મોતીલાલ ઓસ્વાલ અને રામદેવ અગ્રવાલનું મોટું રોકાણ, આ ફાસ્ટ ડિલિવરી કંપનીમાં કર્યું 100 મિલિયન ડોલરનું ઈનવેસ્ટ
Invest: મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસીસના સ્થાપક મોતીલાલ ઓસ્વાલ અને રામદેવ અગ્રવાલે ફાસ્ટ ડિલિવરી કંપનીમાં 50-50 મિલિયન ડોલર (કુલ 100 મિલિયન ડોલર)નું રોકાણ કર્યું છે.
Invest: મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસીસના સ્થાપક અને રામદેવ અગ્રવાલે આ ડિલિવરી કંપનીમાં કુલ 100 મિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. આ સોદો ઝેપ્ટો(Zepto)ના શરૂઆતના કેટલાક વિદેશી રોકાણકારો પાસેથી શેર ખરીદીને કરવામાં આવ્યો છે. કંપની 2025 ના અંતમાં અથવા 2026 ની શરૂઆતમાં IPO લાવે તે પહેલાં 50% થી વધુ ભારતીય માલિકી હાંસલ કરવાનું લક્ષ્ય રાખે છે. ઝેપ્ટોના પ્રવક્તાએ આ સમાચાર માટે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
ખાનગી પોર્ટલના અહેવાલ મુજબ, ઝેપ્ટો(Zepto) ભારતીય લિસ્ટિંગ નિયમોનું પાલન કરવા માટે જાન્યુઆરી 2026 માં તેનું મુખ્ય મથક સિંગાપોરથી બેંગલુરુ ખસેડશે. ઓગસ્ટ 2024માં કંપનીનું મૂલ્યાંકન $5 બિલિયન હતું, અને આ વ્યવહાર આ મૂલ્યાંકન પર થયો છે.
મોતીલાલ ઓસ્વાલની કંપની પણ અલગથી $250 મિલિયનના બીજા રાઉન્ડમાં આગળ છે. આમાં એડલવાઈસ અને હીરો ફિનકોર્પ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. તમામ કાનૂની ચકાસણી પૂર્ણ થયા પછી જૂન 2025 માં આ સોદાની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે.
અગાઉના ભંડોળના તબક્કા: ઝેપ્ટોએ નવેમ્બર 2024 માં મોતીલાલ ઓસ્વાલની ખાનગી સંપત્તિ ટીમ અને ભારતીય શ્રીમંત પરિવારોની ભાગીદારી સાથે $350 મિલિયન એકત્ર કર્યા હતા. આ ભંડોળ પછી, કંપનીની 30% માલિકી ભારતીયો પાસે આવી. તે જ સમયે, ઝેપ્ટોના સહ-સ્થાપક અદિત પાલિચા અને કૈવલ્ય વોહરા કંપનીના 20% શેર ધરાવે છે.
ઝેપ્ટો ભારતીય ક્વિક કોમર્સ સેક્ટરમાં JioMart અને Blinkit જેવા હરીફો સાથે સ્પર્ધા કરી રહી છે. સ્થાનિક રોકાણકારોને આકર્ષીને કંપની IPO સમયે બજારમાં મજબૂત સ્થાન મેળવશે તેવી અપેક્ષા છે.
(Disclamar: Zee 24 કલાક ફક્ત માહિતી આપે છે, આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ કરવું જોખમી છે. કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો.)
Trending Photos