Most Unlucky Zodiac Sign : જ્યોતિષમાં આ રાશિઓને માનવામાં આવે છે દુર્ભાગ્યશાળી, ઠોકરો ખાયને પસાર થાય છે જીવન, કારણ પણ જાણી લો

Unlucky zodiac signs: વ્યક્તિનું જીવન કઈ રીતે પસાર થશે તે ઘણા પાસાઓ પર નિર્ભર કરે છે. તેમાં વ્યક્તિના કર્મોની મહત્વની ભૂમિકા હોય છે. પરંતુ જ્યોતિષમાં સૌભાગ્ય અને દુર્ભાગ્યનું પણ મહત્વ આપવામાં આવ્યું છે. તે અનુસાર કેટલીક રાશિના જાતકો અનલકી હોય છે.
 

1/6
image

Most Unlucky zodiac signs: જ્યોતિષમાં કેટલીક રાશિઓને અનલકી માનામાં આવી છે. તેની પાછળનું કારણ પણ જણાવવામાં આવ્યા છે. પરંતુ જાતકના કર્મ, તેનું આચરણ, મહેનત તેના જીવનનું નિર્ધારણ કરે છે. પરંતુ ઘણીવાર લોકોને મહેનત અને ટેલેન્ટ હોવા છતાં ધારી સફળતા મળતી નથી. આવો જાણીએ કઈ-કઈ રાશિઓને દુર્ભાગ્યશાળી માનવામાં આવે છે.  

કર્ક રાશિ

2/6
image

કર્ક રાશિના લોકો ખૂબ કાળજી રાખનારા હોય છે પરંતુ ક્યારેક તેઓ ખૂબ જ મૂડી અને ચીકણા સ્વભાવના હોય છે. તેઓ ભય અને ભૂતકાળના પડછાયામાં પણ જીવે છે, જેના કારણે તેઓ તેમના માર્ગમાં આવતી તકો ગુમાવે છે. તેઓ ભાવનાત્મક ઉતાર-ચઢાવનો પણ ભોગ બને છે. આ કારણે, ઘણી વખત તેઓ જીવનમાં ઇચ્છિત વસ્તુઓ પ્રાપ્ત કરી શકતા નથી.

વૃશ્ચિક

3/6
image

વૃશ્ચિક રાશિના જાતક સમજ્યા-વિચાર્યા વગર કામ કરનાર હોય છે. સાથે તે ભાવુક પણ હોય છે. તેથી ખુદ જ મુશ્કેલીને આમંત્રણ આપે છે. આ સિવાય બીજાની ઈર્ષ્યા કરી પોતાનું જીવન વધુ મુશ્કેલ બનાવે છે. તે પોતાના જીવનમાં ઘણા પડકારોનો સામનો કરે છે.

મકર રાશિ

4/6
image

મકર રાશિના જાતકો મહેનતી હોય છે. શનિના આધિપત્યને કારણે તેના જીવનમાં ઘણા પડકારો આવે છે. તે ખુબ પ્રોટેક્ટિવ હોય છે અને આ કારણે જોખમ લેવાથી ડરે છે. જેથી સારી તક પણ ગુમાવી દેતા હોય છે.

મીન રાશિ

5/6
image

મીન રાશિવાળા દયાળુ, કલ્પનાશીલ અને ખુબ સંવેદનશીલ હોય છે. આ કારણે તે તર્કની જગ્યાએ દિલનું સાંભળે છે અને ખોટા નિર્ણયો લે છે. સાથે ભ્રમમાં જીવે છે. આ કારણે તેને દુર્ભાગ્યશાળી લોકોની શ્રેણીમાં રાખવામાં આવે છે.

સકારાત્મક બનો

6/6
image

જીવનને લઈને સૌથી યોગ્ય દ્રષ્ટિકોણ છે સકારાત્મક બનો. ખુદ પર વિશ્વાસ રાખો અને આગળ વધો. પોતાની તક શોધો અને વધુમાં વધુ લાભ ઉઠાવવાનો પ્રયાસ કરો. સફળ થવાની અસલી ચાવી આ જ છે.

 

ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.