IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સ બની શકે છે ચેમ્પિયન...બની રહ્યો છે આ અદ્ભુત સંયોગ

Written ByDilip ChaudharyUpdated byDilip Chaudhary
Published: Apr 27, 2025, 03:12 PM IST|Updated: Apr 27, 2025, 03:12 PM IST

Mumbai Indians : મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલમાં સૌથી સફળ ટીમોમાંની એક છે. મુંબઈ ઈન્ડિયન્સે અત્યાર સુધીમાં પાંચ વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે અને સૌથી વધુ આઈપીએલ ટાઇટલ જીતવાના મામલે ચેન્નાઈ સુપર કિંગ્સની બરાબરી કરી છે.

1/6

Mumbai Indians : IPL 2025માં મુંબઈ ઇન્ડિયન્સે ખરાબ શરૂઆત પછી જબરદસ્ત વાપસી કરી છે. મુંબઈએ પહેલા પાંચ મેચમાંથી ફક્ત એક જ મેચ જીતી હતી. પરંતુ હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં આ ટીમે હવે સતત ચાર મેચ જીતી છે. 

2/6

પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ પાસે હવે 9 મેચમાં 5 જીતથી 10 પોઈન્ટ છે અને પ્લેઓફની દોડમાં મજબૂતીથી આગળ આવી ગઈ છે. હવે મુંબઈ 27 એપ્રિલે લખનૌ સુપર જાયન્ટ્સ સામે ટકરાશે.

3/6

જો જોવામાં આવે તો વર્ષ 2020 પછી આવું પહેલી વાર બની રહ્યું છે જ્યારે મુંબઈ ઇન્ડિયન્સે IPL સીઝનમાં સતત 4 મેચ જીતી છે. જ્યારે મુંબઈ ઇન્ડિયન્સે 2020માં આવું કર્યું હતું, ત્યારે તેઓ પાંચમી વખત IPL ચેમ્પિયન બનવામાં સફળ રહ્યા. હવે જોવાનું એ છે કે આ રસપ્રદ સંયોગ આ વખતે મુંબઈ ઇન્ડિયન્સ માટે કેટલો ભાગ્યશાળી સાબિત થાય છે.

4/6

પહેલી બે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ લીગ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સે સૌપ્રથમ 2010માં પોતાની છાપ છોડી હતી, જ્યારે મુંબઈ સચિન તેંડુલકરની કેપ્ટનશીપમાં રનર્સ-અપ બન્યું હતું.

5/6

આ પછી 2013 સીઝન દરમિયાન રોહિત શર્માએ રિકી પોન્ટિંગની જગ્યાએ મુંબઈ ઈન્ડિયન્સની કમાન સંભાળી હતી. તે સીઝનમાં રોહિત શર્માની કેપ્ટનશીપમાં મુંબઈ ઈન્ડિયન્સે ટાઇટલ જીત્યું અને સચિન તેંડુલકરને યાદગાર વિદાય આપી.   

6/6

ત્યારબાદ રોહિત શર્માની કેપ્ટનશીપમાં મુંબઈ ઈન્ડિયન્સ 2015, 2017, 2019 અને 2020માં પણ ચેમ્પિયન બનવામાં સફળ રહ્યું હતું.