Monthly Horoscope: 6 રાશિના જાતકો માટે શાનદાર રહેશે નવેમ્બર, જાણો તમારા માટે કેવો રહેશે આ મહિનો

Monthly Horoscope november 2021 (By Astro Friend Chirag – Son of Astrologer Bejan Daruwalla):  નવેમ્બર મહિનો દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે તે ખાસ જાણો.     

1/12
image

મેષ: ગણેશજી કહે છે, આ મહિનો તમારા માટે ખૂબ જ સાર્થક સાબિત થશે. આર્થિક સ્થિતિ પહેલાંથી વધારે મજબૂત થશે. હ્રદયની જગ્યાએ દિમાગથી કામ લેવું. ભવિષ્યને લઇને કોઇ યોજના બનાવો જે ખૂબ જ પોઝિટિવ રહેશે. પતિ-પત્નીના સંબંધ સામાન્ય રહેશે.  સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.  

2/12
image

વૃષભ: ગણેશજી કહે છે, પરિવાર સાથે કોઇ સારા સ્થાને ફરવા જવાનો પ્રોગ્રામ બનશે. ભવિષ્ય માટે થોડી નવી યોજનાઓ પણ બનશે અને તેના ઉપર અમલ પણ કરશો. તમારો ઈશ્વર પ્રત્યે વિશ્વાસ વધશે. કાર્યક્ષેત્રમાં તમારા આત્મબળને વધારે મજબૂત જાળવી રાખવાની જરૂરિયાત છે. પારિવારિક વાતાવરણ સુખમય રહેશે.  

3/12
image

મિથુન: ગણેશજી કહે છે, તમારી મહેનત અને પરિશ્રમનું પૂર્ણ ફળ તમને મળશે. તમારી રચનાત્મક પ્રતિભા લોકો સામે આવશે. ઓનલાઇ શોપિગ કરતી સમયે સાવધાની જાળવો, કોઇ પ્રકારની દગાબાજી થઇ શકે છે. પરિવાર, જીવનસાથી અને બાળકો સાથે સમય ખૂબ જ આનંદદાયક પસાર થશે.  

4/12
image

કર્ક: ગણેશજી કહે છે, વ્યક્તિગત લાભને લગતાં કાર્યો પૂર્ણ કરવા માટે આ સમય ખૂબ જ યોગ્ય છે. તમારી પ્રતિભા અને યોગ્યતાના બળે તમને ધન પ્રાપ્ત થશે. કોઇ પણ કાગળિયા ઉપર સહી કરતાં પહેલાં તેને યોગ્ય રીતે વાંચી લેવા. ઘરનું વાતાવરણ સુખમય તથા અનુસાસિત જળવાયેલું રહેશે. ઘરમાં લગ્નને લગતી કોઇ યોજના બનશે.  

5/12
image

સિંહ: ગણેશજી કહે છે, આ મહિને થોડી આશ્ચર્યજનક ઘટનાઓ સામે આવી શકે છે. નવા-નવા સંપર્ક બનશે. કોઇ પારિવારિક આયોજન પણ સંપન્ન થઇ શકે છે. વિદ્યાર્થીઓ કોઇ પ્રતિયોગી પરીક્ષામાં આત્મવિશ્વાસથી સફળતા પ્રાપ્ત કરશે. પતિ-પત્ની વચ્ચે સંબંધ સારા જળવાયેલાં રહેશે. માતા-પિતાની સેવામાં તમારું વિશેષ યોગદાન રહેશે.  

6/12
image

કન્યા: ગણેશજી કહે છે, તમે હિંમત અને સાહસથી ભરપૂર રહેશો. આર્થિક સ્થિતિમાં સુધાર આવશે તથા તમે તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે કોઇપણ રીત અપનાવીને સફળતા પ્રાપ્ત કરશો. બાળકો પોતાના અભ્યાસ પ્રત્યે એકાગ્ર રહેશે. ઘરનું વાતાવરણ સુખદ રહેશે. પારિવારિક જીવનમાં સુખ વધશે.  

7/12
image

તુલા: ગણેશજી કહે છે, આ મહિનો થોડો મિશ્રિત ફળ આપનાર હોઇ શકે છે. પ્રભાવશાળી લોકો સાથે હળવા-મળવાનું થશે. મહિલાઓ માટે આ મહિનો સૌભાગ્યદાયક પરિસ્થિતિઓ લાવી રહ્યો છે. બેંકિંગ સેક્ટર સાથે જોડાયેલાં કાર્યોમાં ફાયદો થશે. લગ્ન યોગ્ય વ્યક્તિઓની જીવનસાથીની શોધ પૂર્ણ થશે.  

8/12
image

વૃશ્ચિક: ગણેશજી કહે છે, કઇંક અનોખું કે નવું કરવાની ધુન તમારા ઉપર સવાર થશે. રૂપિયા-પૈસાના મામલે ભાગ્યશાળી રહેશો. કોર્ટ કેસને લગતાં કાર્યોમાં સફળતા મળશે. બોસ અને અધિકારીઓ સાથે સંબંધ ખરાબ થઇ શકે છે. પરિવાર સાથે તહેવારની તૈયારીઓમાં વ્યસ્ત રહેશો. પતિ-પત્ની વચ્ચે ગેરસમજ દૂર થશે.

9/12
image

ધનુ: ગણેશજી કહે છે, મહિનાની શરૂઆતમાં પરેશાનીઓ તો આવશે, પરંતુ તમે તમારા પોઝિટિવ વિચારથી આગળ વધશો તથા પરિસ્થિતિઓને તમારા પક્ષમાં કરવામાં સક્ષમ રહેશો. તમારા હાથે લોક કલ્યાણના કાર્યો સંપન્ન થશે. પતિ-પત્ની મળીને ઘરના વાતાવરણને સારું જાળવી રાખવામાં સક્ષમ રહેશે.  

10/12
image

મકર: ગણેશજી કહે છે, આ મહિને તમે દરેક કાર્યને ખૂબ જ સમજી-વિચારીને તથા મનથી કરશો અને સફળતા પણ પ્રાપ્ત કરશો. મહિનાના બીજા સપ્તાહમાં કોઇ પ્રકારના ધનને લગતું નુકસાન થવાની આશંકા બની રહી છે. પ્રેમ સંબંધોને લગ્નમાં બદલવા માટે પરિવાર સાથે વાત કરવાનો યોગ્ય સમય છે.  

11/12
image

કુંભ: ગણેશજી કહે છે, રૂપિયા-પૈસાની દૃષ્ટિએ આ સમય તમારા પક્ષમાં છે. ધાર્મિક તથા સામાજિક ગતિવિધિઓમાં તમારી હાજરી મહત્ત્વપૂર્ણ રહેશે. વિદ્યાર્થીઓના અભ્યાસમા વિઘ્ન ઊભું થઇ શકે છે. નોકરીમાં તમારા લક્ષ્ય પ્રત્યે એકાગ્ર રહો. ઘરમાં તમારું માન-સન્માન તથા વર્ચસ્વ જળવાયેલું રહેશે. પતિ-પત્નીમાં તાલમેલનો અભાવ રહેશે.    

12/12
image

મીન: ગણેશજી કહે છે, તમારા હાથે ધાર્મિક કાર્યો પૂર્ણ થશે. ઘરમાં નાની-મોટી પાર્ટીનું આયોજન થઇ શકે છે. આર્થિક મામલે સ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે નહીં. દાંપત્ય જીવન સુખયમ રહેશે. પ્રેમ સંબંધોમાં કોઇ પ્રકારની કટુતા અને અંતર આવી શકે છે. કોઇ જૂના રોગથી છુટકારો મળી શકે છે.