નવી લિસ્ટેડ કંપનીને મળ્યું ₹1085 કરોડનું કામ, રોકાણકારોની શેર પર ભારે ખરીદી, શેરમાં 9%નો ઉછાળો

New Work: પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સાથે સંકળાયેલી કંપનીના શેરમાં મંગળવારે અને 15 એપ્રિલના રોજ 9 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો. કંપનીને 1085 કરોડ રૂપિયાના ઓર્ડર મળ્યા બાદ કંપનીના શેરના ભાવમાં તેજી જોવા મળી છે

1/6
image

New Work: પાવર સેક્ટર સાથે સંકળાયેલી કંપનીના શેરમાં 15 એપ્રિલના ટ્રેડિંગ દરમ્યાન 9 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો હતો. મોટો ઓર્ડર મળ્યા બાદ કંપનીના શેરના ભાવમાં તેજી જોવા મળી. કંપનીને આ નવું કામ સ્થાનિક બજારમાંથી મળ્યું છે. તમને જણાવી દઈએ કે, મંગળવારે આ કંપનીના શેર 470.70 રૂપિયાના સ્તરે ખુલ્યા હતા. દિવસ દરમિયાન, કંપનીના શેર 9 ટકા ઉછળીને 495.30 રૂપિયાની ઇન્ટ્રા-ડે ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.  

2/6
image

ટ્રાન્સરેલ(Transrail Lighting) પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન ક્ષેત્રમાં કાર્યરત એક અગ્રણી કંપની છે. છેલ્લા 2 ટ્રેડિંગ દિવસોમાં કંપનીના શેરમાં 11 ટકાનો વધારો થયો છે.  

3/6
image

કંપનીનો IPO 19 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર, 2024 સુધી ખુલ્લું હતો. કંપનીએ IPO સમયે 432 રૂપિયાનો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો હતો. તે જ સમયે, લોટનું કદ 34 શેરનું હતું. કંપની NSE પર 37 ટકાના પ્રીમિયમ સાથે 590 રૂપિયા પર લિસ્ટેડ થઈ હતી. તેનો અર્થ એ છે કે હાલમાં આ સ્ટોક લિસ્ટિંગ ભાવ કરતા ઓછા ભાવે ટ્રેડ થઈ રહ્યો છે.  

4/6
image

છેલ્લા એક અઠવાડિયામાં આ કંપનીના શેરના ભાવમાં 7 ટકાથી વધુનો વધારો થયો છે. આ પછી, જે રોકાણકારોએ 3 મહિના પહેલા વળતરની આશા સાથે આ સ્ટોક પર રોકાણ કર્યું હતું, તેમણે સ્ટોક હોલ્ડ કરીને અત્યાર સુધી 18 ટકાનું નુકસાન સહન કર્યું છે. તે જ સમયે, 2025 માં કંપનીના શેરના ભાવમાં 13 ટકાથી વધુનો ઘટાડો થયો છે.   

5/6
image

તમને જણાવી દઈએ કે, BSEમાં ટ્રાન્સરેલ લાઇટિંગનો 52 અઠવાડિયાનો ઉચ્ચતમ સ્તર 719.15 રૂપિયા છે અને 52 અઠવાડિયાનો નીચો સ્તર 375.05 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ 6591.97 કરોડ રૂપિયા છે.  

6/6
image

(Disclamar: Zee 24 કલાક ફક્ત માહિતી આપે છે, આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ કરવું જોખમી છે. કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો.)