મુંબઈની આ રેસ્ટોરન્ટના વિદ્યાર્થીકાળથી ફેન છે મુકેશ અંબાણી, નામ જાણીને આંખો પહોળી થઈ જશે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી ભારતના જ નહીં પરંતુ એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ છે. ખરબોની સંપત્તિના માલિક મુકેશ અંબાણી પોતે એકદમ સામાન્ય જીવન જીવવાનું પસંદ કરે છે. તેમના પોષાકથી લઈને વ્યવહાર સુધી ખુબ સાદગી જોવા મળે છે. શું તમે જાણો છો કે મુકેશ અંબાણીને કઈ રેસ્ટોરન્ટનું ખાવાનું સૌથી વધુ ભાવે છે? તો આવો જાણીએ...

1/5
image

મુકેશ અંબાણીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમની મનગમતી રેસ્ટોરન્ટ મુંબઈની કેફે મૈસૂર છે. તેમણે જણાવ્યું હતું કે તેમને આ રેસ્ટોરન્ટના ઈડલી સંભાર ખુબ જ ભાવે છે. 

આ છે ડીશનો ભાવ

2/5
image

કેફે મૈસૂર હોટલમાં એક પ્લેટ ઈડલી સંભારનો ભાવ 45થી 50 રૂપિયા છે. મુકેશ અંબાણી જ્યારે એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા હતાં ત્યારથી તેઓ આ રેસ્ટોરન્ટમાં જતા હતાં. આજે પણ તેઓ આ રેસ્ટોરન્ટમાં જાય છે અને ત્યાંથી ઘરે ખાવાનું પણ મંગાવે છે. (તસવીર-સાંકેતિક તસવીર)

આકાશમાં લગ્નમાં પણ હતા આ રેસ્ટોરન્ટના વ્યંજન

3/5
image

મીડિયા રિપોર્ટ્સ મુજબ મુકેશ અંબાણીએ પોતાના પુત્ર આકાશ અંબાણીના રિસેપ્શનની પાર્ટીમાં પણ સાઉથ ઈન્ડિયન ભોજનનો કોન્ટ્રાક્ટ કૈફે મૈસૂરને આપ્યો હતો. 

ચોથી પાસ વ્યક્તિએ કરી સ્થાપના

4/5
image

માટુંગામાં આવેલી આ હોટલ કેફે મૈસૂરની સ્થાપના એક ચોથી ચોપડી ભણેલા વ્યક્તિએ કરી હતી. રામ નાયક પહેલા કેળાના  પાન પર સ્ટેશનની આસપાસ ઈડલી અને ડોસા વેચતા હતાં. જ્યારે તેમની લોકપ્રિયતા વધી તો તેમણે માટુંગામાં આ રેસ્ટોરન્ટનો પાયો નાખ્યો. 

અનેક સેલિબ્રિટીઓ છે તેના ગ્રાહકો

5/5
image

માત્ર મુકેશ અંબાણી જ નહીં પણ રાજ કપૂરથી લઈને સચિન તેન્ડુલકર જેવી મશહૂર હસ્તીઓ પણ આ રેસ્ટોરન્ટના ગ્રાહક છે.