Photos : મુંબઈ બેઠેલા યુવકે 836 કિમી દૂર ભૂજ બેસેલી યુવતી સાથે ઓનલાઈન સગાઈ કરી

Sat, 02 May 2020-1:53 pm,

મુંબઈના થાણેમાં ઇન્ટીરિયર ડિઝાઈનર તરીકે કામ કરતા અને વર્ષોથી પરિવાર સાથે ત્યાં જ રહેતા પાટીદાર સમાજના ધવલ શાંતિલાલ દિવાની નામના 26 વર્ષીય યુવકે ભૂજ સ્થિત માસ્ટર ઓફ કોમર્સ સુધી ભણેલી દુલારી જયંતીલાલ પોકાર સાથે ઓનલાઇન સગાઇ કરી હતી. Zee 24 કલાક સાથે વાત કરતા ધવલે જણાવ્યું કે, અમારી સગાઇ અગાઉ 29 એપ્રિલના નક્કી જ હતી, પણ એ વચ્ચે લોકડાઉન લાગુ પડી જતા તે થઈ શક્યુ ન હતુ. જેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અમે આ બંધનમાં જોડાવાનું નક્કી કર્યું. ગઈકાલે 2 મેન રોજ અમે લગ્નગ્રંથિએ પણ જોડાઈ જવાના હતા, જે હાલ પૂરતું સ્થગિત રાખ્યું છે.  

દુલારીએ જણાવ્યું કે, આ વ્યવસ્થા ધવલે સરપ્રાઈઝ જેવી ગોઠવી હતી. રાત્રે 9:30 કલાકે મને કોન્ફરન્સમાં જોડાઈ જવા કહ્યું હતું. જોકે સરપ્રાઈઝ એ બાબતની હતી કે, એ સમયે બધા જ કુટુંબીજનો અને મિત્રો વીડિયો કોન્ફરન્સમાં જોડાઈ ચૂક્યા હતા. એકદમ તૈયાર થઈને, જેથી વર્ચ્યુઅલ સગાઇમાં એક્ચ્યુઅલ જેવો ભાવ મળ્યો હતો. જોકે આ યુગલે આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા સગાઇ પણ કરી અને નિયમ ન તોડ્યા. એ બાબતની ખુશી વ્યક્ત કરી હતી.  

લોકડાઉનનો ભંગ પણ નહિ અને ડિજીટલ પારિવારિક હાજરી પણ રહી. લોકડાઉનનો ભંગ કરી 70 કે 100 લોકોને થાણેથી કચ્છ જવા મંજૂરી મળે તે બાબત અશક્ય જ હતી. કારણ કે મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ પોઝિટિવ કેસ ગુજરાતમાં છે. ઓનલાઇન સગાઈમાં બંને પરિવારના સ્નેહીજનો અને મિત્રવર્તુળ એમ કુલ 70 જણા ઝૂમ મારફતે વીડિયો કોન્ફરન્સમાં જોડાયા હતા. સૌએ પોતપોતાની સ્ક્રીન પર બંનેને અભિનંદન આપ્યા હતા. તો ધવલે ડાન્સ કરીને વીડિયોમાં વીંટી દર્શાવી પ્રપોઝ કર્યું હતું. ધવલના મિત્ર મૌલિક બોથાણીએ કહ્યું કે, ખરેખર અમે જીવનમાં કાંઈક અલગ કર્યું. ખૂબ મજા આવી હતી. સગાઇ સમયે સામાન્ય રીતે કન્યા અને કુમાર પક્ષની ફરમાઈશમાં સંગીત સાથે ડાન્સ હોય છે. ત્યારે વીડિયો કોન્ફરન્સમાં ધવલે ‘મુજસે શાદી કરોગી...’ ગીત પર ડાન્સ કરીને રિંગ આગળ ધરી દુલારીને પ્રપોઝ કર્યું હતું.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link