સોનું-ચાંદી નહીં... વિદેશી આક્રમણકારોએ ભારત પર આ કારણે કર્યો હતો હુમલો, સંશોધનમાં નવો ખુલાસો

Thu, 18 Apr 2024-6:07 pm,

હકીકતમાં પુણેના ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજીનું એક રિસર્ચ સામે આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું કે ભારતીય ઉપમહાદ્વીપ અને મધ્ય એશિયામાં વિદેશી હુમલાના તાર ચોમાસા સાથે જોડાયેલા હતા. મધ્ય એશિયામાં ભારતની જેમ વરસાદ થતો નહોતો.

 

આઈઆઈટીએમના એક્સપર્ટ નવીન ગાંધીના નેતૃત્વમાં થયેલા રિસર્ચમાં ટીમે છેલ્લા 2500 વર્ષની જળવાયુની સ્થિતિ વિશે જાણ્યું. તેમાં કેરલના ટ્રી રિંગ પર બેસ્ડ પૂરાવા દ્વારા વરસાદની સ્થિતિ વિશે માહિતી મેળવવામાં આવી.

ટીમે છત્તીસગઢના દંડક અને આંધ્રપ્રદેશના કડપાની ખડકની ગુફાઓથી મળેલ ખનિજ ભંડારથી જમા કરેલા ઓક્સીજનના આઇસોટોપથી પણ માહિતી મેળવી છે. આ આઇસોટોપ કિર્ગિસ્તાન, ઉઝ્બેકિસ્તાન, ઈરાન, ઇપાક અને ચાર ખુબ જૂની ગુફાઓમાંથી લેવામાં આવ્યા.

 

કહેવામાં આવ્યું કે ગુફાઓમાંથી જે સેમ્પલ મળ્યા હતા, તે 10 હજાર વર્ષ કરતા જૂના હચા. નવીન ગાંધીએ કહ્યું કે સારી રીતે વરસાદ ન થવા અને નિયમિત ચોમાસાની કમીને કારણે મધ્ય એશિયાનો એક મોટો ભાગ રેગિસ્તાન બની ગયો હતો, જેથી ત્યાં ખેતીની સંભાવના ઓછી થઈ ગઈ.  

સ્ટડીમાં ખુલાસો થયો કે આક્રમણકારીઓએ જ્યારે ભારતીય ઉપમહાદ્વીપ પર હુમલો કર્યો તો તેના નિશાના પર સૌથી પહેલા તે ક્ષેત્ર હતા, જ્યાં એગ્રીકલ્ચર એક્ટિવિટી સૌથી વધુ હતી, જ્યાંની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી હતી. આ આક્રમણકારીઓની પાસે ભારતીય ઉપમહાદ્વીપના હવામાનની ચોક્કસ જાણકારી પણ હતી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link