મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી સફળતા, પૂરો કરાયો સૌથી અઘરો ટાસ્ક

Mumbai–Ahmedabad Bullet Train : ભારતમં જલ્દી જ બુલેટ ટ્રેનનું સપનું સાકાર થશે. આ પ્રોજેક્ટ ઝડપથી આકાર લઈ રહ્યો છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 300 કિલોમીટર વાયડક્ટનું બાંધકામ પૂર્ણ થયું.

1/7
image

મુંબઈ અને અમદાવાદને જોડતા ભારતના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 300 કિલોમીટરના વાયડક્ટનું સફળતાપૂર્વક બાંધકામ પૂર્ણ થયું છે. આ સિદ્ધિ ગુજરાતમાં સુરત નજીક 40 મીટર લાંબા ફુલ-સ્પાન બોક્સ ગર્ડરના સફળ લોન્ચ સાથે પૂર્ણ થઈ હતી. 300 કિ.મી.ના સુપરસ્ટ્રક્ચરમાંથી, 257.4 કિ.મી.નું બાંધકામ ફુલ સ્પાન લોન્ચિંગ મેથડ (FSLM) દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં 14 નદીના પુલ, 37.8 કિ.મી. સ્પાન બાય સ્પાન (SBS), 0.9 કિ.મી. સ્ટીલ બ્રિજ (7 પુલમાં 60 થી 130 મીટર સુધીના 10 સ્પાન), 1.2 કિ.મી. પીએસસી બ્રિજ (5 પુલમાં 40 થી 80 મીટર સુધીના 20 સ્પાન) અને 2.7 કિ.મી. સ્ટેશન બિલ્ડિંગનો સમાવેશ થાય છે.

2/7
image

એફએસએલએમ દ્વારા 257.4 કિ.મી. વાયડક્ટ અને એસબીએસ દ્વારા 37.8 કિ.મી. વાયડક્ટના બાંધકામ માટે, અનુક્રમે 40 મીટરના 6455 અને 925 સ્પાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરિચાલન દરમિયાન અવાજ ઘટાડવા માટે વાયડક્ટની બંને બાજુએ 3 લાખથી વધુ નોઈઝ બેરિયર લગાવવામાં આવ્યા છે. વાયડક્ટ સાથે, પ્રોજેક્ટ માટે 383 કિ.મી. પિયર, 401 કિ.મી. ફાઉન્ડેશન અને 326 કિ.મી. ગર્ડર કાસ્ટિંગનું કામ પણ પૂર્ણ થયું છે.  

3/7
image

આ પ્રોજેક્ટ માટે સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્મિત સાધનો જેવા કે સ્ટ્રેડલ કેરિયર્સ, લોન્ચિંગ ગેન્ટ્રીઝ, બ્રિજ ગેન્ટ્રીઝ અને ગર્ડર ટ્રાન્સપોર્ટર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ભારતીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે પ્રથમ વખત છે, જે જાપાન સરકારના સમર્થન સાથે હાઈ-સ્પીડ રેલ ટેક્નોલોજીમાં ભારતની વધતી ક્ષમતાઓને દર્શાવે છે.  

4/7
image

ફુલ સ્પાન લોન્ચિંગ મેથડ અપનાવવાથી બાંધકામમાં નોંધપાત્ર ઝડપ આવી છે, કારણ કે ફુલ-સ્પાન ગર્ડર બાંધકામ પરંપરાગત સેગમેન્ટલ પદ્ધતિઓની તુલનામાં દસ (10) ગણું વધુ ઝડપી છે. દરેક ફુલ સ્પાન બોક્સ ગર્ડરનું વજન 970 મેટ્રિક ટન હોય છે. સેગમેન્ટલ ગર્ડરોનો ઉપયોગ ચોક્કસ સ્થળોએ કરવામાં આવે છે જ્યાં ફુલ-સ્પાન ઇન્સ્ટોલેશન શક્ય નથી.  

5/7
image

બાંધકામની સુવિધા માટે, કોરિડોર સાથે 27 કાસ્ટિંગ યાર્ડ સ્થાપિત કરવામાં આવ્યા છે. સ્ટીલ બ્રિજનું બાંધકામ દેશભરમાં ફેલાયેલી સાત વર્કશોપમાં કરવામાં આવ્યું છે, જેમાંથી ત્રણ ગુજરાતમાં, એક-એક ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં છે, જે ખરેખર આપણા દેશની એકતાની ભાવનાનું ઉદાહરણ છે.  

6/7
image

બુલેટ ટ્રેનના સ્ટેશનો પણ ઝડપથી આકાર લઈ રહ્યા છે. મુસાફરોને નિરવિઘ્ન મુસાફરી પૂરી પાડવા માટે આ સ્ટેશનોને રેલ અને રોડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ સાથે એકીકૃત કરવામાં આવશે. સ્ટેશનો પર અત્યાધુનિક મુસાફર સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. વાયડક્ટ્સ પર ટ્રેકનું કામ પણ શરૂ થઈ ગયું છે અને ગુજરાતમાં અત્યાર સુધીમાં લગભગ 157 કિ.મી. આર.સી. ટ્રેક બેડ (RC track bed) નું બાંધકામ પૂર્ણ થયું છે.

7/7
image

મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથેના રોલિંગ સ્ટોક ડિપો પણ તૈયાર થઈ રહ્યા છે. આ સિદ્ધિ પ્રોજેક્ટની મજબૂત યોજના, અદ્યતન ઈજનેરી અને "મેક ઇન ઇન્ડિયા" નીતિ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.