માર્ચમાં કમોસમી વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે, ભર ઉનાળે ભીંજાશે ગુજરાત, આ છે તારીખ

Unseasonal Rain Forecast : ગુજરાતના 27 શહેરમાં ગરમી 37 ડિગ્રી પાર ગયો છે. રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. પરંતું આ વચ્ચે 26 માર્ચથી રાજ્યનું વાતાવરણ પલટાવા જઈ રહ્યું છે. ગુજરાતમાં 29 માર્ચથી 1 એપ્રિલ સુધી કમોસમી વરસાદની શક્યતા છે. 

રાજ્યમાં આગામી 4 દિવસ પડશે કાળઝાળ ગરમી

1/3
image

ગુજરાતમાં તાપમાનનો પારો વધવાની હવામાન વિભાગની આગાહી છે. હવામાન વિભાગે કહ્યું કે, રાજ્યમાં હજુ 2થી 3 ડિગ્રી સુધી તાપમાનનો પારો ઉંચકાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગરમી વધશે. રાજકોટ, સુરેન્દ્રનગર, પાટણ, ગાંધીનગરમાં આકરી ગરમી પડશે. તો તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. ગઈકાલે રાજકોટમાં 40.1, ભુજમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. 

ક્યાં કેટલો પારો નોંધાયો 

2/3
image

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે રાજ્યમાં ફરી તાપમાનનો પારો ઉંચકાયો છે. ભૂજ, કંડલા, ડીસા અને રાજકોટમાં નોંધાયું 38 ડીગ્રી તાપમાન તો અમદાવાદ, ગાંધીનગર અમરેલી, સુરેન્દ્રનગર, કેશોદમાં 37 ડીગ્રી તાપમાન નોંધાયું. હવામાન વિભાગ અનુસાર બે દિવસ બાદ હજુ ગરમીનો પારો વધી શકે છે. દક્ષિણ ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવનોના કારણે ગરમીમાં વધારો થવાની સંભાવના છે. એપ્રિલ અને મે મહિનામાં કાળઝાળ ગરમી પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. તાપમાનાનો પારો 42 ડીગ્રીને પાર જાય તેવી સંભાવના છે. 

માર્ચ માહિનામાં આવશે વરસાદ 

3/3
image

આવતીકાલે 24 માર્ચે પશ્ચિમ હિમાલય પ્રદેશમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની 26 માર્ચથી રાજ્યમાં અસર જોવા મળશે. પશ્ચિમી ભેજવાળા પવનના કારણે આગામી 1 એપ્રિલ સુધી રાજ્યનું વાતાવરણ પલટાઈને વાદળછાયું બની શકે છે. આ દરમિયાન 29થી 1 એપ્રિલ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે 10 મીમી સુધી એટલે કે અડધા ઇંચથી ઓછો કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે.