બર્થડે સ્પેશિયલ: 7 નંબર સાથે છે ધોનીને ખાસમખાસ સંબંધ, જાણો

Jul 7, 2018, 03:32 PM IST

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આજે પોતાનો 37મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. 7 જુલાઈ 1981ના રોજ જન્મેલા કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોની અને 7 નંબરનું ગાઢ કનેક્શન છે. ધોનીએ પોતાના અનેક ઈન્ટરવ્યુમાં પણ તેનો ઉલ્લેખ કર્યો છે કે તેના માટે 7 નંબર લકી છે. ધોની એ સ્વીકાર કરી ચૂક્યો છે કે નંબર 7નું તેના જીવનમાં ખુબ યોગદાન રહ્યું છે. તેની કેરિયર માટે આ નંબર ખુબ મહત્વપૂર્ણ રહ્યો છે. આઈ નંબરે તેના જીવનમાં અનેક મોડ પર સાથ આપ્યો છે. આ સાથે જ ધોનીના જીવનની એવી અનેક વાતો છે જે ઈશારો કરે છે કે ધોની માટે આ 7 નંબર કેમ મહત્વનો છે. આવો આપણે પણ જાણીએ કે મહેન્દ્ર સિંહ ધોની અને 7 નંબરનું શું ખાસ કનેક્શન છે. 

1/8

7 જુલાઈએ થયો જન્મ: ધોનીનો જન્મ 7 જુલાઈ 1981ના રોજ રાંચીમાં એક રાજપૂત પરિવારમાં થયો. 7 તારીખ અને 7મો મહિનો. ધોનીનો જન્મ જ લકી 7 નંબર સાથે થયો. જે આજસુધી નિભાવી રહ્યો છે. ન્યૂમરોલોજી મુજબ ધોનીનો નંબર પણ 7 છે. અત્રે જણાવવાનું કે 7, 16, 25 તારીખે જન્મેલા લોકોનો અંકશાસ્ત્રમાં 7 નંબર હોય છે. 

2/8

જર્સી નંબર 7: ઈન્ટરનેશનલ ક્રિકેટ અને આઈપીએલ બંનેમાં ધોનીની જર્સીનો નંબર 7 છે. ધોનીએ જ્યારથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું ત્યારથી તેનો જર્સીનો નંબર 7 રહ્યો છે. જેના પર ધોનીનું કહેવું છે કે 7 નંબરે હંમેશા તેનો સાથ આપ્યો છે. આથી જર્સીનો નંબર પણ 7 છે.

3/8

2007માં મળી કેપ્ટનશીપ: વર્ષ 2007માં મહેન્દ્ર સિંહ ધોનીને કેપ્ટનશીપ મળી અને વર્ષ 2013માં ધોનીએ કેપ્ટનશીપ છોડ્યા બાદ વિરાટ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બન્યો. વર્ષ 2007માં વર્લ્ડકપ ટી-20 માટે ધોનીને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને તેણે ઈતિહાસ રચ્યો. એ જ વર્ષે ધોનીને તેના પરફોર્મન્સને જોતા વનડેની કેપ્ટનશીપ પણ મળી. ત્યારબાદ જ્યારે અનિલ કુંબલે ઈજાગ્રસ્ત થયો તો ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ પણ તેની પાસે ગઈ. 

4/8

2007માં જીત્યો પહેલો વર્લ્ડ કપ: કેપ્ટન તરીકે મહેન્દ્ર સિંહ ધોનીએ 2007માં આઈસીસીના પહેલા ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમને ટ્રોફી અપાવી. આ જીતમાં પણ નંબર 7 ધોની સાથે રહ્યો. જે દિવસે ધોનીએ વર્લ્ડ કપ જીત્યો, તે દિવસે ધોની 26 વર્ષ 80 દિવસનો હતો. 26+80=106. 1+0+6=7.  

5/8

ધોનીએ મેક્સ મોબાઈલ સાથે 7 વર્ષનો કર્યો કરાર: મહેન્દ્ર સિંહ ધોનીએ 7 ડિસેમ્બર 2009ના રોજ સવારે 7 વાગ્યે મેક્સ મોબાઈલ કંપની સાથે 7 વર્ષનો કરાર કર્યો હતો. સાંજે 7 વાગ્યા સુધીમાં દરેક ન્યૂઝ ચેનલ પર આ અહેવાલ હતો. કારણ કે એવું પહેલીવાર બન્યું હતું કે કોઈ કંપનીએ એક જ વખતમાં કોઈ ક્રિકેટ ખેલાડી સાથે આટલો લાંબા સમયનો કરાર કર્યો હતો. 

6/8

7000 રન બનાવનાર 7મો ખેલાડી હતો ધોની: મહેન્દ્ર સિંહ ધોની દુનિયાનો 7મો ખેલાડી હતો જેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 7000 રન કર્યાં.

7/8

સૌથી વધુ સદી નંબર 7 પર બેટિંગ કરીને બનાવી: ધોનીએ વનડે કેરિયરમાં સૌથી વધુ સદી 7માં નંબર પર રમીને ફટકારી છે. ધોનીએ પોતાની વનડે કેરિયરમાં 10 સદી ફટકારી છે. જેમાંથી બે સેન્ચ્યુરી 7માં નંબર પર બેટિંગ કરીને કરી. ધોની ઉપરાંત આ કમાલ બીજો કોઈ બેટ્સમેન કરી શક્યો નથી. અત્યારસુધી 12 બેટ્સમેન જ એવા છે તેમણે 7માં નંબર પર રમીને એક સદી ફટકારી છે. 

8/8

આઈપીએલ 2018માં ચાલ્યો 7 નંબરનો જાદુ: મહેન્દ્ર સિંહ ધોનીએ એકવાર ફરીથી કમાલ કરીને બતાવી. 36 વર્ષના આ મેજિકલ કેપ્ટન ચેન્નાઈ સુપરકિંગ્સને ત્રીજીવાર ચેમ્પિયન બનાવવામાં સફળ રહ્યાં. આઈપીએલ 11નો ખિતાબ જીત્યા બાદ ધોનીએ એકવાર ફરીથી જર્સી અંક-7નો ઉલ્લેખ કર્યો. તેણે કહ્યું હતું કે આજે 27 તારીખની રાત છે. મારી જર્સીનો નંબર 7 છે. અમે 7મી વાર આઈપીએલની ફાઈનલમાં ઉતર્યા હતાં.