ગુજરાતીઓ ફરી આ તારીખો લખી રાખજો! એક નહિ, આવી રહ્યાં છે 2-2 વાવાઝોડા! મોટા ખતરાના એંધાણ...

Ambalal Patel Forecast: નવેમ્બર મહિનામાં ફરીથી ગુજરાતનું વાતાવરણ બદલાવા જઈ રહ્યું છે. નવેમ્બર મહિનામાં ફરી એકવાર તોફાની વાવાઝોડું ત્રાટકવાનું છે. જી હા...અરબ સાગરમાં મોટી હલચલ થવાની છે. માત્ર અરબ સાગર જ નહિ, મહિનાના અંતમાં બંગાળની ખાડીમાં પણ નવું વાવાઝોડું આકાર લેશે. આ કારણે દક્ષિણ ભારતમાં વરસાદ આવશે, પરંતું ગુજરાતમાં પણ તેની અસર જોવા મળશે. જાણો શું કહે છે અંબાલાલ પટેલની આગાહી?

ફરી એકવાર ગુજરાતમાં માવઠું આવશે

1/5
image

ગુજરાતમાં ફરી એકવાર માવઠાના એંધાણ વર્તાઈ શકે છે, હમણાં સવારના ભાગમાં રાજ્યના ભાગોમાં ઠંડીનો ચમકારો વધે, ઉત્તરગુજરાતના ભાગોના કેટલાક ભાગમાં 13 ડિગ્રીએ પારો જઈ શકે, સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ઠંડી વર્તાઈ શકે, દરિયાકિનારાના ભાગોમાં 20 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે, રાજ્યના ઘણા ભાગોમાં તાપમાન 17થી 18 ડિગ્રી રહી શકે, મહત્તમ તાપમાન 28થી 30 ડિગ્રી રહી શકે. 

પહેલું વાવાઝોડું અરબ સાગરથી આવશે

2/5
image

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 18 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનશે. જેને કારણે દક્ષિણ ભારતમાં વરસાદનું જોર વધશે. આ કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ બની શકે છે. કેટલાક વિસ્તારોમાં ધુંધળુ વાતાવરણ બની શકે છે. 19 નવેમ્બર બાદ અરબ સાગરમાં એક લો પ્રેશર બનવાની શક્યતા રહેશે. જેની અસર દક્ષિણ ભારત તરફ વર્તાઈ શકે છે. 15 નવેમ્બર બાદ પોસ્ટ મોન્સૂન એક્ટિવ થવાની શક્યતા રહેશે અને 18 નવેમ્બર બાદ હળવા પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેલી છે. 

બીજું વાવાઝોડું બંગાળની ખાડીમાં આવશે

3/5
image

28થી મધ્યમ પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા છે. બંગાળ ઉપસાગરમાં તારીખ 24 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી એક ડિપ ડિપ્રેશન કે ચક્રવાત સર્જાવવાની શક્યતા રહેશે જેની અસર દક્ષિણ પૂર્વીય તટો પર રહેશે. આ કારણે દક્ષિણ પૂર્વીય તટો પર 80 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે અને સાઈક્લોન બને તો પવનની ગતિ વધુ તેજ થાય. ત્યારબાદ ફરી રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. ગુજરાતમાં પણ ઠંડીનું પ્રમાણ વધશે. ઉત્તર ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી સુધી પહોંચી શકે છે. નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં પશ્ચિમી વિક્ષેપના કારણે ઠંડી વધશે. ડિસેમ્બરમાં ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે.  

વાવાઝોડાની ક્યાં ક્યાં અસર થશે?

4/5
image

આ સિસ્ટમની અસર છત્તીસગઢ, દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા રહેશે, જેના લીધે દક્ષિણ ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે. 22 નવેમ્બર દેશના ઘણા ભાગોમાં વાદળ આવવાની શક્યતા રહેશે. ગુજરાતમાં પણ વાદળછાયા વાતાવરણની શક્યતા છે. 19 તારીખથી હળવા વાદળછાયું વાતાવરણ રહેશે. દેશના ઘણા ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા, નવેમ્બરના અંતમાં ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે.

5/5
image

હવામાન વિભાગે પણ દેશના અનેક રાજ્યોમાં આગામી પાંચ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. તો સાથે જ શીત લહેરની શક્યતા પણ આપી છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે પશ્ચિમ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં શીત લહેરની ચેતવણી જારી કરી છે. 13 થી 19 નવેમ્બર દરમિયાન તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને રાયલસીમામાં છૂટાછવાયા વરસાદની ચેતવણી છે.