એક વાવાઝોડું ગયું નથી, ત્યાં બીજાનું સંકટ આવ્યું... અંબાલાલે જતા સપ્ટેમ્બરે કરી મોટી આગાહી

Written ByDipti Savant
Published: Sep 14, 2025, 09:48 AM IST|Updated: Sep 14, 2025, 09:54 AM IST

Gujarat Weather Forecast : સમગ્ર રાજ્યભરમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. આવામાં સુરત, વલસાડ, ગીર સોમનાથ અને દ્વારકામાં ફરીથી વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે હજુ 3 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે આ વખતે સિઝનમાં 27 ટકા વરસાદ વરસ્યો છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી1/4

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

અંબાલાલ પટેલે કહ્યું કે, નવરાત્રિ દરમિયાન ઝરમર વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહી શકે છે. નવરાત્રિ દરમિયાન વરસાદ અને ગરમીનો માહોલ રહેશે. આમ, વરસાદ નવરાત્રિમાં ખેલૈયાઓની મજા બગાડી શકે છે. નવરાત્રી દરમિયાન વરસાદ સાથે ગરમીનો માહોલ પણ રહેશે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ વરસાદી ઝાપટા પડશે. ૧૦-૧૨ ઓક્ટોબર દરમિયાન વરસાદી ઝાપટા પડશે. સપ્ટેમ્બરના અંતમાં ચોમાસાની વિદાય છતાં વરસાદ રહી શકે છે. કારણ કે, ઓક્ટોબરમાં બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનશે. 

મજબૂત સિસ્ટમ આવી રહી છે 2/4

મજબૂત સિસ્ટમ આવી રહી છે 

અંબાલાલ પટેલે કહ્યું કે, 25 સપ્ટેમ્બરથી વડોદરા, દક્ષિણ ગુજરાત માં ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે. છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે. સૂર્ય ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ તથા મંગળ તુલા રાશિમાં પ્રવેશ કરશે. ગુજરાતમાં વરસાદની શક્યતા ૧૪ સપ્ટેમ્બરથી શરૂ થશે. સૌરાષ્ટ્રમાં આજથી વરસાદના હળવા ભારે ઝાપટા પડશે. 

વરસાદ ચઢશે ત્યાં પડશે તેવી સ્થિતિ સર્જાશે3/4

વરસાદ ચઢશે ત્યાં પડશે તેવી સ્થિતિ સર્જાશે

તેમણે કહ્યું કે, બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થશે. 14 થી 22 સપ્ટેમ્બર સુધી ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડશે. 14 થી 16 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજ્યના અન્ય ભાગોમાં વરસાદી ઝાપટાં પડશે. 17 થી 20 સપ્ટેમ્બરે રાજ્યના અનેક ભાગોમાં વરસાદ થશે. દક્ષિણ ગુજરાતમાં 1 થી 4 ઈંચ વરસાદ આવી શકે છે. મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. આવામાં વરસાદ ચઢશે ત્યાં પડશે તેવી સ્થિતિ સર્જાશે. 

રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી4/4

રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં આગામી 7 દિવસમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, 13 થી 16 સપ્ટેમ્બર ગાજવીજ સાથે 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી છે. રાજ્યના અન્ય તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. મોન્સુન ટ્રફ અને સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી  છે. 1 જૂન થી 13 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં 27% વધુ વરસાદ નોંધાયો.