ઉત્તર ગુજરાતના ખેડૂતો પર આવ્યું મોટું સંકટ, બટાકા નહિ સચવાય તો રોવાનો વારો આવશે
North Gujarat Potato Farmers In Trouble શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા : બટાટાના હબ કહેવાતા ડીસામાં કોલ્ડ સ્ટોરેજો હાઉસફુલ બન્યા... બીજી તરફ ખેતરોમાં બટાકાના ઢગલા પડ્યા, પણ હોળી ટાંણે મજૂરો પણ વતન જતા રહ્યાં.... ખેડૂતોની સ્થિતિ કફોડી બની
ઉત્તર ગુજરાતમાં મોટી સંખ્યામાં ખેડૂતો બટાકાની ખેતી કરતા હોય છે. આ વિસ્તારનો મુખ્ય પાક બટાકા છે. પરંતું તહેવારના ટાંણે બટાકાની ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે. બટાકા કાઢવા માટે કોઈ શ્રમિકો મળતા નથી અને બહાર પડેલ બટાકાને નુકસાન થઈ શકે તેમ છે. તો કોલ્ડ સ્ટોરેજ પણ ફુલ થઈ રહ્યા છે જેના કારણે ખેડુતો ચિંતામાં મુકાયા છે.
સાબરકાંઠા જીલ્લામાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બટાકાનું ઉત્પાદન તો સારૂ થયુ છે, પરંતુ ગરમીની શરૂઆત થતા બટાકાના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે અને સામે હોળી ધુળેટીના તહેવારને લઈ જે પણ શ્રમિકો હતા તેમને વતનની વાટ પકડીને નીકળી ગયા છે. ત્યારે હાલ તો ખેતરોમાંથી ૩૦ ટકા જેટલા બટાકા કાઢવાના બાકી છે.
હજી ખેતરમાંથી બટાકા વીણવાના બાકી છે. આ ઉપરાંત ગ્રેડિંગ મશીન પર પણ શ્રમિકો ઓછા આવતા બટાકાના ઢગલા થયા છે અને ખેડુતોના બટાકાના પાકને નુકસાન થાય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. કોલ્ડ સ્ટોરેજ આગળ પણ ખેડૂતો બટાકા લઈને ઉભા છે.જેને લઈને હાલ તો લાઈનો જોવા મળી રહી છે.
હડિયોલના ખેડૂત અશોકભાઈ પટેલ કહે છે કે, એક તો શ્રમિકોની ઘટ જોવા મળી છે તો હજુ તો બટાકા પણ જમીનમાં છે ત્યારે વધુ ગરમી પડતા બટાકાના પાકને નુકસાન થાય તેમ છે. જિલ્લામાં 125 ની આસપાસ કોલ્ડ સ્ટોરેજ આવેલા છે. જેમાં ૨ કરોડ કટ્ટાની કેપેસીટી છે અને તેની સામે ૩ કરોડ કટ્ટા બટાકાનું ઉત્પાદન થવાનુ અંદાજ છે. ત્યારે 80 ટકા જેવા કોલ્ડ સ્ટોરેજ હાલ તો ભરાઈ ગયા છે. હજુ તો ૩૦ ટકા જેટલા બટાકા નીકાળવાના બાકી છે. તો સામે ખેડુતોના બિયારણના બટાકા મુકવાની પણ જગ્યા નથી. કારણ કે વિવિધ કંપનીઓ એ કોલ્ડ સ્ટોરેજ ભાડે લઈ લીધા છે. જેના કારણે હાલ તો ખેડુતોના અન્ય બટાકા ક્યા રાખવાએ મૂંઝવણ છે.
એક બાજુ શ્રમિકોની ઘટ સામે ખેડુતોના બટાકામાં નુકસાનની ભીતી સેવાઈ રહી તો સામે કોલ્ડ સ્ટોરેજ પણ ફુલ થવા આવી રહ્યા છે ત્યારે ખેડુતોના બટાકાના પાકને નુકસાન થાય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. જો હજુ પણ ગરમીનુ પ્રમાણ વધશે તો ચોક્કસ બટાકાના પાકને નુકસાન થઈ શકે તેમ છે.
Trending Photos