય છે. ત્યારે સિઝન વગર પડેલા કોમોસમી માવઠાના મારથી ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. નુકસાનને લઈને ખેડૂતોની નજર સરકાર પર મડાઈ છે. ત્યારે યોગ્ય સર્વે કરવામાં આવે તો ખેડૂતોને મહદ અંશે રાહત મળી શકે તેમ છે..

4/9
image

આ વખતે ચોમાસુ જલદી બેસી જવાના એંધાણ છે કારણ કે તેના સંકેત મળવા લાગ્યા છે. ચોમાસુ મંગળવારે બંગાળની ખાડીના દક્ષિણ ભાગ અને નિકોબાર ટાપુઓ સુધી પહોંચી ગયું. ત્રણ ચાર દિવસમાં તે આગળ વધી શકે છે. તે 27મી મેના રોજ કેરળ પહોંચે તેવી શક્યતા છે. હવામાન વિભાગ (IMD)ના જણાવ્યાં મુજબ અનેક રાજ્યોમાં વહેલું ચોમાસુ બેસી શકે છે. છેલ્લા બે દિવસમાં નિકોબાર ટાપુઓમાં મધ્યમથી ભારે વરસાદ પડ્યો છે. 

આનાથી મળ્યા સંકેત

5/9
image

બંગાળની ખાડીના દક્ષિણ ભાગ, નિકોબાર ટાપુઓ અને આંદમાન સાગર ઉપર પશ્ચિમી પવનની તાકાત અને ઊંડાઈમાં વધારો થયો છે. આ ભાગોમાં આઉટગોઈંગ લોંગવેવ રેડિએશન (ઓએલઆર) ઘટ્યું છે. જે વાદળ છવાયેલા રહેવાના સંકેત છે. ઓએલઆર પૃથ્વીથી નિકળનારી ઉર્જાનું માપ છે. આ સ્થિતિઓ ચોમાસુ જલદી આવે તે તરફ ઈશારો કરી રહી છે. 

ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસુ

6/9
image

દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ 2025 તેના નિર્ધારિત સમયના ચાર દિવસ પહેલા 27 મેના રોજ કેરળ પહોંચે તેવી શક્યતા છે. કેરળમાં ચોમાસાના વહેલા આગમન સાથે, એવી આગાહી કરવામાં આવી છે કે તે ટૂંક સમયમાં વધુ આગળ જશે. IMD મુજબ, આ વખતે ચોમાસુ ગુજરાતમાં ચાર દિવસ વહેલું એટલે કે 10-11 જૂને પહોંચશે. તેની અસર ૧૨મી તારીખ સુધીમાં રાજ્યમાં દેખાશે. હવામાનશાસ્ત્રીઓ કહે છે કે સામાન્ય રીતે ચોમાસુ 1 જૂને કેરળ પહોંચે છે, પરંતુ આ વખતે 16 વર્ષ પછી તે વહેલું પહોંચી શકે છે. આ પહેલા 2009 માં કેરળમાં ચોમાસુ વહેલું બેઠું હતું. 

7/9
image

 નૈઋત્યનું ચોમાસુ મંગળવારે બંગાળની ખાડી, આદામાન સમુદ્ર, નિકોબાર ટાપુઓના દક્ષિણ ભાગોમાં તથા આંદામાન સમુદ્રના ઉત્તરના કેટલાક વિસ્તારોમાં આગળ વધ્યું. આઈએમડીએ જણાવ્યું કે આગામી 3-4 દિવસમાં દક્ષિણ અરબ સાગર અને દક્ષિણ બંગાળની ખાડીના મોટાભાગના ભાગોમાં ચોમાસુ આગળ વધે તેવી પરિસ્થિતિઓ અનુકૂળ છે. છત્તીસગઢમાં 15મી મે સુધી આંધી, વીજળી અને ભારે  પવન સાથે છૂટોછવાયાથી લઈને મધ્યમ વરસાદ પડી શકે છે. મધ્ય પ્રદેશમાં 16 મે સુધી વરસાદ પડશે. ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 14થી 15 મે, ગંગાના મેદાની પશ્ચિમ બંગાળમાં 14 મે અને ઝારખંડમાં 15-16 વચ્ચે વરસાદનું અનુમાન છે.   

8/9
image

કેરળમાં 27 મે સુધી વરસાદ આવે તેવી શક્યતા છે. આઈએમડી તે પહેલા ચોમાસુ સીઝનમાં સામાન્યથી વધુ વરસાદનું પૂર્વાનુમાન જતાવી ચૂકયું છે. તેણે અલ નીનોની સ્થિતિને ફગાવી દીધી છે. જે ભારતીય ઉપમહાદ્વીપમાં સામાન્યથી ઓછા વરસાદ સાથે જોડાયેલી છે. ભારતના કૃષિ ક્ષેત્ર માટે ચોમાસુ સંજીવની છે. આ ક્ષેત્ર 42 ટકા વસ્તીને આજીવિકા આપે છે અને દેશની જીડીપીમાં લગભગ 18 ટકા યોગદાન આપે છે. 

16 વર્ષ બાદ સમય પહેલા ચોમાસુ

9/9
image

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સામાન્ય રીતે એક જૂનની આસપાસ કેરળમાં દસ્તક દે છે. જો આ વર્ષે તે સમય પહેલા પહોંચે તો 2009 બાદ પહેલીવાર આવું બનશે. 2009માં 23મી મેના રોજ કેરળમાં ચોમાસુ બેઠું હતું. ભારતમાં ચોમાસાના આગમનની અધિકૃત જાહેરાત જ્યારે તે કેરળ પહોંચે ત્યારે થાય છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ 8 જુલાઈ સુધી સમગ્ર દેશમાં ફેલાઈ જાય છે અને 17 સપ્ટેમ્બરથી ઉત્તર પશ્ચિમ ભારતથી ધીરે ધીરે પાછું ફરવા લાગે છે.