નવું વાવાઝોડું ગુજરાતને ધમરોળશે, 22 થી 25 મે સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની અંબાલાલની આગાહી

Written ByDipti Savant
Published: May 19, 2025, 09:51 AM IST|Updated: May 19, 2025, 09:51 AM IST

Cyclone Shakti Alert : રાજ્યમાં 22મેથી 25 મે સુધી ફરી માવઠાની હવામાન વિભાગે કરી આગાહી,,, અમરેલી, ભાવનગર, અવસારી, વલસાડમાં 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની છે સભાવના,,, આજે વલસાડ, ડાંગ, દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતા

ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે1/3

ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે

રાજ્યના માથે હજુ પણ યથાવત સંકટના વાદળો મંડરાઈ રહ્યાં છે. 21 મે સુધી ગુજરાતના અલગ અલગ ભાગોમાં વરસાદની આગાહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. રાજ્યમાં આંધી વંટોળની આગાહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ 21 તારીખથી હવામાનમાં પલટો આવવાની આગાહી કરી છે. 25થી 31મે સુધી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. 24 મેથી સૂર્ય કૃતિકા નક્ષત્રમાં રહેતા અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની શક્યતા છે.   

આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી2/3

આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલે કહ્યું કે, વાતાવરણમાં મટો પલટો આવવાને કારણે લોકોને ગરમીથી રાહત મળશે. 21 મેથી હવામાનમાં મોટો પલટો આવશે. જેને કારણે ગુજરાતનું વાતાવરણ ડામાડોળ થઈ જશે. તેમણે કહ્યું કે, રાજ્યના કેટલાક ભાગોમાં આંધી વંટોળની આવવાની શક્યતા છે. હાલમાં પણ આંધી વંટોળની શક્યતા છે. 24 મે થી સૂર્ય કૃતિકા નક્ષત્રમાં રહેતા અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની શક્યતા છે. 28 મે થી 31 મે વચ્ચે ગ્રહોના ફેરફારના યોગો હોવાથી 25 થી 31 સુઘી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.   

વાવાઝોડાની અસર ગુજરાતને થશે 3/3

વાવાઝોડાની અસર ગુજરાતને થશે 

અંબાલાલ પટેલે કહ્યું કે, આ સમયે મુંબઈ અને ગોવા વચ્ચે ચક્રવાત બનવાની શક્યતા છે. આ ચક્રવાતની અસર મોટાભાગના ગુજરાતમાં થવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છેય 5-6 જૂનમાં રાજ્યમાં અણધારો વરસાદ થવાની શક્યતા છે.