અદાણી-અંબાણી નહીં! આ વ્યક્તિની પાસે છે દુનિયાનો સૌથી મોંઘો ઘોડો, એટલી કિંમતમાં તો આવે 100થી વધુ રોલ્સ રોયસ
રિપોર્ટ અનુસાર, મુકેશ અંબાણીના એન્ટિલિયાની કિંમત લગભગ 11000 કરોડ રૂપિયા જણાવવામાં આવે છે. પરંતુ આ ઘોડાની વાત કરીએ તો તેની કિંમતમાં તમે 100થી વધુ રોલ્સ રોયસ કાર ખરીદી શકો છો. જોકે આ ઘોડો અંબાણી કે અદાણીની પાસે નથી. આવો જાણીએ કે આ ઘોડાનો માલિક કોણ છે?
દુનિયાના સૌથી મોંઘા ઘોડાનું નામ ફૂસૈચી પેગાસસ (Fusaichi Pegasus) છે. આ અમેરિકી નસ્લનો ઘોડા છે.
આ ઘોડાને વર્ષ 2017માં જાપાની અરબપતિ ફુસાઓ સેકીગુચીએ 75 મિલિયન ડોલર (લગભગ 617 કરોડ રૂપિયા)માં ખરીધો હતો.
ફુસૈચી પેગાસસ ઘોડો પોતાના કરિયરમાં રેસમાં દોડીને 2 મિલિયન ડોલરથી વધુની કમાણી કરી ચૂક્યો છે.
ફુસૈચી પેગાસસનું નામ દુનિયાના સૌથી મોંઘા ઘોડાઓમાં સામેલ છે. તેના મિલાક ફુસાઓ સેકીગુચીએ તેણે એક રોકાણના રૂપમાં ખરીધો હતો અને તે ઘોડો પોતાના માલિક માટે એક પ્રતિષ્ઠાનું પ્રતિક પણ છે.
જોકે, ઈન્ટરનેટ પર અમુક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ફુસૈચી પેગાસસનું નિધન 2023માં થઈ ચૂક્યું છે, પરંતુ તેની પુષ્ટિ હજું સુધી થઈ શકી નથી.
દુનિયામાં બીજો સૌથી મોંઘા ઘોડાની કિંમત 40 મિલિયન ડોલર છે, જે દુબઈના શેખ મોહમ્મદ ઈબ્ર રશીદ અલ મકતૂમની પાસે છે.