1 મેથી આ નિયમોમાં થશે મોટા-મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર
New Rules from 1 May: 1 મે 2025થી કેટલાક ફેરફાર થવાના છે. આ ફેરફારની અસર સામાન્ય લોકોના ખિસ્સા અને સેવાઓ પર પડશે. બેંક ખાતું, એટીએમ ટ્રાન્ઝેક્શન જેવા ઘણા નિયમોમાં ફેરફાર થઈ શકે છે. આવો જાણીએ 1 મેથી કયા-કયા ફેરફાર થઈ શકે છે.
1 મેથી નિયમમાં ફેરફાર
New Rules from 1 May: મેનો મહિનો ખાસ રહેવાનો છે, હકીકતમાં આ મહિને ઘણા નિયમમાં ફેરફાર થશે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. રેલવે ટિકિટ બુકિંગથી એટીએમમાં પૈસા ઉપાડવાના ચાર્જ સુધી આ ફેરફા 1 મેથી થવાના છે. આ નવા ફેરફાર વિશે તમે પણ જાણી લો.
ATM કેશ
રિઝર્વ બેંકના નવા નિયમો 1 મે, 2025થી લાગુ થવા જઈ રહ્યા છે. આ મુજબ જો તમે ATMમાંથી રોકડ ઉપાડો છો, જમા કરાવો છો અથવા બેલેન્સ ચેક કરો છો તો તમારે આ નવા નિયમો જાણવા જ જોઈએ. વાસ્તવમાં, 1 મેથી, જો ફ્રી લિમિટ વટાવી દેવામાં આવે છે, તો તમારે દરેક ATM ટ્રાન્ઝેક્શન પર વધારાનો ચાર્જ ચૂકવવો પડી શકે છે. રોકડ ઉપાડ પરની ફી ₹17 થી વધીને ₹19 પ્રતિ ટ્રાન્ઝેક્શન થશે. બેલેન્સ ચેક ફી હવે પ્રતિ ટ્રાન્ઝેક્શન ₹6 થી વધીને ₹7 થશે.
રેલવે ટિકિટ
1 મે, 2025થી ટ્રેન ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. રેલવેના નવા નિયમથી ટિકિટ બુકિંગ, ભાડા, રિફંડ પ્રક્રિયા વગેરેને અસર થશે. 1 મેથી સ્લીપર અથવા એસી કોચમાં વેઇટિંગ ટિકિટ માન્ય ગણવામાં આવશે નહીં. વેઇટિંગ ટિકિટ પર મુસાફરી ફક્ત જનરલ કોચમાં જ શક્ય છે. એડવાન્સ રિઝર્વેશનનો સમયગાળો 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવામાં આવ્યો છે. રેલ્વે મે મહિનાથી ત્રણ મોટા ચાર્જમાં પણ વધારો કરી શકે છે.
ગેસ સિલિન્ડરની કિંમત
એલપીજી સિલિન્ડરની કિંમત દર મહિનાની પહેલી તારીખે બદલાય છે. આવી સ્થિતિમાં, આ વખતે પણ 1 મે, 2025 ના રોજ, ગેસ સિલિન્ડરની કિંમત ઓછી અથવા વધુ થઈ શકે છે. સિલિન્ડરની કિંમતમાં ફેરફારની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે.
FD દર
1 મે, 2025 થી FD અને બચત ખાતાના નિયમોમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો થઈ શકે છે. આ ફેરફારોમાં વ્યાજ દરો પણ સામેલ હોઈ શકે છે. આરબીઆઈના નિર્દેશો મુજબ, એટીએમ ઉપાડના ચાર્જમાં વધારો થવાની સંભાવના છે, જો કે, એફડી અને બચત ખાતા પરના વ્યાજ દરો હજુ સ્પષ્ટ નથી.
11 રાજ્યોમાં rrbs માર્જિન
હવે 1 મે, 2025 થી, "એક રાજ્ય, એક આરઆરબી" હેઠળ પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRBs) ના મર્જરની યોજના દેશના 11 રાજ્યોમાં લાગુ કરી શકાય છે. તેનો હેતુ ઓપરેશનલ કાર્યક્ષમતામાં સુધારો કરવાનો અને ખર્ચ ઘટાડવાનો છે. 11 રાજ્યો આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, રાજસ્થાન છે. (નોંધઃ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે)
Trending Photos