ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, અંબાલાલ પટેલે મે મહિનાની તારીખ સાથે કરી આગાહી

Ambalal Ni Agahi : ગુજરાતમાં ફરી એક વખત કમોસમી વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે. એપ્રિલ તો ગયો, પરંતું મે મહિનો તોફાની રહેશે તેવી આગાહી છે. મે મહિનામાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે. 
 

મે મહિનામાં કમોસમી વરસાદ આવશે

1/3
image

અંબાલાલ પટેલે કહ્યું કે, મે મહિનામાં ગુજરાતમાં ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી છે. ૮ મે આસપાસ ગાજવીજ સાથે ગુજરાતમાં વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે. તો આ બાદ મેથી 4 જુન સુધી અરબી સમુદ્રમાં સાઇકલોનનું નિર્માણ થશે. વાવાઝોડાના કારણે પણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે.

મે મહિનો પણ તોફાની રહેશે 

2/3
image

આ વર્ષે મે મહિનામાં પણ ધૂળિયું વાતાવરણ રહેશે. જ્યાં સુધી કમોસમી વરસાદ ન થાય ધૂળકટ બેસશે નહીં. મે મહિનાની શરૂઆતમાં પણ ધૂળકટ રહેશે. પવનનું જોર ઘણું રહેશે. કચ્છના ભાગોમાં પણ આંચકાના પવનની ગતી 45 કિમી પ્રતિ કલાક સુધીની રહી શકે છે તેવું તેમનું કહેવું છે.   

મે-જુનમાં મોટા પલટા આવશે 

3/3
image

પરેશ ગોસ્વામીએ કહ્યું કે, હાલ તો આકરો ઉનાળો જોવા મળી રહ્યો છે. પરંતુ આવનારા દિવસમાં એટલે કે મે મહિનામા બેથી ત્રણ વખત પ્રિ-મોન્સૂન એક્ટિવિટી પણ જોવા મળી શકે છે. આવનાર સમયમાં આકરો ઉનાળો જોવા મળશે. મે મહિનામાં પ્રિમોન્સુન એક્ટિવીટી બેથી ત્રણ વખત જોવા મળશે. એપ્રિલ મહિનામાં પ્રિમોન્સુન એક્ટિવિટીની કોઇ શક્યતા નથી. પરંતું 14થી 18 મેની વચ્ચે એક પ્રિમોન્સુન એક્ટિવીટી થશે. બીજી પ્રિમોન્સુન એક્ટિવીટી મે મહિના છેલ્લા અઠવાડિયામાં જોવા મળશે. 25 મેથી રોહિણી નક્ષત્ર ચાલુ થતુ હોય છે તેમાં પ્રિમોન્સુન એક્ટિવિટીની શક્યતા વધારે છે. જૂન મહિનાના બીજા અઠવાડિયામાં પ્રિમોન્સુન એક્ટિવીટી જોવા મળશે તેવી શક્યતા છે.