મુંબઈ પર વાવાઝોડાનો ખતરો! IMDની મોટી ચેતવણી, વરસાદ મચાવશે હાહાકાર; જાણો ગુજરાતને શું થશે અસર

Severe Rainfall Alert: હવામાન વિભાગે મુંબઈના લોકો માટે મોટી ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગે કહ્યું કે, અરબી સમુદ્રમાં મોસમી ગતિવિધિઓ ચાલી રહી છે. જેના કારણે એક સિસ્ટમ વિકસિત થઈ રહી છે જે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે. જેની અસર મુંબઈ પર જોવા મળી શકે છે.

મુંબઈ પર વાવાઝોડાનો ખતરો!

1/7
image

ગઈકાલે કર્ણાટક અને ગોવામાં ભારે વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે ચારેતરફ પૂર આવ્યું હતું. ઘણી ભયાનક તસવીરો પણ સામે આવી છે, હવે મહારાષ્ટ્ર પાણી-પાણી થવાનું છે. હવામાન વિભાગ (IMD)એ મુંબઈ શહેર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે કહ્યું છે કે, આ સપ્તાહના અંતે ભારે વરસાદ પડી શકે છે. જેના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ સમયે અરબી સમુદ્રમાં મોસમી ગતિવિધિઓ ચાલી રહી છે. જેના કારણે એક સિસ્ટમ વિકસિત થઈ રહી છે જે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે, જેની મુંબઈ પર ભારે અસર જોવા મળી શકે છે.

હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ

2/7
image

ધોધમાર વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. આ હવામાન વિક્ષેપની શક્યતાઓએ વિભાગના અધિકારીઓ અને રહેવાસીઓને ચોંકાવી દીધા કર્યા છે. હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે, પવન અને પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર બની રહેલ ઓછા દબાણને કારણે ચોમાસાની ગતિવિધિમાં અચાનક વધારો થશે અને તે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે. ઉત્તર કર્ણાટક-ગોવા કિનારા નજીક સતત સાઈક્લોન સર્કુલેશન જોવા મળ્યું છે, જેના કારણે મુંબઈ મહાનગર પ્રદેશનું હવામાન ખૂબ જ અસ્થિર બની ગયું છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની અપીલ

3/7
image

પરિસ્થિતિ વધુ વણસવાની શક્યતાને ધ્યાનમાં રાખીને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને વિક્રોલી અને ઘાટકોપર જેવા વિસ્તારોમાં પહાડી ઢોળાવ પર રહેતા લોકોને ત્યાંથી નીકળીને સલામત સ્થળોએ જવા વિનંતી કરી છે. જ્યારે વર્ષા નગર, રામ નગર અને સંજય ગાંધી નગર જેવા વિસ્તારોમાં ભૂસ્ખલન અને ઊંચાઈથી પાણીના પ્રવાહને કારણે પૂર અંગે ખાસ સતર્ક રહેવા અપીલ કરી છે. જો અપીલ પછી પણ કોઈ સલામત સ્થળે ન જાય, તો તેના માટે BMC જવાબદાર રહેશે નહીં.

ચોમાસા પહેલા આ ઇમારતો ખાલી કરવા વિનંતી

4/7
image

TOIના અહેવાલ મુજબ મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (MHADA)એ દક્ષિણ અને મધ્ય મુંબઈમાં 96 જળમગ્ન ઇમારતોની ઓળખ કરી છે. ચોમાસાના આગમન પહેલાં આ લોકોને ખાલી કરવા વિનંતી કરવામાં આવી છે. વરસાદમાં આ ઇમારતો પડી શકે છે. ઓરેન્જ એલર્ટ ઉપરાંત વિભાગે લોકોને હવામાન વિશે અપડેટ રહેવા જણાવ્યું છે.

5/7
image

સાઉથ કોંકણ પૂર્વ મધ્ય અરબસાગર નજીક લૉ પ્રેસર બન્યું છે. આવતી કાલ સાંજ સુધી લો પ્રેશર ડિપ્રેશન બની શકે છે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ-ગાંધીનગરમાં વીજળીના કડાકા થઈ શકે છે.

6/7
image

વાવાઝોડું ગુજરાત પહોંચે તે પહેલા સુરતના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. સુરતના દરિયામાં હાલ ત્રણ ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે. એટલું જ નહીં, દક્ષિણ ગુજરાત પાસેથી વાવાઝોડું પસાર થાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. જેના કારણે આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 

7/7
image

હાલ આ સિસ્ટમની દિશા ઉત્તર તરફની રહેવાની શક્યતા છે. જેના કારણે આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા અને જે પણ દરિયામાં છે તેઓ પરત ફરે તેવી સૂચના આપી છે.