એપ્રિલમાં આ જાતકોનો થશે ભાગ્યોદય, અપાર ધનલાભ સાથે સમાજમાં વધશે માન-સન્માન, નોકરી-વેપારમાં પ્રગતિનો યોગ

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં બધા ગ્રહોમાં ગ્રહોના સેનાપતિ મંગળ અને કર્મફળ દાતા શનિને વધુ શક્તિશાળી માનવામાં આવે છે. જ્યારે આ બંને ગ્રહ સાથે આવે છે તો દરેક રાશિઓ પર તેની અસર થાય છે. એપ્રિલ 2025માં મંગળ-શનિ દ્વારા નવપંચમ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે, જે ઘણા જાતકો માટે શુભ સાબિત થશે.

1/6
image

Navpancham Rajyog 2025 : જ્યોતિષ શાસ્ત્રમાં ન્યાયના દેવતા શનિ અને ગ્રહોના સેનાપતિ મંગળની ભૂમિકા મહત્વની માનવામાં આવે છે. શનિ બધા ગ્રહોમાં સૌથી ધીમી ગતિએ ચાલે છે, તેને એક રાશિમાંથી બીજી રાશિમાં જવામાં આશરે 2.5 વર્ષ જેટલો સમય લાગે છે, તેવામાં એક રાશિચક્ર પૂર્ણ કરવામાં શનિને 30 વર્ષનો સમય લાગે છે. તો ભૂમિ, સાહસ, વીરતાના કારક મનાતા મંગળદેવ 45 દિવસમાં રાશિ પરિવર્તન કરે છે. જ્યોતિષ પ્રમાણે 29 માર્ચે શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે અને વર્તમાનમાં મંગળ મિથુન રાશિમાં બિરાજમાન છે અને એપ્રિલમાં કર્ક રાશિમાં પ્રવેશ કરશે. તેવામાં 5 એપ્રિલે બંને ગ્રહ એકબીજાથી 120 ડિગ્રી પર રહેશે, જેનાથી નવપંચમ રાજયોગનું નિર્માણ થશે. જાણો નવપંચમ રાજયોગથી કયા જાતકોને લાભ મળશે.   

સિંહ રાશિ

2/6
image

મંગળ શનિની યુતિ અને નવપંચમ રાજયોગનું નિર્માણ સિંહ રાશિના જાતકો માટે લાભદાયી રહેશે. જીવનમાં નવા ફેરફાર આવી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. વેપારમાં પ્રગતિ અને નોકરી કરનાર જાતકોને પ્રમોશનની ભેટ મળી શકે છે. સમાજમાં માન-સન્માન વધશે. આવકના નવા માર્ગ ખુલશે. ભૌતિક સુખમાં વધારો થશે. કરિયરના ક્ષેત્રમાં પ્રગતિનો માર્ગ ખુલશે. કરિયર-કારોબારમાં લાભ મળવાની સંભાવના છે. શનિ અને મંગળ બંને ગ્રહોની ખાસ કૃપા તમારા પર થઈ શકે છે.

વૃષભ રાશિ

3/6
image

મંગળ શનિની યુતિ અને નવપંચમ રાજયોગ જાતકો માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. અટવાયેલા કામ થવા લાગશે. આર્થિક સ્થિતિમાં ફેરફાર થઈ શકે છે અને પાર્ટનરનો સાથ મળી શકે છે. વેપારમાં આગળ વધવાની તક મળશે. મંગળની કૃપાથી વેપારમાં મોટો લાભ થઈ શકે છે. કાર્યોમાં સફળતા મળશે. નોકરીમાં નવી તક મળી શકે છે. વૃષભ રાશિના જાતકોને મંગળ અને શનિના આશીર્વાદ મળશે.   

મેષ રાશિ

4/6
image

મંગળ અને શનિ યુતિ અને નવપંચમ રાજયોગ મેષ રાશિના જાતકો માટે અનુકૂળ પરિણામ આવશે. બેરોજગારને નવી નોકરીની તક મળી શકે છે. વેપારમાં પ્રગતિ સાથે ધનલાભ થઈ શકે છે. લાંબા સમયથી બંધ પડેલા કામ ફરી શરૂ થઈ શકે છે. માતા-પિતા, ગુરૂનો સહયોગ પ્રાપ્ત થશે. શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળશે. યાત્રા પર જઈ શકો છો. નોકરીની નવી તક મળી શકે છે. ધનલાભની તકમાં વધારો થશે. જૂના લક્ષ્યો સુધી પહોંચવામાં સફળ રહેશો.

કન્યા રાશિ

5/6
image

શનિ મંગળની યુતિ અને નવપંચમ રાજયોગ જાતકો માટે શુભ સાબિત થઈ શકે છે. કાર્યોમાં સફળતા લાવશે. નોકરી કરનાર જાતકોને નવી જવાબદારી મળી શકે છે. સમાજમાં માન-સન્માન અને પદ-પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. કરિયર અને વેપાર માટે સમય અનુકૂળ રહેશે. ઉચ્ચ અધિકારીઓનો સાથ મળશે. બિઝનેસમાં વિસ્તાર થઈ શકે છે. લવ લાઇફ શાનદાર રહેશે.

6/6
image

ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.