7 એકરમાં ફેલાયેલું છે મહેંદ્ર સિંહ ધોનીનું 'કૈલાશપતિ', જાણો તેની ખૂબીઓ

ટીમ ઇન્ડીયના પૂર્વ કેપ્ટન મહેંદ્ર સિંહ ધોની સફળતા અને લોકપ્રિયતા બંનેના શિખર પર છે. આઇપીએલ 2018માં બે વર્ષના પ્રતિબંધ બાદ પરત ફરેલી, જેને 'ઘરડાં'ની ટીમ કહેવામાં આવતી હતી, તેણે ધોનીને ત્રીજીવાર ખિતાબ જીત્યો છે.

1/10
image

ટીમ ઇન્ડીયના પૂર્વ કેપ્ટન મહેંદ્ર સિંહ ધોની સફળતા અને લોકપ્રિયતા બંનેના શિખર પર છે. આઇપીએલ 2018માં બે વર્ષના પ્રતિબંધ બાદ પરત ફરેલી, જેને 'ઘરડાં'ની ટીમ કહેવામાં આવતી હતી, તેણે ધોનીને ત્રીજીવાર ખિતાબ જીત્યો છે. આઇપીએલ 2018નો ખિતાબ જીતવાની સાથે જ મહેંદ્ર સિંહ ધોની પોતાની પત્ની સાક્ષી અને પુત્રી જીવા સાથે પોતાના હોમ ટાઉન રાંચી પહોંચી ગયા છે. રાંચીમાં ધોનીના સાડા સાત એકરમાં ફેલાયેલું ફાર્મ હાઉસ છે, જ્યાં તે ઇગ્લેંડના પ્રવાસ પહેલાં પોતાની પત્ની અને પુત્રી સાથે સમય વિતાવી રહ્યો છે. ધોનીના આ ફાર્મ હાઉસનું નામ 'કૈલાશપતિ' છે.

2/10
image

મહેંદ્ર સિંહ ધોનીનું આ ફાર્મ હાઉસ એટલું સુંદર છે કે કોઇ પણ તેનાથી ઇંપ્રેસ થઇ જાય. આવો ધોનીના આ ફાર્મ હાઉસની ખૂબીઓ અને પ્રાકૃતિક સુંદરતા વિશે તમને જણાવીએ. ધોની, મોટાભાગે પોતાનો સમય આ ફાર્મ હાઉસમાં વિતાવે છે. ટીમ ઇન્ડીયના લગભગ બધા ક્રિકેટર આ હાઉસમાં આવીને તેની સુંદરતા પર મોહિત થઇ ગયા છે. 

3/10
image

આજે મહેંદ્ર સિંહ ધોની નિસંદેહ દેશમાં લીજેંદ અને સૌથી લોકપ્રિય ખેલાડી છે. જાહેરાતની દુનિયામાં પણ ધોની આજે પણ સૌથી વધુ વેચાનાર બ્રાંડ છે. રાંચીના રિંગ રોડ પર ધોનીનું 'કૈલાશપતિ ફાર્મ હાઉસ' બનાવેલું છે.  

4/10
image

આ ભવ્ય ફાર્મ હાઉસને બનાવવામાં ત્રણ વર્ષનો સમય લાગ્યો છે. હરિયાળી પ્રત્યે ધોનો પ્રેમ તેના ફાર્મ હાઉસ પરથી દેખાઇ છે. 'કૈલાશપતિ''માં તે દરેક વસ્તુ ભવ્ય અને શાહી છે.  

5/10
image

આ ફાર્મ હાઉસમાં ઇન્ડોર સ્ટેડિયમ છે, સ્વીમિંગ પૂલ છે, નેટ પ્રેક્ટિસિંગ મેદાન છે, અલ્ટ્રા મોર્ડન જિમ છે, આ ફાર્મ હાઉસના હરમૂ રોડ પર બનેલા પહેલા ઘરથી 20 મિનિટની ડ્રાઇવ પર છે. આ પહેલાં ધોનીએ પોતાનું બાળપણ મૈકોન કોલોનીમાં નાના-નાના રૂમમાં પસાર કર્યું છે. 

6/10
image

મહેંદ્ર સિંહ ધોનીના ક્રિકેટ કેરિયરમાં સફળતા પ્રાપ્ત કર્યા બાદ આ મકાન છોડીને 2009માં હરમૂ રોડ પર ત્રણ માળનું મકાન ખરીદ્યુ હતું. અહીં ધોની લગભગ 8 વર્ષ રહ્યો. 2017માં તે કૈલાશપતિ ફાર્મ હાઉસમાં શિફ્ટ થઇ ગયો. 

7/10
image

મહેંદ્ર સિંહ ધોનીના રાંચી સ્થિત આ ફાર્મ હાઉસમાં દરેક પ્રકારની હરિયાળી જોવા મળે છે. ફાર્મ હાઉસમાં અલગ-અલગ પ્રકારના ફૂલ-છોડ છે. વુડન અને માર્બલનો આ ફાર્મ હાઉસમાં સુંદર રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. ધોનીના આ ફાર્મ હાઉસમાં તેમનું પાર્કિંગ પણ છે, જ્યાં તેમની પસંદગીની ગાડી અને બાઇકોનું કલેકશન છે.

8/10
image

આ ફાર્મ હાઉસમાં સુંદર ફર્નિશિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફાર્મ હાઉસમાં ક્રીમ કલર ઉપરાંત અલગ-અલગ શેડ્સ, સોફ્ટ યલો અને ગ્રે કલરનો ઉપયોગ કરી વેસ્ટર્ન લુક આપ્યો છે. ધોનીના આ ફાર્મ હાઉસમાં લોનમાં તેમના ફેવરિટ પેટ્સ(ડોગ્સ) જોવા મળે છે. ધોની આ ફાર્મ હાઉસમાં પોતાના આ પેટ્સને ટ્રેનિંગ પણ આપે છે. ધોનીએ ઘણીવાર પોતાના ડોગ્સને ટ્રેનિંગ આપતાં વિડીયો પણ શેર કર્યા છે. 

9/10
image

મહેંદ્ર સિંહ ધોનીએ પોતાની જીંદગીની શરૂઆત ટૂમ રૂમ સેટ સાથે કરી હતી અને આજે ના ફક્ત તેની ગણતરી ભારત પરંતુ દુનિયાના બધા ખેલાડીઓમાં થાય છે, પરંતુ તેના માટે તેમને લાંબી સફર કાપવી પડી છે. ધોનીની આકરી મહેનત કરતાં પહેલાં ઘરેલૂ ક્રિકેટ અને પછી નેશનલ ક્રિકેટમાં પોતાનું સ્થાન બનાવ્યું અને 2004માં પ્રથમ મેચમાં ડેબ્યૂ મેચ રમી. 

10/10
image

14 વર્ષ વાદળી ટીશર્ટ પહેર્યા બાદ હજુ પણ મહેંદ્ર સિંહ ધોની પહેલાંની માફક મજબૂત છે. તેમની મજબૂતી તાજેતરમાં જ આઇપીએલમાં પણ જોવા મળી. તેમની બેટીંગ અને વિકેટકિંપીગની સાથે તેમની કેપ્ટનશિપને દુનિયાભરમાં મજબૂત ગણવામાં આવે છે. (PICS: sakshisingh_r/MS Dhoni/INSTAGRAM)