તમારી જન્મ તારીખથી જાણો કોણ છે તમારા ઇષ્ટદેવ? હંમેશા આપે છે આશીર્વાદ
Mulank Ishtdevta: જે રીતે દરેક અંકનો ગ્રહ સ્વામી હોય છે, તેમ ઇષ્ટદેવ પણ હોય છે. તમે તમારી જન્મ તારીખથી તમારૂ મૂળાંક જાણી શકો છો અને પછી મૂળાંકથી ઇષ્ટદેવ જાણી શકો છો. મૂળાંક, જન્મ તારીખનો સરળાવો હોય છે, જેમ કે કોઈ મહિનાની 1, 10, 19 કે 28 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 1 થશે. જાણો મૂળાંક 1થી મૂળાંક 9 સુધીના ઇષ્ટદેવ કોણ છે.
મૂળાંક 1
1,10, 19 કે 28 તારીખે જન્મેલા લોકોના ઈષ્ટ દેવ સૂર્ય હોય છે. આ જાતક દરરોજ સવારે જલ્દી સ્નાન કરી સૂર્યને જળ ચઢાવે. તેનાથી દરેક કામમાં સફળતા મળશે.
મૂળાંક 2
2, 11, 20, या 29 जन्म तारीख वाले लोगों का मूलांक 2 होगा. इन जातकों के इष्ट देव शिव जी होते हैं. ये जातक रोजाना शिवलिंग पर जल चढ़ाएं. साथ ही दोमुखी रुद्राक्ष धारण करें.
મૂળાંક 3
કોઈપણ મહિનાની 3, 12, 21 કે 30 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 3 હોય છે. મૂળાંક 3ના જાતકોના ઇષ્ટ દેવ ભગવાન વિષ્ણુ હોય છે. શ્રીહરિની પૂજા કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ મળે છે, ભાગ્યનો સાથ મળે છે.
મૂળાંક 4
4, 13, 22 અથવા 31 તારીખે જન્મેલા લોકોની મૂળાંક સંખ્યા 4 હોય છે. મૂળાંક 4 ના પ્રમુખ દેવતા મા દુર્ગા અથવા મા સરસ્વતી છે. આ બંને દેવીની પૂજા કરવાથી બુદ્ધિ અને સૌભાગ્ય વધે છે.
મૂળાંક 5
5, 14 કે 23 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 5 હોય છે. મૂળાંક 5ના ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ હોય છે. આ જાતક જેટલું જ્ઞાન મેળવે એટલી પ્રગતિ કરે છે.
મૂળાંક 6
કોઈ મહિનાની 6, 15 કે 24 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 6 હોય છે. મૂળાંક 6ના ઇષ્ટ દેવ માં લક્ષ્મી હોય છે. લક્ષ્મીજીની પૂજા કરવાથી સુખ-સમૃદ્ધિ વધશે સાથે માનસિક શાંતિ મળશે.
મૂળાંક 7
7, 16 કે 25 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 7 હોય છે. આ જાતકોના ઇષ્ટ દેવ ભગવાન ગણેશ હોય છે. ગણેશ જીની પૂજા કરવાથી તમામ વિઘ્નોનો નાશ થાય છે અને સફળતા મળે છે.
મૂળાંક 8
8, 17 કે 26 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 9 હોય છે. મૂળાંક 8ના જાતકોના ઇષ્ટ દેવ શનિ દેવ અને હનુમાનજી હોય છે. આ બંનેની પૂજા કરવાથી જીવનમાં ખુશી અને સફળતા મેળવી શકાય છે.
મૂળાંક 9
9, 18 કે 27 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક નંબર 9 હોય છે. 9 નંબરના પ્રિય દેવતા હનુમાનજી છે. દરરોજ અથવા ઓછામાં ઓછા દર મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો. તેનાથી જીવનમાં સકારાત્મકતા વધશે.
ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
Trending Photos