ઐતિહાસિક ભૂચરમોરીના યુદ્ધ મેદાન પર ઈતિહાસ રચાયો, 400 ટ્રેક્ટરથી ‘મા શક્તિ’ ની રચના

ભૂચરમોરી (bhuchar mori) યુદ્ધભુમી રાત્રિના સમયનો અદ્ભૂત નજારો જોવા મળ્યો હતો. નવરાત્રિ નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું

મુસ્તાક દલ/જામનગર :જામનગર (Jamnagar) ના ઐતિહાસિક ભૂચરમોરીની યુદ્ધભૂમિ પર રેકોર્ડ (record) રચાયો હતો. ધ્રોલ ખાતે આવેલ ભૂચર મોરીના યુદ્ધ મેદાન પર 400 ટ્રેક્ટરથી બનાવાઈ "મા શક્તિ" ની આકૃતિ બનાવાઈ હતી. ભૂચરમોરીના ઐતિહાસિક મેદાનમાં નવો કીર્તિમાન સ્થાપિત કરાયો હતો. એકસાથે 400 ટ્રેક્ટરોની લાઈટોથી "મા શક્તિ"નું પ્રતિબિંબ રચાયું હતું. જેનો આકાશી નજારો જોવા જેવો બની ર્હયો હતો. ભૂચરમોરી (bhuchar mori) યુદ્ધભુમી રાત્રિના સમયનો અદ્ભૂત નજારો જોવા મળ્યો હતો. નવરાત્રિ નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. 
 

ભૂચરમોરીનો ઈતિહાસ

1/3
image

જામનગર જિલ્લાના ધ્રોલ નગરથી 2 કિલોમીટરના અંતરે ભૂચર મોરીની ધરા પર સૌરાષ્ટ્ર અને ગુજરાતના ઈતિહાસ (gujarat history) નું સૌથી ભયંકર યુદ્ધ ખેલાયું હતું. જેને ઈતિહાસકારોએ સૌરાષ્ટ્રના પાણીપત (Panipat) તરીકે ઉપમા આપી છે. શરણે આવેલા એક મુસ્લિમની રક્ષા માટે મેદાન લોહીથી રંગાઈ ગયું હતું. પ૦૦ વર્ષ પહેલા રણમેદાનમાં અભુતપુર્વ સંગ્રામ ખેલાયો હતો જેમાં કુંવર અજાજી અને હજારો નરબંકાઓએ બલીદાન આપ્યા હતા.

2/3
image

આ યુદ્ધમાં હજારો નવજુવાનિયા ક્ષત્રિયોએ પણ જીવ સટોસટીની લડાઇ લડી પોતાના પ્રાણો ત્યાગ્યા હતા. આશરે આવેલા અમદાવાદના મુસ્લિમ મુઝફર શાહનું રક્ષણ કર્યું હતું. .આ યુદ્ધ એટલું ભયંકર અને ભયાનક હતું કે જેને ગુજરાત પાણીપત પણ કહેવામાં આવે છે.

આ પહેલા મહિલાઓએ રચ્યો હતો ઈતિહાસ

3/3
image

આ પહેલા ભૂચર મોરી ગામે રાજપૂત સમાજની 2000 મહિલાઓએ તલવાર રાસ રમીને અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. મહિલાઓએ દોઢ મહિના સુધી આ કાર્યક્રમની પ્રેક્ટિસ કરી હતી. ભુચર મોરીના યુદ્ધમાં શહીદ થયેલા વીરોની યાદમાં અહીં મેળો ભરાય છે. ત્યારે મહિલાઓએ તલવાર રાસ રજૂ કર્યો હતો.