વાવાઝોડાના ખતરા વચ્ચે ગુજરાતની આગાહી પલટાઈ, એપ્રિલમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે

Gujarat Rain Alert : દેશના 17 રાજ્યોમાં વાવાઝોડાનો કહેર જોવા મળશે. ત્યારે ગુજરાતમાં કેવી અસર થશે, ગુજરાત માટે શું આગાહી છે તે નિષ્ણાતો પાસેથી જાણીએ. જોકે, અંબાલાલ પટેલે એપ્રિલમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરી જ છે.

આખા દેશમાં વાવાઝોડાનો કહેર

1/5
image

દેશના 17 રાજ્યોામં વાવાઝોડાનો ખતરો છે. આ રાજ્યોમાં આંધી-વંટોળ સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે. ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશમાં વીજળી સાથે વરસાદની આગાહી છે. તો અરુણાચલ પ્રદેશ, ઓડિશા, આસામ, મેઘાલયમાં ભારે વરસાદની ચેતવણી છે. તમિલનાડુ, કેરળ, તેલંગાણા, આંધ્રપ્રદેશમાં પણ પડી શકે હળવાથી મધ્યમ વરસાદ આવી શકે છે.   

આજથી ગરમીનો પ્રકોપ વધશે 

2/5
image

આજથી ફરી આકરી ગરમી પડવાની શક્યતા છે. આગામી પાંચ દિવસ ગરમીનો પારો 2 થી 4 ડિગ્રી વધવાની શક્યતા છે. અમદાવાદમાં આજથી તાપમાન 43 ડિગ્રીને પાર જવાની આગાહી છે. ત્યારે એપ્રિલ મહિનામાં ગરમી તમામ રેકોર્ડ તોડી શકે છે. એપ્રિલ મહિનામાં અત્યાર સુધીમાં આકરી ગરમી પડી છે. એપ્રિલના 13 દિવસમાંથી 8 દિવસ 41 ડિગ્રીથી વધુ ગરમી રહી.  

એપ્રિલ મહિનો તોફાની રહેશે - અંબાલાલ 

3/5
image

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું હતું, એપ્રિલમાં ભારે પવનના તુફાનો અને આંધી વંટોળનું વાતાવરણ રહેશે. 14 એપ્રિલથી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની શરૂઆત થશે. એપ્રિલમાં ભારે પવનના તુફાનો અને આંધી વંટોળનું વાતાવરણ રહેશે. 14 એપ્રિલથી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની શરૂઆત થશે. એપ્રિલમાં સખ્ત પવનના તોફાનો અને ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાશે. જેમાં આંચકાનો પવન કોઈ કોઈ ભાગમાં 35 થી 40 કિલોમીટર અને કોઈ કોઈ ભાગમાં 50 કિલોમીટર પર કલાકની ગતિવિધિ થઈ શકે છે.   

એપ્રિલમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે 

4/5
image

અંબાલાલ પટેલે ચેતવણી આપી કે, ગુજરાતમાં આ સમયે પવન રહેવાની શક્યતા છે. 15 એપ્રિલ બાદ હવામાનમાં પલટો આવશે. 22 એપ્રિલ સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદી છાંટા રહેશે. 26 એપ્રિલ પછી આકરી ગરમી રહેશે. મહત્તમ તાપમાન 45 ડિગ્રી પાર કરવાની શક્યતા છે. 

વરસાદ બાદ ગરમી આવશે 

5/5
image

હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે પણ કહ્યું કે, આગામી ત્રણ દિવસ લોકોને ગરમીથી આંશિક રાહત મળશે. ત્રણ દિવસ બાદ ફરી ગરમીનો કહેર શરુ થશે.15 એપ્રિલએ કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં યેલો અલર્ટ છે. તો 16 અને 17 એપ્રિલે રાજકોટ, કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં યેલો અલર્ટ છે. હાલ દક્ષિણ પશ્ચિમ દક્ષિણના પવન ફૂંકાયા છે. આગામી 48 કલાકમાં 2 થી 3 ડીગ્રી તાપમાન ઘટશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં 15 થી 17 એપ્રિલના હીટવેવની આગાહી છે.