Vastu Tips for Broom: ભૂલથી પણ ન કરશો સાવરણીની આ ભૂલો, નહીં તો મા લક્ષ્મી ફેરવી દેશે મોઢું; કંગાળ થઇ જશો

Vastu Tips for Broom: હિન્દુ ધર્મમાં સાવરણીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો તમે ઝાડુના ખાસ નિયમોનું પાલન કરશો તો ઘરની સુખ-સમૃદ્ધિ હંમેશા બની રહે છે, પરંતુ કેટલીકવાર કેટલીક વાસ્તુ સાથે જોડાયેલ તમારી ભૂલો તમારા માટે આર્થિક સંકટ અને નુકસાનનું કારણ પણ બની શકે છે. 

સાવરણીને ખોટી દિશામાં ન રાખો

1/5
image

વાસ્તુ અનુસાર સાવરણી હંમેશા સાચી દિશામાં રાખવી જોઈએ, સાવરણી રાખવાની સાચી દિશા ઉત્તર-પૂર્વ દિશા એટલે કે ઈશાન દિશા માનવામાં આવે છે, જો તમે સાવરણીને ખોટી દિશામાં રાખો છો તો તમારે પૈસાની ખોટ અને બીજી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

જ્યારે કોઈ બહાર જાય ત્યારે તરત ઝાડુ ન લગાવો

2/5
image

માન્યતાઓ અનુસાર, કોઈ વ્યક્તિ ઘરની બહાર નીકળ્યા પછી તરત જ ઝાડુ ન લગાવો. આમ કરવાથી તે વ્યક્તિને કામમાં સફળતા નથી મળતી અને આર્થિક સમસ્યાઓ પણ ઉભી થાય છે.

સાવરણી છુપાવી રાખો

3/5
image

કહેવાય છે કે સાવરણી હંમેશા એવી જગ્યાએ રાખવી જોઈએ, જ્યાં કોઈ તેને જોઈ ન શકે. જો તમે કોઈ પણ ખુલ્લી જગ્યાએ સાવરણી રાખો છો તો તેનાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે.

અપમાન ન કરો

4/5
image

સાવરણી પર કદી પગ ન મૂકવો જોઈએ. જો તમે ઝાડુ પર પગ મુકો તો તે દેવી લક્ષ્મીનું અપમાન કરવા જેવું છે. આમ કરવાથી ઘરમાં વાસ્તુ દોષની સમસ્યા થઈ શકે છે.

આ જગ્યાઓ પર ન રાખો સાવરણી

5/5
image

સાવરણી ક્યારેય બેડરૂમમાં કે પલંગની નીચે, રસોડામાં ન રાખવી જોઈએ. આમ કરવાથી પરિવારના સભ્યો વચ્ચે ઝઘડા થવા લાગે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)