2050 સુધી દુનિયાના આ ભાગમાં ઘટી જશે મુસ્લિમોની વસ્તી, રિસર્ચમાં થયો ખુલાસો

Muslim Population Declining: દુનિયાભરમાં આ સમયે મુસ્લિમોની વસ્તી ઘણી છે. પરંતુ તાજેતરમાં સામે આવેલા એક રિસર્ચમાં કહેવામાં આવ્યું કે દુનિયાના આ ભાગમાં મુસલમાનોની વસ્તી ઓછી થવાની છે.

1/6
image

'પ્યુ રિસર્ચ સેન્ટર' એ વિશ્વની વસ્તી અને ધાર્મિક વિવિધતા પર 'ધ ફ્યુચર ઑફ વર્લ્ડ રિલિજન્સ' નામનું સંશોધન રજૂ કર્યું છે. આ સંશોધનમાં વર્ષ 2050 સુધી ધર્મના આધારે વસ્તીમાં થયેલા ફેરફારોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

2/6
image

સંશોધનના આંકડા પ્રમાણે વૈશ્વિક સ્તર પર ઇસ્લામ ઝડપથી ફેલાશે, પરંતુ એક એવો વિસ્તાર છે જ્યાં મુસ્લિમોની વસ્તીમાં ઘટાડો જોવા મળશે. રિસર્ચ પ્રમાણે તે ક્ષેત્ર એશિયા-પેસિફિક રિઝન છે.

3/6
image

રિસર્ચ અનુસાર વર્ષ 2010 સુધી એશિયા-પેસિફિક રિઝનમાં મુસલમાનોની વસ્તી 61.7 ટકા હતી, જે વર્ષ 2050 માં ઘટી 52.8 ટકા થઈ જશે. ધર્માંતરણ, શહેરીકરણ અને ફર્ટિલિટી રેટમાં ઘટાડા જેવા સામાજિક અને આર્થિક કારણોને લીધે આવું થશે.  

4/6
image

સંશોધનમાં તે પણ કહેવામાં આવ્યું કે ભારતમાં મુસલમાનોની જનસંખ્યા ખૂબ વધી રહી છે. તો મુસ્લિમ બહુમતી ઘણા દેશોમાં હિંદુઓની જનસંખ્યા ઘટવાની છે. ખાસ કરી બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં સ્પષ્ટ રૂપે ઘટાડો જોવા મળી શકે છે.

5/6
image

સંશોધનમાં એ પણ સામે આવ્યું છે કે ભારત વર્ષ 2050માં 77 ટકા હિંદુ વસ્તી સાથે હિંદુ બહુમતી રાષ્ટ્ર રહેશે. તે જ સમયે, ભારતમાં મુસ્લિમોની વસ્તી 31 કરોડને વટાવી જશે, જેના કારણે ભારત ઇન્ડોનેશિયાને પાછળ છોડીને સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ બની જશે.

6/6
image

'પ્યૂ રિસર્ચ સેન્ટર'ના રિસર્ચ પ્રમાણે યુરોપમાં મુસલમાનોની વસ્તી હાલ સ્થિર રહેશે. વર્ષ 2010માં ત્યાં મુસ્લિમ વસ્તી 2.7 ટકા હતી, જે વર્ષ 2050 સુધી આવી જ સ્થિતિમાં રહેશે.