ઈન્ટરનેટ પર છવાયા નેહા કક્કડના હનીમૂનના PICS, જોઈને ઉડી જશે હોશ
નેહાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર હનીમૂનના ફોટો શેર કર્યા છે. ફેન્સ તેની ફોટો જોઈને રોમાંચિત થઈ ગયા છે. ખરેખર આ ક્ષણ તેની જિંદગીની સૌથી યાદગાર ક્ષણોમાંથી એક હશે.
ફોટોમાં આ જોડીનો પ્રેમ જોવા જેવો છે. પ્રેમમાં રોહનપ્રીતે નેહા કક્કડને કંઈક આ રીતે ઉપાડી છે.
નેહા અને રોહનપ્રીતનો આ ફોટો ખુબ ક્યૂટ છે. આ ફોટોમાં રોહનપ્રીત નેહાને પોતાના અંદાજમાં પ્રપોઝ કરતો જોવા મળી રહ્યો છે. રોહનપ્રીત પણ નેહાની જેમ એક સિંગર છે.
નેહા કક્કડે 24 ઓક્ટોબરે રોહનપ્રીત સિંહની સાથે લગ્ન કર્યા હતા. આ જોડીએ લગ્ન બાદ પોતાની પ્રથમ દિવાળી પણ દુબઈમાં હનીમૂન સાથે ઉજવી.
નેહા કક્કડે આ તસવીરમાં રોહનપ્રીત માટે પોતાનો પ્રેમને વ્યક્ત કર્યો છે. તે દુબઈ ટ્રિપને પોતાની બેસ્ટ હનીમૂન ગણાવી રહી છે.
રોહનપ્રીત સિંહની નેહા કક્કડ સાથે મુલાકાત ગીત 'નેહૂ દા વ્યાહ' દરમિયાન થઈ હતી. ત્યારે તેને એકબીજામાં સાચો સાથી જોવા મળ્યો હતો.
આ સમયે નેહા કક્કડ પોતાના સપનાના રાજકુમારની સાથે ખુબ ખુશ જોવા મળી રહી છે. આ સમયે તેની ખુશી સમાતી નથી.