ભૂલથી પણ આ 7 વસ્તુઓ ફ્રિજમાં મુકવાની ભૂલ કરશો નહી, નહીતર...
તરબૂચમાં ત્વચાને હંમેશ યુવાન રાખતા લાયીકોપીનનું પ્રમાણ વધારે જોવા મળે છે.કેન્સર, હૃદય,ડિપ્રેશનહૃદય,ડિપ્રેશન જેવી બીમારીમાં તરબૂચ ખુબ ફાયદા કારક હોય છે.જે લોકોને ગુસ્સો વધારે આવતો હોય તેમને ગુસ્સો શાંત કરવા તરબૂચનું સેવન કરવું જોઇએ.તરબૂચ જો કાપેલું ન હોય તો તેને ફ્રિઝમાં ન મુકવુ્ં જોઈએ.કારણ કે તરબૂચને ફ્રિઝમાં મુકવાથી એન્ટીઓક્સીડેન્ટ્સ ઘટી જાય છે.અને જો તરબૂચ કાપેલું હોય તો વધુમાં વધુ ત્રણ દિવસ સુધી રાખી શકાય છે.
ટામેટામાં વિટામીન એ, સી, કે, ફોલેટ અને પોટેશિયમ ભરપુર માત્રામાં હોય છે. ટામેટામાં કોલેસ્ટ્રોલ, કેલરી અને સોડિયામ સ્વાભાવિક રીતે જ ઓછા હોય છે.ટામેટામાં થાઈમીન, નિયાસિન, વિટામીન બી-6, ફાસ્ફોરસ અને ઝિંક જેવા તત્વ હોય છે. આ બધાં જ પોષક તત્વો શરીરને અનેક રોગોથી બચાવે છે.પરંતુ સામાન્ય રીતે ટામેટા માર્કેટમાંથી લાવ્યા બાદ લોકો તેને ફ્રિઝમાં મુકતા હોય છે.પણ ફ્રિઝમાં રાખવાથી ટામેટાનો સ્વાદ બદલાઈ જાય છે.એટલું જ નહીં પણ તેમાં રહેલું સૌથી ખાસ તત્વ લાઈકોપીન પણ ઘટી જાય છે.
બટાકાના ઉત્પાદનમાં ચીન અને રસિયા ભારત ત્રીજા નંબર પર આવે છે. બટાકા અનેક પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે. બાફેલા કે શેકેલા બટાકા ખાવાથી શરીરને જબરદસ્ત ઉર્જા મળે છે. પરંતુ જો બટાકાને ફ્રિઝમાં રાખવામાં આવે તો તેમા રહેલ સ્ટાર્ચ ઝડપથી સુગરમાં બદલાઈ જાય છે.જેથી બટાકા શરીરને નુકસાન કર શકે છે.જો ફરજિયાત પણે બટાકા ફ્રિઝમાં રાખવા પડે તેમ હોય તો તેને કાગળમાં પેક કરીને રાખવા જોઈએ.
ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી અનેક ગુણોથી ભરપુર છે..પ્રોટીન,ખનીજ,કાર્બોહાઈડ્રેટ,કેલ્શિયમ, ફાસ્ફોરસ,લોહ, વિટામિન સહિત કેલરી ડુંગળીમાં હોય છે.સાથે જ ત્વચાના રોગથી લઈ બ્લડ પ્રેશરમાં ડુંગળી ખુબ ફાયદા કારક હોય છે.પરંતુ ડુંગળીને ક્યારેય ફ્રિઝમાં ન રાખવી જોઇએ. ડુંગળી ફ્રિઝમાં રાખવાથી દુર્ગંધ ફેલાય છે.સાથે ડુંગળીમાં રહેલા પોષક તત્વોનો પણ ખાતમો થઈ જાય છે.ડુંગળીને હંમેશા ફ્રિઝની બહાર અન્ય શાકભાજીથી અલગ રાખવી જોઇએ.
લોહીને સાફ કરવા અને દિલને મજબુત કરવાની સાથે આંખો માટે મધ ખુબ ફાયદા કારક હોય છે.ખાસ કરીને ઠંડીમાં મધનું સેવન કરવાથી બાળકોને કફ અને ગળાની સમસ્યાથી બચાવી શકાય છે.પરંતુ મધને ફ્રિઝમાં રાખવાથી કોઈ ફાયદો નથી થતો.મધને જો ફ્રિઝમાં રાખવામાં આવે તો તેના પોષક તત્વોની અસર ઓછી થઈ જાય છે.એના કરતા પેક ટાઈટ ડબ્બામાં મધને બહાર ગમે તેટલો સમય રાખવામાં આવે તો પણ તે બગડતું નથી.
બ્રેડ કોઈ પણ સ્વરૂપમાં હોય તેનાથી શરીરને પોષણ મળતું નથી.પરતું આજકાલ લોકો એટલા વ્યસ્ત હોય છે સરળતાથી મળી રહેતી બ્રેડ ખાઈ પોતાની ભૂખ સંતોષતા હોય છે.ઘરમાં બીજુ કંઈ હોય કે ન હોય પરંતુ બ્રેડના એક બે પેકેટ તો હોય છે.પરંતુ શું તમે જાણો કો બ્રેડને ક્યારે ફ્રિઝમાં ન રાખવી જોઇએ.ફ્રિઝમાં મુકવાથી બ્રેડ વધુ જલદી સુકાઈ જાય છે.બ્રેડને પહેલા ચાર દિવસ ફ્રિઝમાં ન મુકવી જોઇએ.જો લાંબા સમય સુધી બ્રેડને રાખવાની હોય તો જ ફ્રિઝમાં મુકવી જોઇએ.
ફાયબરથી ભરપુર સફરજન પાચનતંત્ર માટે ઉત્તમ ગણાય છે.સફરજન શરીરમાં ગ્લૂકોઝની માત્રાને સમાન્ય રાખે છે.સફરજનમાંથી જો તમે એન્ટીઓક્સીડેન્ટસ ભરપુર લેવા માગતો હો તો તેને ફ્રિઝમાં રાખવાથી બચવું જોઇએ.સફરજનને બને તેટલા તાજા જ ખાવા જોઇએ.અને વધારે માત્રામાં સફરજન હોય તો તેને એક અઠવાડિયા બાદ ફ્રિઝમાં રાખવા જોઇએ.