મુકેશ અંબાણીની સૌથી સસ્તા શેરની કંપનીએ આપ્યા સારા સમાચાર, 18% વધીને 19 રૂપિયા પર પહોંચ્યો ભાવ

Ambani Cheapest Share: માર્ચ ક્વાર્ટરમાં ટેક્સટાઇલ કંપનીના નુકસાનમાં ઘટાડો થયો છે. Q4FY25 માં કંપનીનો કુલ સંયુક્ત ખોટ ઘટીને 74.47 કરોડ રૂપિયા થઈ છે, જ્યારે તેનું નુકસાન ક્વાર્ટર-દર-ક્વાર્ટર ધોરણે ₹272.99 કરોડ અને વાર્ષિક ધોરણે ₹215.93 કરોડ રહ્યું. તે જ સમયે, કંપનીની આવકમાં વધારો થયો છે.
 

1/7
image

Ambani Cheapest Share: શેરબજારમાં તેજી વચ્ચે, આજે મંગળવારે અને 22 એપ્રિલના રોજ ટ્રેડિંગ દરમિયાન મુકેશ અંબાણીની સૌથા સસ્તા શેરની કંપનીના શેર ફોકસમાં છે. મુકેશ અંબાણી સમર્થિત કંપનીના શેર આજે 16% થી વધુ વધ્યા અને 19.50 રૂપિયાના ઇન્ટ્રાડે હાઈ લેવલે પર પહોંચ્યા છે.  

2/7
image

શેરમાં આ વધારા પાછળનું કારણ માર્ચ ક્વાર્ટરના ઉત્તમ પરિણામો છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીના નુકસાનમાં ઘટાડો થયો છે. નાણાકીય વર્ષ 2025ના ચોથા ક્વાર્ટરમાં આલોક ઇન્ડસ્ટ્રીઝ(Alok Industries Ltd)નો કુલ નુકસાન ₹74.47 કરોડ થયું હતું, જ્યારે તેનું નુકસાન ત્રિમાસિક ધોરણે ₹272.99 કરોડ અને વાર્ષિક ધોરણે 215.93 કરોડ રૂપિયા હતું. તે જ સમયે, કંપનીની આવકમાં પણ વધારો થયો છે.  

3/7
image

આલોક ઇન્ડસ્ટ્રીઝ(Alok Industries Ltd)ની આવકમાં 10 ટકાનો વધારો થયો છે. Q4FY25 માટે કંપનીની સંયુક્ત આવક ₹952.96 કરોડ રહી, જે Q4FY24 ની ₹1,469.31 કરોડની આવક કરતાં 35 ટકા ઓછી છે પરંતુ Q3FY25 ના ₹863.86 કરોડ કરતાં 10.3 ટકા વધુ છે.   

4/7
image

તમને જણાવી દઈએ કે આલોક ઇન્ડસ્ટ્રીઝના શેર આજે ₹17.36 પર ખુલ્યા હતા, જે અગાઉના બંધ ભાવ ₹16.47 હતા અને 18.4 ટકા વધીને ₹19.50 ના ઇન્ટ્રાડે ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યા હતા. આ સાથે, એપ્રિલમાં અત્યાર સુધીમાં શેરમાં 25 ટકાનો વધારો થયો છે. 

5/7
image

છેલ્લા સાત મહિનામાં શેરમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. આલોક ઇન્ડસ્ટ્રીઝ(Alok Industries Ltd)ના શેરનો ભાવ તાજેતરમાં આ વર્ષે 7 એપ્રિલના રોજ ₹13.90 ના 52 અઠવાડિયાના નીચલા સ્તરે પહોંચ્યો હતો.

6/7
image

તમને જણાવી દઈએ કે તેને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 2019 માં હસ્તગત કરવામાં આવ્યું હતું. ટ્રેન્ડલાઇનના ડેટા અનુસાર, પ્રમોટર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં 40 ટકા હિસ્સો (1,986,533,333 શેર) ધરાવે છે, જ્યારે JM ફાઇનાન્શિયલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ કંપનીમાં 35 ટકા હિસ્સો (1,737,311,844 શેર) ધરાવે છે. બાકીનો 0.8 ટકા હિસ્સો જાહેર રોકાણકારો પાસે છે.

7/7
image

(Disclamar: Zee 24 કલાક ફક્ત માહિતી આપે છે, આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ કરવું જોખમી છે. કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો.)