પાવાગઢ પર ઉડન ખટોલા વાદળોમાં ગાયબ થયો... વરસાદ પડ્યા પછીની આ તસવીરો હિમાલયની યાદ અપાવશે 

ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે. ગુજરાતના દરેક જિલ્લાઓમાં વરસાદે ધમાકેદાર આગમન કર્યું છે. ત્યારે પંચમહાલમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પરંતુ આ સાથે જ પંચમહાલનો નજારો બદલાઈ ગયો છે. ખાસ કરીને ચારેતરફથી પહાડીઓ અને લીલોતરીથી ઘેરાયેલ યાત્રાધામ પાવાગઢનો નયનરમ્ય નજારો સામે આવ્યો છે. 

જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે. ગુજરાતના દરેક જિલ્લાઓમાં વરસાદે ધમાકેદાર આગમન કર્યું છે. ત્યારે પંચમહાલમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પરંતુ આ સાથે જ પંચમહાલનો નજારો બદલાઈ ગયો છે. ખાસ કરીને ચારેતરફથી પહાડીઓ અને લીલોતરીથી ઘેરાયેલ યાત્રાધામ પાવાગઢનો નયનરમ્ય નજારો સામે આવ્યો છે. 
 

1/6
image

પાવાગઢનો મનમોહક નજારો જોઈને કોઈનું પણ મન ભરાઈ જાય. ચોમાસામાં અહીંનું કુદરતી સૌદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે. તેમાં પણ ઉડન ખટોલા વાદળોમાં ગાયબ થતો હોય તેવો નજારો પણ સામે આવ્યો છે. વાદળો વચ્ચે ઉડન ખટોલા લપાઈ જતા હોય તેવા દ્રષ્યો હાલ પહાડી પરથી દેખાઈ રહ્યાં છે.   

2/6
image

પાવાગઢ ડુંગર અને આસપાસનો વિસ્તાર વાદળોથી ઠંકાયો છે. મન મોહી લેતો કુદરતી સૌંદર્યનો અદભૂત નજારો હાલ પ્રવાસીઓને જોવા મળી રહ્યો છે. પ્રવાસીઓ આ વાતાવરણથી રોમાંચિત થઈ ઉઠ્યા છે. મા કાળીના દર્શનની સાથે સાથે પ્રકૃતિનું સૌંદર્ય માણવા પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યાં છે.   

24 કલાકમાં 211 તાલુકામાં વરસાદ નોંધાયો

3/6
image

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 211 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના દાંતા અને કચ્છના અંજારમાં 5.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જુનાગઢના માંગરોળ અને દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યના 12 તાલુકામાં ત્રણ ઇંચ કરતા વધુ વરસાદ છે. રાજ્યના 23 તાલુકામાં 2 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. રાજ્યના 74 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. આજે 6:00 થી 8:00 સુધીમાં રાજ્યના 12 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જોકે 12 તાલુકામાં એક ઇંચ કરતાં ઓછો વરસાદ છે. 

4/6
image

પંચમહાલમાં ગઈકાલથી વરસાદી વાતાવરણ જામ્યુ છે. વાવાઝોડા સાથે વરસેલા વરસાદને પગલે અનેક માર્ગો પર વૃક્ષો ધરાશાયી થયા છે. માર્ગો પર પાણી પણ ભરાયાના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. કલોલના ડેરોલ પંથકમાં મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી. ડેરોલમાં વીજ લાઈન પર વૃક્ષ પડતા થોડા કલાક માટે વીજળી ગુલ થઈ હતી. 

5/6
image

6/6
image