હવે સિંગાપોર જવાની જરૂર નહિ પડે, અમદાવાદમાં અહી બનશે વર્લ્ડક્લાસ લેવલનું ગ્લાસ ડોમ ગાર્ડન
Ahmedabad અર્પણ કાયદાવાલા/અમદાવાદ : આગામી સમયમાં બધી પ્રક્રિયા સુચારુ રીતે પાર પડશે તો સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સિંગાપુરની જેમ જ વિશ્વપ્રસિદ્ધ ગ્લાસ ડોમમાં ઉભું કરાયેલું ગાર્ડન જોવા મળશે.
22 કરોડના ખર્ચે યુનિક ગાર્ડન બનશે
સાબરમતી રિવરફ્રન્ટ ડેબલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક પછી એક નવીન આકર્ષણ ઉભા કરવાના નિર્ણય લેવામાં આવ્યા છે અને આવી રહ્યા છે.
અગાઉ 250 કરોડના ખર્ચે અદ્યતન અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનો નિર્ણય કરાઈ ચૂક્યો છે. ત્યારે હવે રિવરફ્રન્ટ પશ્ચિમ કિનારે nid ની પાછળના વિસ્તારમાં 7000 ચોરસ વિસ્તારમાં અંદાજે 22 કરોડના ખર્ચે યુનિક પ્રકારનું ગાર્ડન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
કાચના વિશાળ ડોમ બનાવાશે
Amc કરેલા આયોજન મુજબ ગાર્ડનની વિશેષતાઓની વાત કરીએ તો સમગ્ર ગાર્ડન કાચના વિશાળ ડોમમાં બનાવવામાં આવશે. જેમાં ગ્રીન એનર્જી , સસ્ટેનેબલ એનર્જી એફિશિયન્સી , તમામ પ્રકારના વાતાવરણમાં ગાર્ડનની મજા માણી શકાય એવી સુવિધા હશે.
ગાર્ડનનું મોટું આકર્ષણ આ હશે
સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર ડોમમાં બનાવવામાં આવનાર એલિવેટેડ રેમ્પ હશે, કે જેના પરથી મુલાકાતીઓ અને પ્રવાસીઓએ પસાર થવાનું રહેશે. રેમ્પની નીચે અને આસપાસમાં વિવિધ વૃક્ષો થકી ગાઢ જંગલનું વાતાવરણ ઉભું કરવામાં આવશે.
એન્જિનિયરીંગ દ્રષ્ટિએ પણ આ ગ્લાસ ડોમ ધરાવતું ગાર્ડન અનોખું હશે. કારણ કે કોલમ વિના આખું સ્ટ્રક્ચર ઉભું કરવામાં આવશે. જેમાં વરસાદી પાણીની મદદથી જ વૃક્ષોને પાણી આપવાની અને સમગ્ર ડોમને વાતાનુકુલિત રાખવાની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.
ટેન્ડર પ્રોસેસ શરૂ
હાલ મ્યુનિસિપલ તંત્ર દ્વારા સમગ્ર મામલે અભ્યાસ કરી પ્રપોઝલ અને ટેન્ડર પ્રક્રિયાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ત્યારે એકવાર આ ગાર્ડન બની ગયા બાદ રિવરફ્રન્ટના છોગામાં વધુ એક પીંછું ઉમેરાશે એમાં કોઈ શંકા નથી.
Trending Photos